કોંગ્રેસના માળખામાં ફેરફાર, નવી જવાબદારી કોને મળી જાણો

Subscribe to Oneindia News

કોંગ્રેસે 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ પાટીદરા ફેક્ટરને ધ્યાનમાં રાખીને સિદ્ધાર્થ પટેલને ચૂંટણી પ્રચારકના અધ્યક્ષ બનાવીને મહત્વની જવાબદારી સોપવામાં આવી છે. તેમજ શક્તિસિંહ ગોહિલને મીડિયા સંકલન સમિતિની જવાબદારી સોપવામાં આવી છે. જ્યારે ચૂંટણી પ્રચાર સાહિત્યની જવાબદારી અર્જુન મોઢવાડીયાને સોપવામાં આવી છે. 10 ઉપાધ્યક્ષ, 14 મહામંત્રી, 7 પ્રવક્તા નિમાયા છે. ચૂંટણીલક્ષી 5 સમિતિઓની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 63 મંત્રીઓ, 4 એક્ઝિક્યુટિવ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. એટલું જ નહીં, 13 નવા શહેર-જિલ્લાના પ્રમુખોની પણ નિમણૂંક કરવામાં આવી છે.

congress

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સત્યજીત ગાયકવાડ, જગદીશ ઠાકોર, બાબુભાઈ માંગુકિયા, કાશ્મીરાબેન મુન્શી, પ્રવીણ રાઠોડ, વજીરખાન પઠાણ, પુનાજીભાઈ ગામીત, ભીખુભાઈ વરોતરિયા, ધીરુભાઈ ગજેરા અને જશોદાબેન પરમારની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે ડો. વિજય દવે, હિમાંશુ વ્યાસ, શશીકાંત પટેલ, મનુસિંહ પરમાર, ઇકબાલ શેખ, બ્રેજેશ મેરજા, પરિમલ સોલંકી, કનુભાઈ વાઘેલા, પ્રહલાદ પટેલ, બાબુભાઈ કાપડિયા, પી.કે.વાલેરા, માનસિંહ ડોડિયા, ગોપાલસિંહ રાઠોડ, અને દિલીપ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા તરીકે અમીબેન યાજ્ઞિક, બદરુદ્દીન શેખ, જયરાજસિંહ પરમાર, કૈલાશ ગઢવી, રાજન પ્રિયદર્શી, પરાંજયાદિત્યાસિંહ પરમાર, નૈશત દેસાઇની નિણૂંક કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અજીત ભાટી , મહિસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હરજીવનભાઈ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ધર્મેશ પટેલ, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે જે.ટી.પટેલ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પદે પ્રશાંતભાઈ, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે જગદીશ પટેલ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વોરા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે લલિત કાગથરા, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે સતિષ વીરદાની વરણી કરવામાં આવી છે.

English summary
Major changes happened in the structure of Gujarat CongressRead more information

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.