For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એફિડેવીટ મામલો, મોદી સામે ગુનો બને છેઃ કોર્ટ

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, વડોદરા MS યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારો કરવામાં આવતા યુનવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા પર ભીખ માગવામાં આવી હતી અને ભીખમાં મળેલા પૈસા યુનિવર્સિટીને સુપરત કર્યા હતા. નરેન્દ્ર મોદીએ 2012માં યોજયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની એફિડેવીટમાં પત્ની જશોદાબેન અંગે માહિતી આપી ન હોવા અંગે કરવામાં આવેલી અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. કોર્ટે અરજી ફગાવતા કહ્યું છેકે, આ અરજી 1 વર્ષ અને 4 મહિના બાદ કરવામાં આવી છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

વડોદરાના સેફરોન કોમ્પલેક્ષમાં આગ

વડોદરાના સેફરોન કોમ્પલેક્ષમાં આગ

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેફરોન કોમ્પલેક્ષમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. બનાવની જાણ ફાયર બ્રિગડને તથા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ફસાયેલા ત્રણ લોકોને જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરાઇ છે.

ફી વધારા સામે MS યુનિ.ના વિદ્યાર્થીઓએ ભીખ માગી

ફી વધારા સામે MS યુનિ.ના વિદ્યાર્થીઓએ ભીખ માગી

વડોદરા MS યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારો કરવામાં આવતા યુનવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા પર ભીખ માગવામાં આવી હતી અને ભીખમાં મળેલા પૈસા યુનિવર્સિટીને સુપરત કર્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર સાંજ સુધીમાં ફી વધારાનો મુદ્દો ઉકેલાઇ જશે તેવી શક્યતા છે.

એફિડેવીટ મામલો, મોદી સામે ગુનો બને છેઃ કોર્ટ

એફિડેવીટ મામલો, મોદી સામે ગુનો બને છેઃ કોર્ટ

નરેન્દ્ર મોદીએ 2012માં યોજયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની એફિડેવીટમાં પત્ની જશોદાબેન અંગે માહિતી આપી ન હોવા અંગે કરવામાં આવેલી અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. કોર્ટે અરજી ફગાવતા કહ્યું છેકે, આ અરજી 1 વર્ષ અને 4 મહિના બાદ કરવામાં આવી છે. મોદીએ વર્ષ 2012માં પોતાની એફિડેવીટમાં પત્ની અંગે માહિતી નહીં આપી હોવાથી રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એકટ હેઠળ કલમ નંબર 125(1) મુજબ બને છે, તેમ કોર્ટે કહ્યું છે.

રાજ્યની સંખ્યાબંધ હોસ્પિટલમાં વેટ વિભાગની તપાસ

રાજ્યની સંખ્યાબંધ હોસ્પિટલમાં વેટ વિભાગની તપાસ

રાજ્યભરમાં વેટ વિભાગ દ્વારા હોસ્પિટલોને ટાર્ગેટ બનાવીને સપાટો બોલાવવામાં આવ્યો છે. વેટ વિભાગ દ્વારા સંખ્યાબંધ હોસ્પિટલની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે અને દર્દીઓને પૂછવામાં આવી રહ્યું છેકે તેમે યોગ્ય દવા આપવામાં આવી રહી છેકે નહીં ઉપરાંત અન્ય બાબતોને લઇને પણ તપાસણી કરવામાં આવી રહી છે. જેને લઇને હોસ્પિટલ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગોધરા કેસઃ 20 આરોપીઓની સજાને પડકારતી અરજી કરાઇ

ગોધરા કેસઃ 20 આરોપીઓની સજાને પડકારતી અરજી કરાઇ

ગોધરા કાંડામાં સજા ભોગવી રહેલા 20 આરોપીઓની સજાને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જેની સુનાવણી 14 જુલાઇના રોજ હાથ ધરવામાં આવનારી છે.

English summary
Here is the list of Today's news of Gujarat. Modi False Affidavit Case, court rejected pla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X