• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુરોપિયન રાજકીય અગ્રણીઓ સાથે સ્કાઇપ થકી મોદીની ગોષ્ઠી

By Super
|
modi-gujarat
ગાંધીનગર, 9 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્કાઇપ (Skipe) ની વીડિયો ટેકનોલોજીના માધ્યમથી બેંગ્લોરમાં શ્રી શ્રી રવિશંકર આયોજિત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિષદમાં ભાગ લઇ રહેલા જર્મની, બ્રિટન, બેલ્જિયમ અને રશિયાના કાયદા નીતિ નિર્ધારકો એવા જાહેરજીવનના ગણમાન્ય આગેવાનો સાથે સંવાદ ગોષ્ઠિ કરી હતી. જેમાં વિશ્વની માનવજાત સમક્ષ પ્રવર્તમાન સમસ્યાઓના સમાધાન અને વિશેષ કરીને પર્યાવરણ સુરક્ષા તેમજ સૌર ઊર્જા સહિતની બિનપરંપરાગત ઊર્જા શક્તિના મહત્તમ વૈજ્ઞાનિક વિનિયોગ અંગે ગુજરાત સરકારે જે વિવિધ પહેલ કરી છે તેની સફળ ભૂમિકા અંગે સંવાદ કર્યો હતો.

બેંગ્લોરમાં શ્રી શ્રી રવિશંકરે ૧૦મી કોર્પોરેટ કલ્ચર એન્ડ સ્પિરીચ્યુઆલિટી ઇન્ડીયા કોન્ફરન્સનું આયોજન કર્યું છે. જેમાં યુરોપિયન દેશોના રાજકીય આગેવાનો ભાગ લઇ રહ્યાં છે. આજે સવારે શ્રી શ્રી રવિશંકરજીએ મુખ્ય મંત્રી સાથે યુરોપિયન દેશોના ચૂંટાયેલા આગેવાનોની સાથે આ સંવાદ ગોષ્ઠિ કરવાનું નિમંત્રણ આપ્યું હતું અને તેની ફલશ્રુતિરૂપે સ્કાઇપના માધ્યમથી આ સંવાદ યોજવામાં આવ્યો હતો.

આ સંવાદમાં મુખ્ય મંત્રી સાથે જર્મનીના પ્રસિદ્ધ રાજકીય આગેવાન અને યુરોપિયન પાર્લામેન્ટની પર્યાવરણ, જાહેર આરોગ્ય અને ખાદ્યસુરક્ષાની સમિતિના અધ્યક્ષ શ્રીયુત જયો લિનેન (Mr. Joe Leinen), યુરોપિયન પાર્લામેન્ટના સભ્ય અને બ્રિટનની કોન્ઝરવેટીવ પાર્ટીના રાજકીય અગ્રણી નિર્જ દેવા (Mr. Nirj Deva), બેલ્જિયમ સેનેટના માનદ પ્રમુખ સુશ્રી એન્ની મેરી લિઝીન (Ms. Anne Marie Lizin) ઉપરાંત રશિયાના સાંસદ (Duma) ના ડેપ્યુટી ચીફ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા શ્રીયુત વ્લાદીસલ્વ યુર્ચિક (Mr. Vladislav Yurchik અને સાઇબીરીયાની સંસદીય સભાના સભ્ય તથા કોમ્યુનિસ્ટ પાર્ટીના આગેવાન શ્રીયુત વાલેરી સાર્જિએન્કો (Mr. Valery Sargienko) એ ભાગ લીધો હતો.

આ વિદેશના નીતિ નિર્ધારકોએ મુખ્ય મંત્રીને આગામી નવેમ્બરમાં બ્રેસલ્સમાં યોજાનારી યુરોપિયન પાર્લામેન્ટમાં ભાગ લેવાનું આમંત્રણ આપતાં જણાવ્યું કે, તેમાં ર૭ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. આ ઉપરાંત તેઓએ મુખ્ય મંત્રીને ર૦૧૩ના વર્ષમાં બ્રેસલ્સમાં યોજાનારી યુરોપિયન બિઝનેસ મીટમાં ભાગ લેવા વિશેષ આમંત્રણ આપ્યું હતું.

ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે ગુજરાતની વિકાસ યાત્રા અને વાયબ્રન્ટ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત નેતૃત્વ પુરું પાડવાની કુશળ પ્રશાસનિક કાર્યશૈલી માટે આ સભ્યોએ મુખ્ય મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

તેઓએ મુખ્ય મંત્રી પાસેથી સમસ્યાઓના સમાધાન માટે લેવાઇ રહેલા પહેલરૂપ સફળ પગલાંઓની સિદ્ધિઓની વિગતો જાણીને ખૂબ જ પ્રભાવિત થયા હતા. વિશેષ કરીને ગુજરાતે પર્યાવરણ જાળવણી અને સૌર ઊર્જા જેવા કુદરતી સંશાધનોના વિનિયોગ અંગે કરેલા આયામોની જાણકારી પણ મેળવી હતી.

મુખ્ય મંત્રીએ તેમને જણાવ્યું કે, ગુજરાત સમગ્ર એશિયાની પહેલી અને વિશ્વની ચોથી એવી સરકાર છે જેણે ક્લાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરેલો છે અને ઉત્તર ગુજરાતના રણકાંઠે ચારણકા સોલાર પાર્ક કાર્યરત કર્યો છે એટલું જ નહીં ગુજરાત સોલાર એનર્જીના ક્ષેત્રમાં રૂફ ટોપ સોલાર પોલિસી લાવી રહ્યું છે.

આ ઉપરાંત બિન પરંપરાગત ઊર્જાસ્ત્રોતોના ક્ષેત્રોમાં ગુજરાતે નવી જ પહેલ કરી છે. આ વિદેશી મહાનુભાવોએ ગુજરાતમાં ડાંગથી લઇને શ્રીલંકા સુધી રામા ટ્રેઇલ - રામ પગદંડી અને શ્રીલંકાથી ગુજરાત સુધી બુદ્ધા ટ્રેઇલ-બુદ્ધ પગદંડીના મહત્વાકાંક્ષી સાંસ્કૃતિક વિરાસતની યાત્રા માર્ગ ઉભો કરવાની નેમ રાખી છે. આ અંગે શ્રીલંકા સાથે પણ વિધેયાત્મક ધોરણે પરામર્શ થઇ રહ્યો છે.

મુખ્યમંત્રીએ ગુજરાત અને રશિયા વચ્ચેના અત્યંત પ્રાચીન સૌહાર્દપૂર્ણ સંબંધોની ભૂમિકા આપી જણાવ્યું કે, ઇતિહાસમાં રશિયાના અસ્ટ્રાખાન અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટના સંબંધો હતા. સાઇબિરીયાથી તો લાખો યાયાવર ફ્લેમિંગો પક્ષી ગુજરાતમાં આવે છે અને ગુજરાતે ફ્લેમિંગો સિટીની રચના કરવાનું આયોજન હાથ ઉપર લીધું છે.

શ્રી શ્રી રવિશંકરે ગુજરાત જે રીતે શાંતિ અને પ્રગતિના માર્ગે પ્રસ્થાન કરી રહ્યું છે, તેનું શ્રેય નરેન્દ્ર મોદીની કુશળ નેતૃત્વ શક્તિને આપ્યું હતું.

English summary
On the morning of Saturday 9th February 2013 Narendra Modi interacted with top lawmakers from various European nations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more