For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પર્યટકોને માટે મોઢેરા સૂર્ય મંદિર જવાનું વધુ સુગમ બનશે

|
Google Oneindia Gujarati News

modhera-sun-temple
મહેસાણા, 15 એપ્રિલ : મહેસાણા જિલ્લાના મોટપ ચાર રસ્તા ખાતે 20 કરોડના ખર્ચે મહેસાણા - મોઢેરા પ્રવાસીરોડનું ખાતમુર્હુત વિધિ નાણા મંત્રી નિતીન પટેલ, મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ અને ગૃહમંત્રી રજનીકાન્ત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કારણે નવો રસ્તો બનતા મોઢેરા સૂર્ય મંદિર જવા ઇચ્છતા દર્શનાર્થીઓ અને સહેલાણીઓને વધારે સુગમતા રહેશે. જો કે આ સુગમતા મેળવવા માટે તેમણે દોઢ વર્ષ રાહ જોવી પડશે.

મહેસાણા - મોઢેરા રસ્તાને પહોળો કરી 18 માસની સમય મર્યાદામાં પુર્ણ કરાવનો કરાર થયો છે. 07 મીટરના ડામર સપાટીવાળા રસ્તાને 10 મીટર પહોળો કરવામાં આવશે. આ પ્રસંગે એજન્સીના રણજીત બિલ્ડકોન દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂપિયા 51 હજારનો ચેક મંત્રીને આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાણા અને આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રાથમિક તેમજ માળખાકીય સુવિધાઓ આપવા ઉપરાંત માનવસેવાનું કાર્ય કરે છે. મહેસાણા જિલ્લામાં ડાયાલીસીસના દર્દીઓ માટે ટુંક સમયમાં 10 નવીન ડાયાલીસીસ મશીનો આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

મહિલા સશક્તિકરણ ક્ષેત્રે વાહન વ્યવહાર વિભાગમાં 250 મહિલા કંડકટરોની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યની મુલાકાત લેતા મુલાકાતીઓ વિવિધ વિભાગોના કામગીરીની પ્રશંસા કરે છે. રાજ્ય સરકારની કામગીરીનો અમુક તત્વો દુષપ્રચાર કરી રહ્યા છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

લોકાયુક્ત બાબતે તેમણે જણાવ્યું હતું કે 1986ના કાયદાને સુધારીને નવો કાયદો અમલમાં મુકયો છે. જેમાં મુખ્યમંત્રી સામે પણ તપાસ કરી શકાશે અને અહેવાલ મંગાવી શકાશે જ્યારે લોકપાલમાં વડાપ્રધાનને આવરી લેવામાં આવ્યા નથી. આ ઉપરાંત રાજ્ય સરકારે 06 લાખ કર્મચારીઓની તપાસ લોકાયુક્તમાં થાય તેવી જોગવાઇ કરી છે.

મહેસાણા મોઢેરા રોડના કામોના આ પ્રસંગે મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સમ્રગ દેશને દિશા દર્શન કરે છે. પાણી, ઘાસ અને કામ બાબતે તમામ કલેકટરો તેમજ મ્યુનિ કમિશ્નરોને તાકીદ કરી છે તેમ જણાવ્યું હતું.

ઇમ્પેકટ ફી કાયદા બાબતે જણાવ્યું હતું કે 13 ઓગષ્ટ સુધીની મુદ્ત આપવામાં આવી છે. આ બાબતે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરાવાવના છે. તેમજ ઇમ્પેકટ ફીના કેટલા ફોર્મ ભરાયા તેની માહિતી દર મહિનાની 01 અને 15 તારીખે ફેક્સ કરવા પણ તાકીદ કરી હતી.

ઇમ્પેકટ ફીના સુધારા કાયદા મુજબ હાઉસીંગ બો્ર્ડ, નગરપાલિકા,કોર્પોરેશન અને ઓથોરીટીની જમીનનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી જમીન પર થયેલ દબાણ આ કાયદામાં લાગું પડશે નહીં તેમણે જણાવ્યું હતું.

કુપોષણ બાબતે ચિંતા કરતાં તેમણે જણાવ્યું હતું કે આમાંથી બહાર આવવા આપણે સહિયારો પ્રયાસ કરવાનો છે. આ માટે તેમણે કાર્યક્રમમાં આપેલ મગ આંગણવાડી બેહનોને વિતરણ કરવાની સુચના આપી હતી.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી રજનીકાન્ત પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં દરેક વિભાગમાં સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. આજે આપણે ભૌતિક વિકાસ અનુંભવીએ છે તેની સાથે માનવ સંવેદનની બાબતોનો પણ રાજ્ય સરકાર અગ્રેસર રહી છે. જેમાં બેટી બચાવો, કન્યા કેળવણી, કુપોષણ, શાળા આરોગ્ય કાર્યક્ર સહિત વિવિધ બાબતોની વાત કરી હતી.

આ પ્રસંગે સાંસદ જયશ્રીબેન પટેલ, માજી મંત્રી ખોડાભાઇ પટેલ, કલેકટર રાજકુમાર બેનીવાલ, જિલ્લા વિકાસ અધિકારી એચ.એન.ઠક્કર, કાર્યપાલક ઇજનેર બી.એચ.કડીયા સહિત જિલ્લાના અધિકારી, પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા.

English summary
Modhera Sun Temple will be easily accessible to tourists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X