વડગામથી જીજ્ઞેશ મેવાણી લડશે ચૂંટણી, ભાજપની મુશ્કેલી વધી

Posted By:
Subscribe to Oneindia News

દલિત નેતા તરીખે પ્રખ્યાતિ મેળવી ચૂકેલા જીજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠાના વડગામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ અંગે તેણે ટ્વિટર અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે હવે નિશાના પર છે પીએમ મોદી. ઉલ્લેખનીય છે કે આ પહેલા જીજ્ઞેષ મેવાણીએ ચૂંટણી ના લડવાની જાહેરાત કરી હતી. પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત પછી આજે તેમણે ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની અને વડગામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણી અહીંથી એક અપક્ષ ઉમેદવાર તરીકે નોંધણી કરાવશે.

Jignesh Mevani

નોંધનીય છે કે ભલે જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે વડગામથી ચૂંટણી લડી રહ્યા હોય પણ તેમ છતાં તેને મળતા દલિત સમર્થનના કારણે વડગામની બેઠક પર ભાજપની સ્થિતિ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. આજે જ્યારે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે જીજ્ઞેશ મેવાણી વડગામ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. જીજ્ઞેશે વધુમાં આ પ્રસંગ્રે જણાવ્યું હતું કે ભાજપના કારણે ગુજરાતમાં એવી સ્થિતિ ઊભી થઇ છે જેનો જવાબ આપવા માટે તમામે સાથે મળીને લડત આપવી જરૂરી બની છે.

English summary
Dalit leader Jignesh Mevani will contest election from Vadgam. Read here more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.