50 વર્ષથી લઘુમતીઓનો વિકાસ કોંગ્રેસે રોક્યો છે: CM

Subscribe to Oneindia News

આજે યોજાયેલા લઘુમતી અને વિકલંગોને ચેક વિતરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કાર્ય હતા. વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, 50 વર્ષથી જો લઘુમતી સમાજ પાછળ રહ્યું હોય, તો તેના માટે કોંગ્રેસ જવાબદાર છે. કોંગ્રેસે અત્યાર સુધી લઘુમતી અને મુસ્લિમ સમાજને માત્ર વોટ બેંક જ ગણી છે. વિજય રૂપાણીએ ગુજરાતમાં વસતા લઘુમતી લોકો અંગે જણાવતા કહ્યું કે, અન્ય રાજયની સરખામણીએ ગુજરાતની પરિસ્થિતિ ઘણી સારી છે.

vijay rupani

પહેલા પણ કોંગ્રેસની કેન્દ્રમાં રહેલી સરકારે બનાવેલી સંચાર સમિતિએ પણ એ સમયે નોંધ લેવી પડી છે કે, ગુજરાતમાં લઘુમતી સમુદાયનો વિકાસ નોંધપાત્ર પ્રમાણમાં થયો છે. વિજય રૂપાણીએ આ પ્રસંગ ભાજપ સરકારના વખાણ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગરીબોની સરકાર છે. રાજ્યમાં કોઈ નાગરિક ભુખ્યો ના સુવે તેની ચિંતા કરે છે. વધુમાં વિકલાંગો અને લધુમતીઓના આર્થિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે સીધા ધિરાણના ચેક વિતરણના કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી મુક્તાર અબ્બાસ નકવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Minorities was not gets development because of congress : Vijay Rupani
Please Wait while comments are loading...