
જાણો તમારા ઉમેદવારને: ખંભાળિયાથી ભાજપના કાળુભાઈ ચાવડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના રોજ ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ખંભાળિયાની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે કાળુભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવી છે. તો કાળુભાઈ ચાવડા વિષે થોડુ જાણીએ. હાલ આ સીટ ભાજપના કબજામાં છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ અહીં વિજેતા બની હતી. ખંભાળિયા દ્વારકા જિલ્લમાં આવેલી વિધાનસભા સીટ છે. કાળુભાઈ ચાવડા ખંભાળિયાના ભાજપના જિલ્લા અધ્યક્ષ છે. આ સીટ જનરલ કેટગરી માટે ફાળવવામાં આવી છે.
આ સીટ પર ઘણા લાંબા સમયથી પુનમબેન માડમ ભાજપના વિજેતા બનતા હતા. પરંતુ પુનમબેન માડમ સાંસદ બનવાથી આ સીટ ખાલી થઈ હતી આથી કાળુભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ સીટ ભાજપની સીટ તરીકે પણ ઓળખાય છે ત્યારે ભાજપે પણ પોતાના અનુભવી ઉમેદવારને આ સીટ પરથી ઊભા રાખીને સેફ સીટ કરી નાખી છે.