For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી પોતાના આ અંદાજથી જ અન્ય નેતાઓથી પડે છે જુદા!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં દેશના રાજકારણમાં સૌથી ટોપ પર સ્થાન ધરાવે છે. તેમની બોલવાની છટા, તેમની કાર્ય કરવાની ઢબ, લોકો સુધી પહોંચવાની તેમની વિવિધ પદ્ધતિઓ તેમને અન્ય નેતાઓ કરતા વધુને વધુ લોકપ્રિય બનાવે છે. સામાન્ય રીતે દરેક નેતા એવું ઇચ્છતો હોય છે કે તે લોકોમાં ખૂબ જ પ્રિય બને, પરંતુ કેટલાંક નેતાઓ માત્ર પોપ્યુલારીટી મેળવવા માટે જાતભાતના સ્ટંટ કરતા હોય છે અને મોદી લોકો માટે, લોકો થકી અને લોકોની વચ્ચે જઇને લોકોનું કામ કરે છે જેના પગલે તેઓ લોકપ્રિય બને છે. ગઇકાલે પણ તેમણે કંઇ આવું જ અને અન્ય નેતાઓથી સાવ અલગ કામ કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓ તથા સુરક્ષાકર્મી જવાનોના જે સંતાનો આ વર્ષે ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થયા છે તેમને તેમના કાર્યાલયમાં આમંત્રીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા. મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા આ કર્મયોગીઓના કુલ ૩૦ સંતાનોએ પોતાના માતા-પિતા સાથે નરેન્દ્ર મોદીને મળીને શુભેચ્છા પ્રાપ્ત કરી હતી. આ રીતે બાળકોને પોતાના મુખ્યમંત્રીને મળવાની તક સાંપડી હતી.

મુખ્યમંત્રીના કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનથી પ્રેરિત થઇને મુખ્યમંત્રી કાર્યાલયમાં સફાઇ કામદાર તરીકે ફરજરત કર્મયોગી દશરથ ઠાકોરે પણ આ વર્ષે ધોરણ-૧૦ની શાળાંત પરિક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હતી. બાળકોએ દશરથભાઇની સાથે નરેન્દ્ર મોદીને મળી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મોદીએ આ મુલાકાત અંગેની ખુશી ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પર વ્યક્ત કરી હતી. છેવાડાના માણસને, બાળકોને, યુવાનોને તેમજ દેશના નાગરિકોને અનુલક્ષીને કાર્ય કરી શકે તેવા જ પ્રધાનમંત્રીની રાહ દેશ ઝંખી રહ્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીએ ર૦૦૭માં બીજીવાર જનાદેશ મેળવી રાજ્ય શાસનનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ આ નવતર પરંપરા તેમણે શરૂ કરી છે અને કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મયોગીઓના ધોરણ ૧૦-૧રની પરિક્ષામાં ઉત્તિર્ણ થતા બાળકોને પ્રત્યક્ષ મળીને તેઓ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવીને પ્રોત્સાહિત કરે છે.

1

1

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં દેશના રાજકારણમાં સૌથી ટોપ પર સ્થાન ધરાવે છે. તેમની બોલવાની છટા, તેમની કાર્ય કરવાની ઢબ, લોકો સુધી પહોંચવાની તેમની વિવિધ પદ્ધતિઓ તેમને અન્ય નેતાઓ કરતા વધુને વધુ લોકપ્રિય બનાવે છે

2

2

મોદી લોકો માટે, લોકો થકી અને લોકોની વચ્ચે જઇને લોકોનું કામ કરે છે જેના પગલે તેઓ લોકપ્રિય બને છે.

3

3

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓ તથા સુરક્ષાકર્મી જવાનોના જે સંતાનો આ વર્ષે ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થયા છે તેમને તેમના કાર્યાલયમાં આમંત્રીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા

4

4

મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા આ કર્મયોગીઓના કુલ ૩૦ સંતાનોએ પોતાના માતા-પિતા સાથે નરેન્દ્ર મોદીને મળીને શુભેચ્છા પ્રાપ્ત કરી હતી. આ રીતે બાળકોને પોતાના મુખ્યમંત્રીને મળવાની તક સાંપડી હતી.

5

5

મુખ્યમંત્રીના કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનથી પ્રેરિત થઇને મુખ્યમંત્રી કાર્યાલયમાં સફાઇ કામદાર તરીકે ફરજરત કર્મયોગી દશરથ ઠાકોરે પણ આ વર્ષે ધોરણ-૧૦ની શાળાંત પરિક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હતી. બાળકોએ દશરથભાઇની સાથે નરેન્દ્ર મોદીને મળી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

6

6

મોદીએ આ મુલાકાત અંગેની ખુશી ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પર વ્યક્ત કરી હતી.

7

7

મુખ્યમંત્રીએ ર૦૦૭માં બીજીવાર જનાદેશ મેળવી રાજ્ય શાસનનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ આ નવતર પરંપરા તેમણે શરૂ કરી છે

8

8

કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મયોગીઓના ધોરણ ૧૦-૧રની પરિક્ષામાં ઉત્તિર્ણ થતા બાળકોને પ્રત્યક્ષ મળીને તેઓ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવીને પ્રોત્સાહિત કરે છે.

9

મોદીએ ટ્વિટર પર આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો.

10

નરેન્દ્ર મોદીએ આ અંગેનો આનંદ ફેસબુક અને ટ્વિટર પર વ્યક્ત કર્યો હતો.

English summary
Narendra Modi is very famous than other only because of his different work style.Modi extends his best wishes to the children of staff from CM Office who cleared their SSC and HSC exams. Met a safai kamdar of CMO who cleared 10th board exam this year. Glad to know that he was inspired by Kanya Kelvani & Shala Praveshotsav said Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X