For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલ સહીત અનેક સમર્થકોની અટકાયત કરવામાં આવી

હાર્દિક પટેલને 25 ઓગસ્ટ દરમિયાન આમરણ ઉપવાસ કરવાની મંજૂરી નથી આપવામાં આવી, જેના કારણે આજે તેઓ કોઈ પણ મંજૂરી વિના એક દિવસમાં પ્રતીક ઉપવાસ પર છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હાર્દિક પટેલને 25 ઓગસ્ટ દરમિયાન આમરણ ઉપવાસ કરવાની મંજૂરી નથી આપવામાં આવી, જેના કારણે આજે તેઓ કોઈ પણ મંજૂરી વિના એક દિવસમાં પ્રતીક ઉપવાસ પર છે. પોલીસે તેમની અટકાયત કરી છે. હાર્દિક પટેલ અને તેમના સમર્થકો નિકોલ જતા હતા તેવા સમયે તેમની અટકાયત કરવામાં આવી છે.

વાંચો: 25 ઓગસ્ટથી હાર્દિક પટેલ ફરીથી કરશે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત

ઘરની સામે પોલીસનો કાફલો

ઘરની સામે પોલીસનો કાફલો

પોલીસે જયારે અટકાયત કરી ત્યારે હાર્દિક પટેલના સમર્થકો ઘ્વારા બોલાચાલી કરવામાં આવી અને સુત્રોચાર પણ કરવામાં આવ્યા. આ પહેલા હાર્દિક પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ તેમના સમાજના હિત માટે ઉપવાસ કરી રહ્યા છે આખરે સરકાર તેમના ઉપવાસથી કેમ ગભરાઈ રહી છે. હાર્દિક પટેલે જણાવ્યું કે તેમના ઘરની સામે પોલીસનો કાફલો ઉભો કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં લોકશાહી નહીં પરંતુ તાનાશાહી

ગુજરાતમાં લોકશાહી નહીં પરંતુ તાનાશાહી

હાર્દિકે જણાવ્યું કે પોલીસ ખોટી રીતે મારી અટકાયત ના કરી શકે. હાર્દિક પટેલે જણાવ્યું કે નિકોલ કે સુરતમાં પરિસ્થિતિ ખરાબ ના થાય તેના માટે હું મારા ઘરની બહાર ઉપવાસ કરીશ. ગુજરાતમાં લોકશાહી નહીં પરંતુ તાનાશાહી જેવી સ્થિતિ થશે.

130 કરતા પણ વધારે આંદોલનકારીઓની અટકાયત

હાર્દિક પટેલે ટવિટ કરીને જણાવ્યું કે એક દિવસના ઉપવાસ આંદોલન રોકવા માટે અત્યારસુધીમાં 130 કરતા પણ વધારે આંદોલનકારીઓની અટકાયત કરી છે. 200 કરતા પણ વધારે પોલીસ મારા ઘર પાસે ગોઠવી દેવામાં આવી છે. તેમને કહ્યું કે ભાજપા ઉપવાસ આંદોલનથી કેમ આટલી ગભરાય છે.

English summary
Many supporters including Hardik Patel were detained
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X