આકરી ગરમીમાં પાણીની જરૂરિયાતે ગીરના વનરાજને બનાવ્યા ગરીબડી ગાય

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

જંગલમાં નદી નાળા સુકાઈ રહ્યા છે, એવામાં પ્રાણીઓ પણ પાણી જોવે ત્યાં તરાપ માર્યા વિના રહી શકતા નથી.ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે. ત્યારે ગીરના સાવજ અને રાજા કહેવાતા સિંહ પણ પાણી વિના ગરીબડી ગાય જેવા બની જાય તેવી તસવીરો સામે આવી છે જંગલમાં નદી નાળા સુકાઈ રહ્યા છે, એવામાં પ્રાણીઓ પણ પાણી જોવે ત્યાં તરાપ માર્યા વિના રહી શકતા નથી. જો કે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી જ છે. તેમ છતાં રાત્રિ દરમ્યાન સિંહો શિકાર માટે દૂર દૂર જતા હોવાથી તેમને પાણીની પણ જરૂર પડે છે.

lion

વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગીરના જંગલની સરહદે આવેલા ગામોમાં અવાર નવાર આવી ચડતા હોય છે. આ ગામોમાં સિંહોને ગાય, વાછરડાં અને ભેંસ જેવો શિકાર પણ આરામથી મળી રહે છે. સાથોસાથ નજીકના ખેતરમાં પીવા માટે પાણી પણ સરળતાથી મળી રહે છે. એવામાં ખેતરોમાં ભરેલા પાણીના કુંડા પણ સિંહો માટે આશીર્વાદ સમાન બની રહે છે.

આપ જે ફોટો નિહાળી રહ્યા છો, તે ગીર ગઢડાનાં જામવાળા રોડ પરનાં એક આંબાના બગીચાનો છે. અહીં સોમવારે મોડી રાત્રે બે સિંહ શિકાર બાદ પાણી પીવા આવ્યા હતા. આંબામાં હાલ કેરીની સીઝન હોવાને કારણે ખેડૂતો રખોપુ કરતા હોય છે. સાથોસાથ આંબાની માવજત અને પાણી પણ વાળવાનું હોઈ આ આંબાના બગીચામાં પાણી પીવા આવેલા સિંહ યુગલને બેટરી ચાલુ રાખી ખેડુતે જ પોતાના મોબાઈલમાં આબાદ ઝડપ્યા હતા.

બાદમાં મોડીરાત્રે ફરીથી એક સિંહ પાણી પીવા માટે આવ્યો હતો અને જાણે પાણી પીને ખુશ થયો હોય તેમ મોજમાં આવી ખેડૂતના કેમેરા સામે જ આળોટવા લાગી મસ્તી કરવા લાગ્યો હતો. પાણી જોઇન ખુશ થયેલા નરાજે ફોટા પાડી રહેલા ખેડૂત સામે પણ વાંધો ઉઠાવ્યો નહોતો અને પાણી પીવાનું ચાલુ રાખીને બરાબર કેમેરા સામે એક પોઝ આપ્યો હોય તે રીતે ફોટો ક્લિક કરવામાં આવ્યો છે. આમ તો સરકાર દ્વારા જંગલમાં નાની નાની તળાવડીઓ ભરીને પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ ગરમીના સમયમાં દૂર નીકળી આતા સાવજોએ ઘણી વાર પાણી વિના ટળવળવું પડે છે ત્યારે આ દ્રશ્યો સર્જાતા હોય છે.

English summary
Lion : Hot summer affecting wildlife of Gir. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.