મારી પર નજર રાખવા ભાજપે પોલીસ લગાવી છે: જીજ્ઞેશ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં દલિત આંદોલનના નેતા અને આ વખતની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર જીજ્ઞેશ મેવાણીભાજપા સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. મેવાણીને શનિવાર રાતે પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. જીજ્ઞેશે સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા પર સવાલ ઊભા કર્યા છે. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું છે કે તેમને સુરક્ષા આપવાના નામે તેમની પર આડકતરી રીતે નજર રાખવામાં આવી રહી છે. એક જગ્યા ભાષ આપતા મેવાણીએ જણાવ્યું કે મને પુછ્યા વગર જ મને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. અને બે કમાન્ડો મળી ગયા છે.

Jignesh Mevani

જીજ્ઞેશે આ મામલે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે મારી સુરક્ષા માટે મેં કદી પણ સરકારમાં અપીલ કરી જ નથી. વધુમાં જીજ્ઞેશે જણાવ્યું કે તેમને સુરક્ષાની જરૂર નથી. તેમ છતાં તેમની સાથે 24 કલાક બે સુરક્ષાકર્મીઓ રહે છે. જીજ્ઞેશ પર કોઇ હુમલો થાય અને તેનો આરોપ સરકાર પર ના લાગે તે માટે તેમને સુરક્ષા આપવામાં આવી છે. પણ જીજ્ઞેશનું કહેવું છે આ દ્વારા તેમની તમામ વાત પર સરકાર નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણી હાલમાં જ ચૂંટણી પહેલા નવસારીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. અને તેમની માંગણીને તેમના જાહેરનામાં જોડવા માટે સ્વીકૃતિ બતાવી હતી.

English summary
jignesh mevani gets police protection calls it surveillance ploy. Read More Detail here.
Please Wait while comments are loading...