રેડ મિરચી સોફ્ટવેરથી ઇ-ટિકિટ બુક કરતો યુવક ઝડપાયો

Subscribe to Oneindia News

રેલવે દ્વારા પ્રતિબંધિત રેડ મિરચી સોફ્ટવેરનો ઉપયોગ કરી પર્સનલ આઇડીથી ઈ-ટિકિટ બુક કરતા 28 વર્ષીય યુવકને મણિનગર આરપીએફે ઝડપી પાડ્યો હતો. આ યુવક પાસેથી પોલીસે 2.96 લાખની ઈ-ટિકિટ તથા લેપટોપ સહિતના મુદ્દામાલ મળી કુલ રૂ. 3 લાખથી વધુની મતા જપ્ત કરી છે. પ્રતિબંધિત રેડ મિરચી સોફ્ટવેરનો ઉપયોગ કરી 3 લાખથી વધુ કિંમતની ઈ-ટિકિટો સાથે એજન્ટ ઝડપાયો હોવાની અમદાવાદ ડિવિઝનની આ પ્રથમ ઘટના છે.અમદાવાદ ડિવિઝનના સિનિયર ડીએસસી સત્યપ્રકાશે જણાવ્યું કે, કૃષ્ણનગર નજીક ચિંતન ફ્લેટમાં આવેલી મહાવીર ટ્રાવેલ સર્વિસ ખાતેથી કન્ફર્મ ઈ-ટિકિટો બુક કરી પેસેન્જરો પાસેથી ટિકિટ દીઠ 200થી 500 રૂપિયા વધારે વસૂલાતી હોવાની મણિનગર આરપીએફના પીઆઇ ડી. જે. સિસોદિયા અને પીએસઆઇ સંજય યાદવને બાતમી મળી હતી.

rail ticket

દરોડો પાડતી વખતે પોલીસને રૂ. 2.96 લાખથી વધુ કિંમતની દેશનાં અલગ અલગ શહેરો માટે બુક થયેલી 108 જઈ-ટિકિટો મળી હતી. આ કેસમાં પોલીસે ભૂમિત દોશીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં યુવકે કબૂલ્યું કે, તે રેડ મિરચી સોફ્ટવેરનો ઉપયોગ કરી બુકિંગ શરૂ થાય ત્યારે ઝડપથી વધુ ને વધુ કન્ફર્મ ટિકિટો બુક કરી પેસેન્જરો પાસેથી વધુ ચાર્જ વસૂલતો હતો. આ ગુનામાં થતી સજા 7 વર્ષથી ઓછી હોવાના કારણે કોર્ટે તેને જામીન પર છોડી દીધો હતો.

Read also: અમદાવાદઃ પોલીસે NIDના વિદ્યાર્થીઓને દારૂ પીતા ઝડપ્યા

રેડ મિરચી સોફ્ટવેર આ રીતે કામ કરે છે
કોઈ પણ મુસાફર 1 પ્રયાસમાં 1 જ ટિકિટ બુક કરાવી શકે છે, પરંતુ રેડ મિરચી સોફ્ટવેરમાં 1 જ પ્રયત્નમાં 8-10 ટિકિટ બુક કરાવી શકાય છે. જનરલ બુકિંગની પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી અને તત્કાલ બુકિંગની પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરૂ થાય છે. ત્યાર પછી જ ટિકિટ બુક કરી શકાય છે, પરંતુ આ સોફ્ટવેર થકી એજન્ટો બુકિંગના સમય પહેલાંથી જ ટિકિટ માટેની તમામ વિગતો ભરતા હોય છે. આથી બુકિંગનો સમય શરૂ થતાંની સાથે જ આવા એજન્ટોની ટિકિટ પહેલાં બુક થઈ જતી હોય છે.

English summary
Ahmedabad: man arrested for booking train tickets through prohibited red mirchi tatkal software
Please Wait while comments are loading...