ગીરસોમનાથ જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર વેચાણ કરતા રાંધણગેસની બોટલો પકડી પાડી. ઘર વપરાશના રાંધણ ગેસ તેમજ કોમર્શિયલ સિલિન્ડર સિલિન્ડર સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગીરસોમનાથ જિલ્લામાં પુરવઠા વિભાગના અધિકારીઓએ દરોડા પાડી ગેરકાયદે વેચાણ થતાં રાંધણ ગેસની બોટલો કબજે કરી છે. નોંધનીય છે કે ગીર સોમનાથમાં કરિયાણાની દુકાનમાં જ ગેરકાયદેસર રાંધણ ગેસની બોટલ વેચાતી હોવાની બાતમીના આધારે પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં પુરવઠાના અધિકારીઓએ 11 જેટલી રાંધણગેસની બોટલ જપ્ત કરી છે.
પ્રભાસ પાટણના જુના મ્યુઝિયમ પાસે આવેલ શક્તિ કારીયાના ભંડાર નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસની બોટલ બેચાતી હતી. જેની બાતમીના આધારે દુકાન સંચાલક પવન વધવાની નામના વ્યક્તિને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ જ્યાં સરકાર ઉજજ્વલા યોજના હેઠળ ગેસની સબસીડી છઓડવા માટે કહી રહી છે અને બીજી તરફ આ સિલિન્ડર બાબતે થતા ગોરખધંધાની જાણથી સ્થાનિક નાગરિકો પણ રોષે ભરાયા હતા. તેમજ તેમણે જણાવ્યું હતું કે આ રીતે કરિયાણાની દુકાનમાં સિલિન્ડર રાખવાથી કોઈ હોનારત થાય અને આસપાસના લોકોને નુકસાન થાય તો જવાબદારી કોની રહે. તેથી તંત્રએ આવા ગેરકાયદે કામ કરાત લોકો સામે પગલાં લઇને યોગ્ય કામ કર્યું છે.