• search

‘મુઝે મા ગંગાને બુલાયા હે’ મોદીએ કહ્યું, ‘મા ગંગા મને માફ કરે’

By Super
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગાંધીનગર, 8 મેઃ જેમ જેમ લોકસભા ચૂંટણીના અંતિમ અને મહત્વના તબક્કાના મતદાનની તારીખ નજીક આવી રહી છે. વારાણસીનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. વારાણસી આ વખતે પહેલીવાર કોઇ સાંસદ નહીં પરંતુ દેશા વડાપ્રધાનને ચૂંટવા માટે 12મી મેના રોજ મતદાન કરવાનું છે, પરંતુ તેના પહેલા વારાણસીનું રાજકારણ ચર્ચામાં આવી ગયું છે. રાહુલ ગાંધીને ચૂંટણી સભા કરવાની મંજૂરી આપવી અને નરેન્દ્ર મોદીને રેલી કરવા માટે મંજૂરી નહીં આપવાના કારણે ભારતીય જનતા પાર્ટી આકરા પાણીએ છે, ભાજપે વારાણસીની બીએચયુ ખાતે ધરણા સાથે સત્યાગ્રહ કરવાની તથા દિલ્હીમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચના આ પગલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે અને મા ગંગાની માફી માગી છે.

  એક તરફ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચના આ પ્રકારના બેવડા વલણ સામે સત્યાગ્રહ પર ઉતરી રહ્યું છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ટ્વીટર થકી પોતાની વાત રજૂ કરી છે. તેમણે ટ્વીટર થકી મા ગંગાની માફી માગી છે અને કાર્યકર્તાઓને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. તેમણે ચૂંટણી પંચ પર નિશાન તાક્યું છે અને નિષ્પક્ષ કાર્ય નહીં કરવાની વાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. નોંધનીય છેકે નરેન્દ્ર મોદી વારાણસીમાં પાંચ કાર્યક્રમ કરવાના હતા અને માં ગંગાની આરતીમાં હાજરી આપવાના હતા, પરંતુ ગઇ કાલે મોડી રાત સુધી ડીએમ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી અને મોડેકથી મંજૂરી આપવામાં આવતા મોદીએ પોતાના અન્ય કાર્યક્રમો રદ કરવા પડ્યા છે અને તેઓ હવે માત્ર રોહાનિયામાં ચૂંટણી સભા સંબોધવાના છે. મોદી દ્વારા કરવામાં આવેલી ટ્વીટ વાંચવા માટે તસવીરો પર ક્લીક કરો.

  મોદીએ મા ગંગાની માંગી માફી

  મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું છેકે આરતીમાં ભાગ નહીં લઇ શકવા બદલ હું મા ગંગાની માફી માગું છું. હું પ્રાર્થના કરું છું કે આ લોકોને એ વાત સમજાય કે માતાનો પ્રેમ રાજકારણથી પર હોય છે.

  મોદીએ ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

  મોદીએ ચૂંટણી પંચ પર નિશાન સાધતા કહ્યું છેકે, ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષતાથી કામ કરવામાં આવ્યું નથી, જે એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે અને તેના જ કારણે અમારા કાર્યકર્તાઓને સત્યાગ્રહ કરવાની ફરજ પડી છે.

  મોદીની કાર્યકર્તાઓ શાંતિ રાખવા અપીલ

  આ સાથે મોદીએ કાર્યકર્તાઓને શાંતિ રાખવા અપીલ કરતા ટ્વીટ કરી છેકે હું મારા કાર્યકર્તા ભાઇઓ અને બહેનોને શાંતિ જાળવી રાખવા અપીલ કરું છું અને તેઓ લોકોને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે તે પ્રકારનો માહોલ જાળવી રાખે.

  ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન અને સત્યાગ્રહ

  ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન અને સત્યાગ્રહ

  ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બેનિયાબાગની રેલીને અનુમતિ નહીં આપવામાં આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ વારાણસીના નિર્વાચન અધિકારીની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ કરતા કહ્યું છેકે બેનિયાબાગમાં મોદીની રેલીને અનુમતિ નહીં આપવા વિરુદ્ધ તેઓ અને અમિત શાહ ગુરુવારે બીએચયુ બહાર ધરણા પર બેસશે અને સત્યાગ્રહ કરશે, બીજી તરફ દિલ્હીમાં હર્ષવર્ધન સહિતના ભાજપી નેતાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

  શું કહ્યું છે ચૂંટણી અધિકારીઓ

  શું કહ્યું છે ચૂંટણી અધિકારીઓ

  બેનિયાબાગની રેલીને મંજૂરી નહીં આપવા અંગે ચૂંટણી અધિકારીઓ કહે છેકે આ ગીચતાવાળો વિસ્તાર છે અને આઇબીના ઇનપુટ છેકે મોદીની સુરક્ષા ખતરામાં છે. જેને ધ્યાનમાં રાખીને મોદીને ગંગા આરતીમાં સામેલ થવા અંગે પણ મંજૂરી આપવામાં આવી નથી.

  English summary
  My profound apologies to Ganga Maa for not being able to perform Aarti today. Wish these people know that a Mother's love is above politics. Narendra modi tweeted.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more