જેલમાંથી બહાર આવીને હાર્દિક પટેલ, કિંજલ જોડે કરશે મનમેળ

હાર્દિક પટેલ ફરી એક વાર સમાચારોમાં છે પણ આ વખતે તે તેના આંદોલન કે અનામતના કારણે નહીં પણ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવ્યો છે. હાર્દિક પટેલ કિંજલ દિલિપભાઇ પરીખ નામની એક યુવતી જોડે સગાઇ કરવાનો છે. અને આ સગાઇ ત્યારે જ થશે જ્યારે હાર્દિક જેલમાંથી બહાર આવશે. આ અંગે હાર્દિક પટેલના પરિવાર પણ હામી ભરી છે.

નોંધનીય છે કે આ પહેલા પણ હાર્દિકની ગર્લફ્રેન્ડ કોણ છે તે સવાલ પર વિવાદ થયો હતો. હાર્દિકના વકીલ કોર્ટમાં જણાવ્યું હતું કે હાર્દિકની પર્સનલ લાઇફ અંગે પોલીસ તેને અટપટા સવાલો પૂછીને તેને ખોટી રીતે હેરાન કરી રહી છે. તો સામે પક્ષે હાર્દિકે પણ કહ્યું હતું કે તેની કોઇ ગર્લફ્રેન્ડ નથી. ત્યારે ફિલ્મ પાવર ઓફ પાટીદારની જાહેરાત બાદ આ મુદ્દે ફરી ચર્ચાઓ થઇ હતી. અને છેવટે હવે આ વાત કર્ન્ફર્મ થઇ ગઇ છે કે હાર્દિક જે છોકરીને પ્રેમ કરતો હતો તેની સાથે સગાઇ કરવાનો છે.

કિંજલ પરીખ

કિંજલ પરીખ

મૂળ વિરમગામ રહેવાસી તેવી કિંજલ પરીખ છે હાર્દિક પટેલની થવાના વાળી મંગેતર. એટલું જ નહીં આ યુવતીએ હાર્દિકના મનમાં તો જગ્યા મેળવી જ લીધી છે સાથે જ બન્ને પરિવારોની પર આ સંબંધે હા છે.

પ્રેમ

પ્રેમ

હાર્દિક પટેલ અને કિંજલ એકબીજાના અનામત અંદોલન શરૂ થયું તે પહેલાથી જ પસંદ કરે છે. અને તેમની સગાઇ પણ થવાની હતી પણ રાજદ્રોહના કારણે હાર્દિકની અટક થતા સગાઇ મોકૂફ રાખવામાં આવી છે.

જેલમાં પણ મનથી સાથે

જેલમાં પણ મનથી સાથે

નોંધનીય છે કે હાર્દિકના પિતાએ પણ તે વાત સ્વીકારી છે કે જેલમાં પણ કિંજલ અને હાર્દિક વચ્ચે પત્રવ્યવહારથી વાતચીત ચાલુ જ છે. અને ભલે હાર્દિક જેલમાં હોવાથી એકબીજાથી દૂર છે પણ અનામત આંદોલન મામલે હાર્દિકને કિંજલ સાથ મળે જ છે.

જેલથી બહાર આવીને સગાઇ

જેલથી બહાર આવીને સગાઇ

હાર્દિકના માતા-પિતાએ તે વાતની હામી ભરી છે કે જ્યારે પણ હાર્દિક જેલમાંથી બહાર આવશે ત્યારે તેની અને કિંજલ પરીખની સગાઇ કરવામાં આવશે.

પાવર ઓફ પાટીદાર

પાવર ઓફ પાટીદાર

હાર્દિક પટેલ અને અનામત આંદોલન પર બનતી ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદારમાં પણ કિંજલના પાત્રને વળી લેવામાં આવ્યું છે. કોલેજમાં હાર્દિકને એક તરફો પ્રેમ કરતી યુવતી પાત્ર ગુજરાતી અભિનેત્રી હાર્દિકા જોષી ભજવવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X