માડમ વિ. માડમઃ જામનગરમાં કાકાનો પડશે પંજો કે ભત્રીજીનો લહેરાશે ભગવો?

Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2014 જેમ જેમ નજીક આવી રહી છે, દેશભરમાં ચૂંટણી માહોલ છવાઇ રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે ભાજપના પીએમ પદના ઉમેદવાર હોવાથી ગુજરાત પર દેશના રાજકિય વિશ્લેષકોનું અને ચૂંટણી રસિકોનું વિશેષ ધ્યાન જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં 26 બેઠકોમાંથી સૌથી વધારે બેઠકો પર કમળનો કબજો જમાવવા માટે મુખ્યમંત્રી એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.

જે બેઠકો પર કોંગ્રેસના કદાવર નેતા અને સાંસદ ચૂંટાતા આવ્યા છે, એ બેઠકો પર ભાજપના મજબૂત નેતાઓ મુકીને તેમને બરોબરીની ટક્કર આપવાની યોજના ભાજપ દ્વારા બનાવી લેવામાં આવી છે, તો બીજી તરફ કોંગ્રેસનો ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપીને એ ગઢને ભાજપનો ગઢ બનાવવાની તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે. આજે વાત જ્યારે જામનગર બેઠકની કરવામાં આવી રહી છે, ત્યારે આ બેઠક આપ મેળે જ ખાસ બની ગઇ છે. એક તરફ આ બેઠક પરથી સતત બે વાર વિજેતા બનેલા વિક્રમ માડમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે, તો બીજી તરફ ભાજપ દ્વારા વિક્રમ માડમનો ખેલ બગાડવા માટે તેમના ભત્રીજી અને ખંભાળિયાના ધારાસભ્ય પૂનમ માડમને ટિકિટ આપવામાં આવી છે.

જે પ્રકારનો દેશમાં માહોલ સર્જાયો છે અને ચારેકોર મોદીની લહેર જોવા મળી છે, ત્યારે જામનગરમાં વિક્રમ માડમને પૂનમ માડમ મજબૂત પડકાર આપશે તેમાં કંઇ કહીં શકાય નહીં, પરંતુ આ બેઠકમાં મુસ્લિમ મતો ભાજપની બાજી કદાચ બગાડી શકે છે. જો કે તમ છતાં ઇતિહાસમાં ડોકિયુ કરીએ તો આ બેઠક એક સમયે ભાજપની હતી અને આ બેઠક પર ભાજપના ચંદ્રેશ કોરડિયા સતત પાંચ ટર્મ સુધી ચૂંટાયા હતા. જામનગર બેઠક સાથે જાડાયેલી અન્ય માહિતી તસવીરો થકી એક નજર ફેરવીએ.

જામનગર બેઠક પરના ઉમેદવારો

જામનગર બેઠક પરના ઉમેદવારો

કોંગ્રેસ તરફથી જામનગર બેઠક પર પોતાના સિટિંગ એમપી વિક્રમ માડમને ટિકિટ આપવામાં આવી છે, જેની સામે ભાજપ દ્વારા ખંભાળિયાના ધારસાભ્ય પૂનમ માડમને મેદાને ઉતાર્યા છે. નોંધનીય છે કે પૂનમ માડમ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને ત્યારથી જ એ આશંકાઓ લગાવવામાં આવી રહી હતી કે વિક્રમ માડમ સામે તેમને લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવશે. જેથી આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે. આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો ‘આપ' દ્વારા રાજેન્દ્ર સિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે.

જ્ઞાતિ આધારિત મતો

જ્ઞાતિ આધારિત મતો

આ બેઠક પર જ્ઞાતિ આધારિત મતોની વાત કરવામાં આવે તો મુસ્લિમો આ બેઠક પર નિર્ણાયક સાબિત થઇ શકે છે. આ બેઠક પર મુસ્લિમોના 11.81 ટકા મત, લેવા પટેલના 10.7, આહીરના 9.72, કડવા પટેલના 4.51, બ્રાહ્મણના 4.51, દલિતના 8.33, રાજપૂતના 8.33 મતો છે.

વર્ષ આધારિત નજર

વર્ષ આધારિત નજર

1962

કોંગ્રેસઃ- મનુભાઇ શાહ- 122628
સ્વતંત્રઃ- મગનલાલ જોશી- 48476
તફાવતઃ- 74152

1967
સ્વતંત્રઃ- એન. દાંડેકર- 111636
કોંગ્રેસઃ- એમ.એમ શાહ- 98603
તફાવતઃ- 13033

1971
કોંગ્રેસઃ-દૌલતસિંહ જાડેજા- 145277
સ્વતંત્રઃ- જગુભાઇ દોહી-61333
તફાવતઃ- 83944

વર્ષ આધારિત નજર

વર્ષ આધારિત નજર

1977
બીએલડીઃ- વિનોદ શેઠ-121790
કોંગ્રેસઃ- દૌલતસિંહ જાડેજા-119120
તફાવતઃ-2670

1980
કોંગ્રેસઃ- દૌલતસિંહ જાડેજા-133978
જનતા પાર્ટીઃ- વિનોદ શેઠ- 76191
તફાવતઃ- 57787

1984
કોંગ્રેસઃ- દૌલતસિંહ જાડેજા-177317
આઇએનડીઃ- ચેલુભાઇ રામભાઇ- 154227
તફાવતઃ- 23090

વર્ષ આધારિત નજર

વર્ષ આધારિત નજર

1989
ભાજપઃ- ચંદ્રેશ કોરડિયા-182356
કોંગ્રેસઃ- દૌલતસિંહ જાડેજા- 136782
તફાવતઃ- 45574

1991
ભાજપઃ- ચંદ્રેશ કોરડિયા- 178027
જનતાદળઃ- ઉર્મીલાબેન પટેલ- 131307
તફાવતઃ- 46720

1996
ભાજપઃ- ચંદ્રેશ કોરડિયા- 156540
કોંગ્રેસઃ- ભીખુભાઇ આહિર- 134793
તફાવતઃ- 21747

વર્ષ આધારિત નજર

વર્ષ આધારિત નજર

1998
ભાજપઃ- ચંદ્રેશ કોરડિયા- 231124
કોંગ્રેસઃ- ભીખુભાઇ આહિર- 171005
તફાવતઃ- 60119

1999
ભાજપઃ- ચંદ્રેશ કોરડિયા- 190726
કોંગ્રેસઃ- રાઘવજી પટેલ- 154957
તફાવતઃ- 35769

વર્ષ આધારિત નજર

વર્ષ આધારિત નજર

2004
કોંગ્રેસઃ- વિક્રમ માડમ- 204468
ભાજપઃ- ચંદ્રેશ કોરડિયા- 198875
તફાવતઃ- 5593

2009
કોંગ્રેસઃ- વિક્રમ માડમ- 281410
ભાજપઃ- રમેશ મુંગરા- 254992
તફાવતઃ- 26418

English summary
vikram madam or poonam madam who will get victory on jamnagar constituency of lok sabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X