જાપાનનાં પીએમ શિન્ઝો અબે લેશે ગુજરાતની મુલાકાત

Subscribe to Oneindia News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે ભારત આવી રહ્યા છે. જેમાં તેઓ બે દિવસ માટે ગુજરાતના મહેમાન પણ બનશે. શિન્ઝો સાથે પીએમ મોદી પણ ગુજરાતમાં 13 અને 14 સપ્ટેમ્બર, એમ બે દિવસના પ્રવાસે આવશે. આ પ્રસંગે બન્ને દેશોના વડાપ્રધાન સૌથી પહેલા અમદાવાદ આવશે. જ્યાં તેઓ 13મી સપ્ટેમ્બરની સાંજે સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત લઇને સર્વ ધર્મ પ્રાર્થનામાં ભાગ લેશે. નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ ચીનના રાષ્ટપતિ શી ઝીંગપિંગ ભારતની મુલાકાતે ગુજરાત આવ્યા હતા. જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી. તે પછી હવે મોદી ચીનના દુશ્મન જાપાનને પોતાના મિત્ર બનાવી તેમને ગુજરાત લાવી રહ્યા છે.

ahmedabad

નોધનીંય છે કે, ચીનના રાષ્ટ્રપતિ બાદ જાપાનના વડાપ્રધાન ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેઓ ખાસ કરીને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અને સાણંદ ખાતે જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે. જાપાનના વડાપ્રધાનની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. વધુમાં આ વખતે પહેલી વાર તેવું બનશે કે કોઇ વડાપ્રધાન તેમની વિદેશ મુલાકાત દરમિયાન દેશની રાજધાની નહીં જાય. ઉલ્લેખનીય છે કે જાપાનના વડાપ્રધાન જાપાનથી સીધા જ ગુજરાત આવશે અને ગુજરાતથી સીધા જ જાપાન જશે.

English summary
Japan's Prime Minister Shinzo Abe is coming to India. Here is his two days program details

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.