જામનગર: ચૂંટણીના ધમધમાટમાં જેલમાંથી મળ્યા મોબાઇલ-પેન ડ્રાઇવ

Subscribe to Oneindia News

જામનગર જિલ્લા જેલ એસઓજીએ અચાનક તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન બે બેરેકમાંથી પ્રતિબંધિત બે પેન ડ્રાઈવ, મોબાઈલ, ચાર્જર સહિતનો સામાન ઝડપાયો હતો. વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જેલમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બેરેક નંબર ૨માંથી એક ચાર્જર, ત્રણ પેન ડ્રાઈવ, તેમજ યાર્ડ નં. છમાંથી બે મોબાઇલના ચાર્જર મળી આવ્યા હતાં. એસઓજીની કાર્યવાહી દરમિયાન આ તમામ વસ્તુઓ કબ્જે કરાઈ હતી. સાથે જ અજાણ્યા કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

Jamnagar

આ વસ્તુઓ મળી આવતા મોટો પ્રશ્ન એ ઊઠ્યો છે કે, કેદીઓ પાસે જ્યારે આ વસ્તુ આવે ત્યારે તેનું ચેકિંગ કરવામાં કેમ નથી આવતુ? અને જો આ વસ્તુઓ જેલમાં લાવવાની મનાઈ હોય તો કેદીઓ પાસે આ પ્રકારની સાધન સામગ્રી કેવી રીતે પહોંચે છે? તે પણ વિચારવા જેવી બાબત છે.

English summary
Jamnagar : Mobile and pen drive found in Jamnagar jail. Read More Detail here.
Please Wait while comments are loading...