For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1200 કરોડ રૂપિયાની ભાજપની ઓફર વાળા નિવેદન પર હાર્દિકની ચૂપી

પાટીદાર નેતા અને કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામાં આપ્યા બાદ આજે ગાંધીનગર કમલમ ખાતે વિવિધવત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલે આંદોલન દર

|
Google Oneindia Gujarati News

પાટીદાર નેતા અને કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામાં આપ્યા બાદ આજે ગાંધીનગર કમલમ ખાતે વિવિધવત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલે આંદોલન દરમિયાન ધયેલા નુક્સાન તેમજ 14 પાટીદાર યુવાનોને લઇને માફી માગવાનો ઇન્કાર કરી દિધો હતો. તેમજ હાર્દિક પટેલને આરએસએસનો હાથો હોવાનુ કહેતા જણાવ્યુ હતુ કે, સમાજના હિત માટે જો હુ હાથો બન્યો હોય તો મને તેના માટે ગર્વ છે.

HARDIK PATEL

હાર્દિક પટેલે પાટિદાર આંદોલન દરમિયનાન રાજ્યના જાહેર મિલ્કતને થયેલા નુક્સાન મામલે જણાવ્યુ હતુ કે, હું ખુદ આગ લગવા નહોતો ગયો અને મે કોઇને તેવુ કરવા માટે કહ્યુ નહોતુ. હાર્દિક પટેલને પત્રકારો દ્વારા 1200 કરોડ ભાજપ દ્વારા ઓફર કરવામાં આવી હતી આ મામલે સવાલ કરતા તેનો જવાબ આપવાનું ટાળ્યુ હતુ.

હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા જણાવ્યુ હતુ કે, મારા પિતાને આનંદીબેન રાખડી મોકલતા હતા 90 દશકમાં મારા પિતા ભાજપ સાથે જ જોડાયેલા હતા. તેના માટે જ કામ કરતા હતા. ભાજપમાં કોઇ પણ પ્રકારની અપેક્ષા વરગ એક સામાન્ય સૈનિક તરીકે જોડાયો છુ.

ભાજપમાં આવતા જ હાર્દિક પટેલના રાષ્ટ્રીય નેતાઓ પ્રત્યેના સૂર બદલયેલા જોવા મળ્યા હતા. હાર્દિક પટેલ જે અમિત શાહને જનલર ડાયરની સાથે સરખાણી કરી હતી. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ અપશબ્દો બોલ્યા હતા. આ મામલે જણાવ્યુ હતું કે, આંદોલન સત્તાની વિરુધમાં જ હોય છે. જે તે સમયે આક્રોષ હોય છે. આ જ અનામત આંદોલને લીધે પ્રધાનંત્રી નરેદ્ર મોદીએ EBC ને 10 ટકા અનામતનો લાભ તમામ લોકોને મળ્યો છે.

અનામત આંદોલન સમાજના હિત અને રાષ્ટ્રના હિત માટે 2015 માં ગરીબો અને સામાન્ય લોકોના હિત માટે આંદોલન કરવામાં આવ્યુ ંહતુ. કોગ્રેસ દ્વારા જનતાના હિતનમાં કોઇ જ કામગીરી કરી નથી. કોંગ્રેસ દ્વારા ક્યારેય સારો પ્રતિભાવ મળ્યો નહોતો.

હું જ્યારે કોગ્રેસમાં હતો ત્યારે પણ મે NRC,CAA રામ મંદિર કલમ 370 સહિતના તમામ મુદ્દે ખુલીને નરેન્દ્ર મોદીની સમર્થન કર્યુ હતુ. આજે પણ હુ તેમામ બાબતોનું સર્થન કરુ છું.

વિધાનસભાની ચૂંટણી લડવાને લઇને જ્યારે મીડિયાએ સવાલ કરતા હાર્દિકે જણાવ્યુ હતુ કે, મે ફક્ત ભાજપમાં સામાન્ય સૈનિક તરીક જ જોડાયો છુ. પાર્ટી મને જે જવાબદારી સપશે તે કરીશ.

English summary
Joined BJP as a soldier to serve the country: Hardik Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X