For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat foundation day 2022 : જાણો ગુજરાત રાજ્યની રોચક વાતો

1લી મે 2022ના રોજ 62મો ગુજરાત સ્થાપના દિવસ (ગુજરાત દિવસ) ઉજવવામાં આવશે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960 (ગુજરાત સ્થાપના દિવસ) ના રોજ થઇ હતી.

|
Google Oneindia Gujarati News

Gujarat foundation day 2022 : 1લી મે 2022ના રોજ 62મો ગુજરાત સ્થાપના દિવસ (ગુજરાત દિવસ) ઉજવવામાં આવશે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960 (ગુજરાત સ્થાપના દિવસ) ના રોજ થઇ હતી. ગુજરાતે આઝાદી બાદ વિકાસનો બહોળો લાભ ઉઠાવ્યો છે અને ગુજરાતનું નામ વિદેશમાં પ્રખ્યાત થયું છે. આ દરમિયાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, છેલ્લા 62 વર્ષમાં ગુજરાતમાં કેટલા બદલાવો આવ્યા છે. આ દરમિયાન અમે તમને મહા ગુજરાત આંદોલન વિશે પણ માહિતી આપવાના છીએ.

Gujarat foundation day 2022

ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહા ગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા રહેલી છે. જોકે, ખાંભી સત્યાગ્રહે 1918માં શરૂ થયેલી મહા ગુજરાત ચળવળને વેગ આપવાનું કામ કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડ્યો હતો અને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય તરીકે જાહેર કર્યું હતું.

કોણ છે ગુજરાત આંદોલનના મુખ્ય નાયક?

  • 1 મે, 1960 ના રોજ, ગુજરાતની સ્થાપના થઈ હતી.
  • આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે.
  • ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
  • ભારતમાં ભાષાકીય રાજ્યો પુનઃનિર્માણ કાર્યક્રમ હેઠળ 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી.
  • રાજ્યની રચના માટે મહાગુજરાત આંદોલનની રચના કરવામાં આવી હતી.
  • આંદોલનના મુખ્ય નાયક ઈન્દુલાલ યાજ્ઞિક હતા, જે ઈન્દુચાચા તરીકે જાણીતા હતા
  • ભાષાના આધારે અલગ થનારુ ગુજરાત ભારતનું બીજું રાજ્ય હતું. ઉલ્લેખીય છે કે, ભાષા આધારે અલગ થનારૂ પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ હતું.
Gujarat foundation day 2022

આઝાદી બાદનું ગુજરાત

ભારતને 1947 માં આઝાદી મળી અને ભારતના ભાગલા બાદ, સરકારે ગુજરાતના રજવાડાઓને ત્રણ ભાગોમાં વિભાજિત કર્યા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઈ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ સામ્રાજ્યોને જોડવામાં આવ્યા હતા, જ્યારે મુંબઈ રાજમાં મોટાભાગના પશ્ચિમ અને મધ્ય ભારતનો સમાવેશ થતો હતો.

આઝાદી બાદ 1948માં મહાગુજરાત સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતી બોલતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગણી કરી હતી.

જોકે, 1956માં, મુંબઈ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ અને મધ્યપ્રદેશના રાજ્યોનો સમાવેશ થતો હતો. નવા મુંબઈ રાજ્યના ઉત્તર ભાગમાં ગુજરાતી બોલાતી હતી. જ્યારે બીજા ભાગની ભાષા મરાઠી બોલાતી હતી.

1 મે, 1960ના રોજ મરાઠી અલગતાવાદી ચળવળ અને મહાગુજરાત ચળવળ દ્વારા મુંબઈ રાજ્યની ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ અલગ રાજ્યોની રચના કરવામાં આવી હતી. ગુજરાતી બોલતા વિસ્તારોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થાય છે. આમ ગુજરાતને પ્રથમ વખત સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મળ્યો. અમદાવાદ ગુજરાતની પ્રથમ રાજધાની હતી. 1970માં રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી હતી.

Gujarat foundation day 2022

ગુજરાતમાં સૌથી મોટું

  • જિલ્લો (વિસ્તાર) : કચ્છ, 45,652 ચો. કિમી
  • જિલ્લો (વસ્તી) : અમદાવાદ, વસ્તી, 58,08,378
  • બ્રિજ : ગોલ્ડન બ્રિજ (ભરૂચ નજીક નર્મદા નદી પર) લંબાઈ - 1430 મીટર
  • પેલેસ : લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
  • ઔદ્યોગિક સંસ્થા : રિલાયન્સ (જામનગર)
  • ડેરી : અમૂલ ડેરી, આણંદ
  • મોટી નદી : નર્મદા, 9894 ચોરસ કિમી
  • લાંબી નદી : સાબરમતી, 320 કિમી
  • યુનિવર્સિટી : ગુજરાત યુનિવર્સિટી
  • સિંચાઈ યોજના : સરદાર સરોવર બંધ
  • બંદર : કંડલા પોર્ટ
  • હોસ્પિટલ : સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
  • શહેર : અમદાવાદ
  • રેલ્વે સ્ટેશન : અમદાવાદ
  • સરોવર : નળ સરોવર (186 ચો. કિ.મી.)
  • મ્યુઝિયમ : બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી
  • પુસ્તકાલય : સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  • દરિયાકિનારો : કચ્છ, 406 કિમી.
  • પર્વત શિખર : ગોરખનાથ (દત્તાત્રેય), ગિરનાર, ઉંચાઈ 1172 મીટર
  • વધુ મંદિરો ધરાવતું શહેર : પાલિતાણા, 863 જૈન દેરાસરો
  • લાર્જ પબ્લિશિંગ હાઉસ : નવનીત પ્રકાશન
  • ખાતરનું મોટું કારખાનું : ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ., ભરૂચ
  • ખેત ઉત્પાદન બજાર : ઊંઝા, મહેસાણા

ગુજરાત રાજ્ય વિશે માહિતી

  • ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે.
  • ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં 17 જિલ્લાઓ હતા.
  • ગુજરાત સ્થાપના દિવસની પ્રથમ ઉજવણી વર્ષ 1992માં અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ હતા.
  • પ્રથમ મુખ્યમંત્રી : જીવરાજ મહેતા
  • પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાઝ જંગ
  • વિસ્તારની દૃષ્ટિએ કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. જ્યારે સૌથી નાનો જિલ્લો ડાંગ છે.
  • વસ્તીની દૃષ્ટિએ અમદાવાદ સૌથી મોટો જિલ્લો છે.
  • ગુજરાતમાં બે અખાત આવેલા છે. ખંભાત અને કચ્છનો અખાત.
  • ગુજરાત રાજ્ય કુલ 1600 કિમીનો દરિયાકિનારો ધરાવે છે.
  • ગુજરાતમાં કુલ 185 નદીઓ છે. નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે.
  • ગુજરાતનું રાજ્ય ગીત "જય જય ગરવી ગુજરાત" છે, જેની રચના નર્મદે કરી છે.
  • ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે.
  • સાસણ-ગીર અભયારણ્યમાં એશિયાટીક સાયન જોવા મળે છે
English summary
know special stories about Gujarat on Gujarat foundation day 2022.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X