• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશ માટે હું શું કરીશ, તેનુ આ ઉત્તમ ઉદાહરણ છેઃ મોદી

|

ગાંધીનગર, 24 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા રોજગારી અને પ્રશિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત યુવાનોને સંબોધિત કરવામાં આવ્યા હતા, સાથે જ સ્કીલ ડેવલોપમેન્ટને લગતા અને ગુજરાતનો યુવાન કઇ રીતે વિકાસની યાત્રામાં ભાગીદાર બની શકે તે દિશામાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કેન્દ્ર પર અને ગુજરાતના વિકાસ સામે પ્રશ્નો ઉઠાવનારા પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ગુજરાત માટે કામ કર્યું પણ દેશ માટે કેવી રીતે કરશો એવું કહેનારાઓ માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે કે આ રીતે કામ થાય.

આ મહાત્મા મંદિર બનાવ્યું આપણે તેનો સૌથી વધારે ઉપયોગ કોણે કર્યો હશે અને મારા માટે ગર્વની વાત છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કે જેમાં મોટા ઉદ્યોગકારો આવે છે, તેમણે 2011 અને 2013માં આ મહાત્મા મંદિરનો ઉપયોગ કુલ ચાર દિવસ માટે કર્યો છે. જ્યારે આઇટીઆઇના ટાબરિયાઓએ તેનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે. આંગળવાડીના વર્કરોએ સૌથી વધારે ઉપયોગ કર્યો છે, કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોએ વધારે ઉપયોગ કર્યો છે. મહાત્મા મંદિરના ઉપયોગનું એનાલિસિસ કરે તો પણ તેમને ખબર પડી જાય કે આ સરકારની પ્રાથમિકતા શું છે.

સમગ્ર વિશ્વમાં એક વિસ્તારની ચર્ચા ચાલે છે, ભૂતકાળમાં આવા શબ્દો ચાલતા નહોતા, લોકજીભે ચઢતા નહોતા. એક શબ્દ પ્રચલિત થયો છે, જોબ માર્કેટ, પણ કોઇએ વિચાર કર્યો કે આપણે તેને એડ્રેસ કર્યું છે ખરા. વિદ્યાર્થીઓ, યુવાનો પોતાની મેળે પ્રયત્ન કરતા હોય છે. યુવકને તેના નસીબ પર છોડી દેવામાં આવ્યો હતો, નસીબ જોરે મળી જાય તો ઠીક. યોજના બદ્ધ રીતે વર્તમાનમાં કેવા પ્રકારના મેન પાવરની જરૂર છે, કેવા પ્રકારની સ્કીલની જરૂર છે, આવનારા પાંચ વર્ષમાં કઇ સ્કીલનું મહત્વ છે, તેની માટે હ્યૂમન ડેવલોપમેન્ટને જોડવામાં આવે તો યુવકોને તુરત રોજગાર મળી શકે.

યુવાનોનો યોગ્ય દિશામાં ઉપયોગનું ઉદહારણ શ્રમ કૌશલ્ય પંચમ

આજે હાઉસિંગ ચાલતું હોય, મકાનો બનતા હોય પણ પ્લમ્બર ના મળે એટલે સો કરોડના પ્રોજેક્ટના મકાનો પડેલા રહે, જેના કારણે ઘણું નુક્સાન પહોંચે. કારખાનું બની જાય, મશીનો આવી જાય પરંતુ વાયરમેનના અભાવે કારખાનું ચાલું થાય નહીં, આ ડિસકનેક્શનમાં સર્વે કરવો પડે અને જરૂર શું છે તે અંગે કામ કરવું પડે. ભારત જેવો દેશ જેની પાસે 65 ટકા જેટલી જનસંખ્યા 35 વર્ષ કરતા નાની ઉમરના છે, જો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. શ્રમ કૌશલ્ય પંચમ, આપણા જે અવિરત પ્રયાસો ચાલી રહ્યાં છે, તેનો દાખલો છે.

મજૂરી કરનારાને સન્માન મળવું જોઇએ

મજૂરી કરનારાને સન્માન મળવું જોઇએ

આપણે ત્યાં સાંજ પડે દુકાનદારને ત્યાં નામુ લખનારો પાચાસ રૂપિયા કમાતો હોય તો તે મોટો દેખાય અને રિક્ષા ચલાવીને 300 રૂપિયા કમાતો હોય તો તે નાનો દેખાય. આ સમાજની માનસિકતા છે. આપણે ત્યાં મજૂરોને એટલું જ મહત્વ મળવું જોઇએ. તેથી જેટલું ધ્યાન ગુજરાતે યુનિવર્સિટી, મેડિકલ કોલેજ અને એન્જીનીયરીંગ માટે કેન્દ્રિત કર્યું છે, તેટલું જ ધ્યાન આઇટીઆઇ માટે કર્યું છે. અને તેના સુફળ આપણને મળ્યા છે.

આઇએવીકે પ્રોજેક્ટની શરૂઆત

આઇએવીકે પ્રોજેક્ટની શરૂઆત

આજે એક પ્રોજેક્ટની શરૂઆત થઇ રહી છે. આઇએવીકે. આ તદ્દન નવા પ્રકારનો અભિગમ છે અને આ પ્રયોગ આવનારા દિવસોમાં દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચશે. કારણ કે અમે ઉદ્યોગકારોને કહ્યું છે કે, તમારા કારખાનામાં એક રૂમ તૈયાર કર અને તમે જ શીખવો, અમે પ્રમાણપત્ર આપીશું. એક એવુ અદભૂત આયોજન થશે, જેમાં નોકરી ચોક્કસ મળશે અને આવા અનેક કેન્દ્રો થશે, તેમાં કેટલીક સામાન્ય બાબતો રાજ્ય સરકારના સિલેબલ્સથી ચાલશે અને અન્ય કંપનીના કાર્ય થકી, જેના કારણે ઉત્તમ પ્રકારનું માનવબળ ઉભું થશે, જે સીધો જ વિકાસની યાત્રાનો ભાગીદાર બની જશે.

સરકારનો સમગ્ર કાર્યમાં મંત્ર

સરકારનો સમગ્ર કાર્યમાં મંત્ર

મોટી મોટી હોસ્પિટલમાં પેરા મેડીકલ સ્ટાફને તૈયાર કરવા માટે અલગ આઇટીઆઇ બનાવો તેના કરતા હોસ્પિટલમાં જ એ ઉભુ કરવામાં આવે તો કેટલો બધો ઉપયોગી મેનપાવર તૈયાર થાય અને સમગ્ર કાર્યમાં મંત્ર આપ્યો છે, ઇન ધ ઇન્ડસ્ટ્રી, બાય ધ ઇન્ડસ્ટ્રી, ફોર ધ ઇન્ડસ્ટ્રી અને બીયોન્ડ ધ ઇન્ડસ્ટ્રી.

રથ સાંભળતા જ કેટલાક બીજુ વિચારવા માંડે છે

આજે કૌશલ્ય રથને પ્રયાણ કરાવ્યો, જો કે આપણે ત્યાં કેટલાક લોકોને રથ સાંભળવા મળે એટલે એ બીજું જ વિચારશે. આ રથ થકી વિવિધ ગામોના યુવાનોને ભણાવવામાં આવશે. શક્ય હશે તો આપણે ધીરે ધીરે ગુજરાતના બધા જ જિલ્લામાં કૌશલ્યનો ઉપયોગ કરીને યુવાનો તૈયાર કરવામાં આવશે, જેથી સરકારને બધા સ્થળે આઇટીઆઇ ઉભી કરવી ના પડે. આજે 15 હજાર લોકોને ઓથેન્ટિક સર્ટિફીકેટ મળવાનું છે, જેમની પાસે આ સર્ટિફીકેટ મળવાનું છે. આપણે કંઇ કહીએ તો કેટલાક લોકોને ઉંઘ નથી આવતી, તેમના પાપે આખા દેશની ઉંઘ ઉડી ગઇ છે.

કેન્દ્ર સરકારે 10 લાખ લોકોને સર્ટિફાઇડ કરવાની વાત કરી હતી

સાચું બોલીએ તો તેમને તકલીફ પડે છે અને તેમને બચાવવાવાળાને પણ તકલીફ પડે છે. ભારત સરકારે ગયા બજેટમાં જાહેરાત કરી હતી કે 1 હજાર કરોડ રૂપિયા કૌશલ્ય વર્ધન અને સ્કીલ ડેવલોપમેન્ટ કામ અંતર્ગત 10 લાખ લોકોને સર્ટિફિકેટ અને તેને લગતુ આયોજન કરવા માટે, 1 હજાર કરોડ રૂપિયા 10 લાખ લોકોને તૈયાર કરવા માટે ફાળવ્યા એ વાતને છ આઠ મહિના પૂરા થઇ ગયા છે, હવે આચાર સંહિતા આવશે એટલે પૂરું.

ગુજરાતે 15 હજાર લોકોને સર્ટિફાઇડ કર્યા

ગુજરાતે 15 હજાર લોકોને સર્ટિફાઇડ કર્યા

આખા દેશમાં 10 લાખ લોકોનો લક્ષ્યાંક હતો અને કામ થયું માત્ર 18 હજાર લોકોનું. આવડો મોટો દેશ આટલી મોટી સરકાર, આટલા બધા રૂપિયા અને પરિણામ શૂન્ય. આપણે ગુજરાતમાં આટલા બધા રૂપિયાનું પાણી કર્યા વગર એકલા ગુજરાતમાં 15 હજાર લોકોને સર્ટિફાઇડ કરવાનું કામ કરી રહ્યાં છીએ. કેટલાક લોકોને પ્રશ્ન ઉઠે છે કે તમે દેશનું કેવી રીતે કરશો. આ ઉત્તમ ઉદાહરણ છે, આ રીતે કામ થાય.

દર 15 કિ.મીએ કૌશલ્ય વર્ધન કેન્દ્ર મળશે

દર 15 કિ.મીએ કૌશલ્ય વર્ધન કેન્દ્ર મળશે

આજે એક સાથે ગુજરાતમાં 165 નવા કૌશલ્ય વર્ધન કેન્દ્રો આપી રહ્યાં છીએ, એનો એ અર્થ થયો કે તેનું નેટવર્ક 500 કરતા વધારે થઇ જશે. જેના કારણે કોઇપણ વ્યક્તિને ગામના 15 કિમીમાં કૌશલ્ય વર્ધન કેન્દ્ર મળી જશે. આ કામ એટલું ઉત્તમ છે કે, વડાપ્રધાને એવોર્ડ આપ્યો અને બીજા રાજ્યોને કહ્યું કે, ગુજરાતે કર્યું છે, તેવું કરો. વડાપ્રધાન કઇ પાર્ટીના છે એ આપણને ખબર છે, છતાં પણ કહ્યું. કહેવાનો અર્થ એ છે કે, સમગ્ર તૈયાર રાજ્યોએ સરકારોએ પોતાની પરપંરાગત વિચારધારામાંથી બહાર આવવું પડશે.

રાજ્યનું કામ વિકાસની દિશા કઇ છે તે જોવાનું છે

રાજ્યનું કામ છે કે આગામી 10-15 વર્ષ વિકાસની દિશા કઇ રહેવાની છે, કયા કયા સંશાધનોની જરૂર પડવાની છે, આર્થિક આયોજનની જરૂર પડશે, ખાણ ખનીજની જરૂરિયાત પડશે, જમીન-બિલ્ડિંગ, મશીનો જોઇશે, તેની સાથોસાથ કેવો અને કેટલો મેનપાવર જોઇશે તેનો પણ હિસાબ લગાવવો પડશે. ઘણી વાર સરકારોને ખબર ના હોય કે, ગણીતમાં જગ્યા ખાલી હોય અને ઇતિહાસના લોકો તૈયાર કર્યા હોય, આ કજોડા તૈયાર કરીને બધું બરબાદ કર્યું છે, એક વિઝન સાથે જોબ માર્કેટ એક નવું સાયન્સ છે, વિકાસની એક મોટી આધારભૂત વિધા શરૂ થઇ છે, તેને અનુરૂપ મેન પાવર, સ્કીલ મેનપાવર, ઇન્સ્ટ્રૂમેન્ટ, ફાઇનાસિયલ રિસોર્સિસ, ટીચર વિગેરેને અગાઉથી વિચારવામાં આવે તો આપણા નોજવાનો બેકાર ના રહે અને રાષ્ટ્રના કામે લાગે.

ભારતે જોબ વોરમાં ઝંપલાવું જોઇએ

ભારતે જોબ વોરમાં ઝંપલાવું જોઇએ

આજ કાલ બીજો શબ્દ ચાલે છે વિશ્વમાં. જોબ વોર. પહેલાં લડાઇની વાત આવે તો સીમાઓ પરની આવતી. હવે લડાઇ બની છે, જોબ વોર. ચીને બીડુ ઉઠાવ્યું છે કે, વિશ્વભરની જોબનો કબજો કરશે. ક્યાંય પણ જોબની જરૂર પડશે, ત્યાં ચીનનો માણસ હશે. વિશ્વનો સૌથી યુવાન દેશ, આટલી મોટી જોબ વોર શરૂ થઇ હોય, અને આપણે ક્યાંય હોઇ નહીએ તેનાથી શું માહોલ ઉભો થશે તે વિચારવાની જરૂર છે.

વિશ્વની જોબ પર આપણી નજર હોવી જોઇએ

વિશ્વની જોબ પર આપણી નજર હોવી જોઇએ

2020, 2030માં કેટલા લોકોની જરૂર પડશે, તે માટે માનવ બળ ઉભુ કરવું પડશે, જો આપણે ભારતમાં જોબ ઉભી ના કરી શકીએ તો વિશ્વની જોબ પર આપણી નજર હોવી જરૂરી છે. આપણે શુભ શરૂઆત કરી છે કે,વિદેશોમાં આ પ્રમાણે કામ કરવા માગતા લોકો માટે એક સેન્ટર ઉભુ કર્યું છે, ખાસ આઇટીઆઇના યુવાનો માટે, જે કંપની સાચી છે કે નહીં તે બધી બાબતોની તમામ માહિતી મળે એ માટેની આગોતરી વ્યવસ્થા આપણે શરૂ કરી છે.

આઇટીઆઇવાળો વાઇસ ચાન્સેલર બની શકે તે માહોલ ઉભો કરવો છે

બદલાતા યુગમાં આઇટીઆઇનો વિદ્યાર્થી પણ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજીથી વાકેફ હોવો જોઇએ. આ ટેક્નોલોજીનો ઉપયોગ સમગ્ર વિશ્વ સાથે જોડાવા માટે આઇટીઆઇમાં સોફ્ટ સ્કીલના કોર્સ ચાલું કર્યાં, આ બધા પ્રયાસોના ભાગરૂપે આ રાજ્ય સરકારે નવતર કાર્યોના લોન્ચિંગ આજે થવાની છે, આપણે મોટી હરણફાળના કારણે ગુજરાતનો યુવાન વિશ્વમાં ડંકો વગાડશે. આઇટીઆઇથી શરૂ કરી હોય તેને વાઇસ ચાન્સેલર સુધી પહોંચી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

વિશ્વ સર્ટિફિકેટ પર નહીં હુન્નર પર ચાલે છે

આપણે ત્યાં સરકારોનું કામ દરવાજા ખોલવાનું હોવું જોઇએ. ભૂતકાળમાં આળસો ઉભી કરી છે, જેને દૂર કરવામાં મારો સમય જાય છે. આજે શ્રમ કૌશલ્યમ પંચમના લોન્ચિંગનો અવસર છે અને એક નવા ડગ માંડવાની શરૂઆત કરી છે. વિશ્વ તમારા સર્ટિફિકેટથી નહીં પરંતુ તમારા હાથમાં હુન્નર કેટલું છે તેનાથી ચાલવાનું છે. દેશનું ભવિષ્ય તેના યુવાનોની સ્કીલથી થવાનું છે. સ્કીલ ડેવલોપમેન્ટ પર બળ આપવામાં ગુજરાતે હરણફાળ ભરી છે.

દેશ માટે હું શું કરીશ, તેનુ આ ઉત્તમ ઉદાહરણ છે

English summary
Narendra Modi to launch various schemes of Employment and Training Department in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more