મોદી વિરોધી ઝડફિયા જોડાશે ભાજપમાં!

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, મળતી માહિતી અનુસાર પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલે જીપીપીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પક્ષના પ્રમુખ અને મોદી વિરોધી ગોરધન ઝડફિયા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા જાગી છે. ઝડફિયા આગામી 25 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ છે. આ અંગે ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઝડફિયા બાપુનગરમાં યોજાનારી જંગી સભામાં ભાજપમાં પુનરાગમન કરશે અને જીપીપીનું ભાજપમાં વિલીનીકરણ થઇ જશે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

મોદી વિરોધી ઝડફિયા જોડાશે ભાજપમાં!

મોદી વિરોધી ઝડફિયા જોડાશે ભાજપમાં!

મળતી માહિતી અનુસાર પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલે જીપીપીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પક્ષના પ્રમુખ અને મોદી વિરોધી ગોરધન ઝડફિયા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા જાગી છે. ઝડફિયા આગામી 25 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ છે. આ અંગે ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઝડફિયા બાપુનગરમાં યોજાનારી જંગી સભામાં ભાજપમાં પુનરાગમન કરશે અને જીપીપીનું ભાજપમાં વિલીનીકરણ થઇ જશે.

નારાયણને આસરો આપનાર મેરઠનો પરિવાર થયો હાજર

નારાયણને આસરો આપનાર મેરઠનો પરિવાર થયો હાજર

સુરત બળાત્કાર કેસ અને લાંચ કાંડમાં ફસાયેલા નારાયણ સાંઇને મદદ કરનાર અને આસરો આપવાના આરોપમાં ફસાયેલા મેરઠના દિવાન પરિવારની સીઆરપીસી 162 મુજબ સુરત બોલાવી પૂછપરછ કરવામાં આવી છે. મેરઠના દિવાન પરિવારની વહુના નામે નોંધાયેલી કારમાં કુરુક્ષેત્ર ખાતે નારાયણ સાંઇની ધરપકડ કરવામાં આવી હતી.

ડીજેના તાલે ડાન્સ બાબતે બબાલ, એકની હત્યા

ડીજેના તાલે ડાન્સ બાબતે બબાલ, એકની હત્યા

વડોદરામાં ગોત્રી ઇએસઆઇ હોસ્પિટલ પાસે લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ડાન્સ કરતીવેળા યુવકો વચ્ચે બબાલ થઇ હતી. બબાલે હિંસક રૂપ ધારણ કતા એક શખ્સે યુવકને ખંજરના ખા ઝીકી હત્યા કરી નાંખી હતી, જ્યારે બીજાને હાથમાં ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગોત્રી પોલીસે હત્યાનો ગુનો નોંધી ચાર લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

માનવતા નેવે મુકાઇઃ વૃદ્ધા, દિકરી અને વહુ કરાઇ નિર્વસ્ત્ર

માનવતા નેવે મુકાઇઃ વૃદ્ધા, દિકરી અને વહુ કરાઇ નિર્વસ્ત્ર

મેઘરજના રાજગોળ ગામે ભાઇની જમીન પડાવી લેવા માટે જેઠ તથા દિયરે મૃતક ભાઇની પત્ની, દિકરી અને વહુને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી હતી, તથા હત્યા કરી દેવાની ધમકી આપી હતી. જે મામલે પીડિત વૃદ્ધાએ ચાર મહિલાઓ સહિત 16 વ્યક્તિઓ સામે ઇસરી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

અડાલજઃ લગ્નમાં ક્રેઇન પડતાં એકનું મોત

અડાલજઃ લગ્નમાં ક્રેઇન પડતાં એકનું મોત

અડાલજના શ્રેા ફાર્મ ખાતે લગ્ન પ્રસંગમાં નવવધૂને ક્રેઇનમાં મંડપ સુધી લાવતી વખતે ક્રેઇનનો થાંભલો તૂટી જતા એક શ્રમજીવીનું મોત નીપજ્યું હતું, જ્યારે બેને ગંભીર ઇજાઓ થતાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જો કે સદભાગ્યે નવવધૂને કોઇ ઇજા થઇ નહોતી.

English summary
may gordhan zadafia rejoin bjp. here is the top news of gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.