• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લોહપુરુષની પ્રતિમાનું શિલાન્યાસ સમારંભ, મોદીના કોંગ્રેસ પર પ્રહાર

|

કેવડીયા કોલોની, 31 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મજયંતિના અવસરે સરદાર સરોવર ડેમ ખાતે તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ માટેના શિલાન્યાસનો સમારંભ યોજાઇ ગયો. આ પ્રસંગે એલકે અડવાણી, મુખ્તાર અબ્બાસ નકવી, સ્મૃતિ ઇરાણી, આનંદીબેન પટેલ જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.

લાલકૃષ્ણ અડવાણીનું સંબોધન:

ગુજરાત સાથેનો મારો સંબંધ તો જ્યારથી હું નાનો હતો અને અંગ્રજોનું શાસન હતું ત્યારથી રહ્યો છે. આરએસએસના સ્વયમ સેવક બન્યા બાદ જે પ્રશિક્ષણ લેવાનું હોય છે ત્યારે હું 1945માં ઓટીસીનું પ્રશિક્ષણ લેવા માટે અમદાવાદ આવ્યો હતો. જે લોકોએ અંગ્રેજોનું શાસન જોયું નથી તેઓ એવું માને છે કે તેમાં બહું યાતનાઓ ન્હોતી, હું તેમને કહેવા માંગીશ કે એવું ન્હોતું.

સરદાર પટેલે જે રીતે આટલા બધા રાજ્યોનું એકીકરણ કર્યું છે. અને 1950ના ડિસેમ્બરમાં જ તેમનું નિધન થઇ ગયું. આટલા નાની અવધીમાં દેશને સંભાળવો, અને તેની સાથે સાથે હિન્દુસ્તાનની 565 રિયાસતોને એક કરવી એ સરદાર પટેલ જ કરી શકે.

આની સાથે સાથે આજે નરેન્દ્રભાઇ મોદીએ આજે સંકલ્પ કર્યો છે કે તેઓ અત્રે સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ વાતને સાંભળીને ખૂબ જ આનંદ થાય છે અને ગૌરવ થાય છે. અને હું નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું કે અમારી પાર્ટીએ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. હું તેમનો આભાર માનું છું કે મને અહીં આવીને બે શબ્દો બોલવાની તક આપી.

અહી આવતા પહેલા મોદીજીએ મને જે પુસ્તકનું અનાવરણ કરવાનું હતું તે વિમાનમાં બતાવ્યું. હું આ પુસ્તકના પહેલા પ્રકરણને જોતો રહ્યો. જેમાં તેમનો એત શાળાનો પ્રસંગ છે. શાળામાં શિક્ષક ક્યાંક વ્યસ્ત હતા. દરમિયાન તેમણે ક્લાસમાં બાળકોને એક ગીત ગવડાવ્યું. અને શિક્ષક આવીને તેમને વડ્યા અને તેમણે ક્લાસમાંથી ચાલી ગયા અને તેમની સાથે બધા બાળકો ચાલ્યા ગયા.

sardar patel

નરેન્દ્ર મોદીનું સંબોધન:

મિત્રો ઘણા વર્ષોથી આ ઐતિહાસિક કાર્ય માટે સપનું સેવ્યુ હતું અને ઘણા લોકોએ આના માટે પોતાનું યોગદાન આપ્યું છે. અને આજે આ કાર્યનું પહેલું પગથીયું ચણાઇ રહ્યું છે. તેના માટે દરેકનો આભાર છે. આ બધા માટે ઘણા નિર્ણયો લેવાયા છે. સરકારને એવું લાગ્યું છે કે ગરુડેશ્વરને અલગ તાલુકો બનાવવાનો વિચાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આપણે આવનારા દિવસોમાં કામ કરવા માટે આગળ વધવાના છીએ.

એ જ પ્રકારના કેટલાક સૂચનો આવ્યા હતા કે ઉપરવાસમાં આદિવાસીઓને પાણી મળે, તેમનો અધિકાર છે પાણી તેમને મળશે. નર્મદાનો ડાબો કાંઠો જેમને પણ સિંચાઇનું પાણી મળે તેના માટેનું કામકાજ ચાલી રહ્યું છે. આ સરદાર સરોવરના કારણે લાખો ખેડૂતોને પાણી મળી રહ્યું છે.

મિત્રો કોઇ પરબ ખોલે તો તેને લોકો ઘણી દુઆઓ આપતા હતા. આજે પણ ગુજરાત સરકારનો સર્વાધિક બજેટ કોઇ કામ માટે આપવો પડે છે તો તે પાણીમાં છે. સરદાર સરોવરનું શિલાન્યાસ નહેરુજીએ કર્યું હતું. ત્યારબાદ ઘણી સરકારો આવી. આ બધી સરકારોએ સરદાર સરોવર ડેમ માટે જેટલું ખર્ચ કર્યો એનાથી ડબલ ખર્ચ આ સરકારે માત્ર દસ વર્ષમાં કર્યો છે. આ સરદારનું જ સપનું છે અને તેને આપણે પુરું કરવાનું છે.

રાજસ્થાનમાં કોઇપણ સરકાર હોય, કોંગ્રેસનો કાર્યકરતા હોય કે ભાજપનો તે મળે તો એમ કહે છે કે અરે મોદીજી આપે સારુ કર્યું કે પાણી આપી દીધું. ગુલામીની છાયા માથી હજી પણ આપણે બહાર નથી આવતા, તેમાંથી બહાર આવવા માટે આપણે ગર્વની સાથે દુનિયાની સાથે ઊભા રહી શકીએ. આજથી 15 વર્ષ પહેલા બજેટ રજૂ કરતી વખતે સાંજે પાંચ વાગ્યે સંસદમાં મૂકાતુ હતું. કારણ કે અંગ્રેજોના ત્યાં 11 વાગ્યા હોય ત્યારે આપણે ત્યાં 5 વાગ્યા હોય એટલા માટે સાંજે પાંચ વાગ્યે આપણા ત્યાં બજેટ મૂકવા માં આવતું. પરંતુ વાજપેઇજીએ આવ્યા બાદ અંગ્રેજોની પરંપરાને બદલી નાખી.

વિદેશમાં એવું હતું કે હિન્દુસ્તાની છે ઠીક છે બાજુમાં થઇ જાવ, જ્યારે વાજપેઇજીએ પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારબાદ હિન્દુસ્તાનને વિશ્વમાં સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. વાજપેઇએ સાંઘાઇ ઊભુ કરી દીધું. અમેરિકાએ ચંદ્ર પર જઇને દુનિયાને પોતાની તાકાત બતાવી દીધી. મિત્રો સવાસો કરોડનો દેશ વિશ્વની સામે ઊભો રહેવો જોઇએ. આજે ભાઇઓ બહેનો આ સરદાર પટેલનું સ્મારક, સરોવર ડેમ બન્યો તેઓ ગુજરાજના હતા એ સિમિત કારણ નથી, આ ભવ્ય ઇમારત વિશ્વને ભારતની તરફ આંખ માંડવા મજબૂર કરશે. જો ઇતિહાસ તરફ જોઇએ તો ચાણક્ય બાદ દેશને એક કરવાનું કામ કોઇ મહાપુરુષે કર્યું છે તો તે છે સરદાર પટેલ.

મિત્રો આપણે રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ભગતસિંહ, રાજગુરુનું આપણે સન્માન કરીશું કે નહીં? જે માત્ર ભાજપ સાથે જોડાયેલ હશે તેનું સન્માન કરીશું? જે દેશ માટે મરીમીટ્યો છે તેનું અમે સન્માન કરીશું. દળથી મોટો દેશ હોય છે મિત્રો. મિત્રો સમયની માંગ છે કે આપણે રાજનૈતિક છૂઆછૂતને બંધ કરીએ. વડાપ્રધાને એક વાત ખૂબ જ સારી કરી સરદાર સાબ સાચા સેક્યુલર હતા. હું તેમની વાતનું સન્માન કરું છું. દેશને સરદાર સાહેબનું સેક્યુલરિઝમ જોઇએ, વોટબેંકવાળું સેક્યુલરિઝમ ના જોઇએ. સરદાર સાહેબને સોમનાથ મંદિર બનાવતા તેમનું સેક્યુલરિઝમ આડે ન્હોતું આવ્યું. દેશને સરદાર સાહેબનું સેક્યુલરિઝમ જોઇએ તો આ દેશ ક્યારેય વહેચાશે નહીં. વડાપ્રદાનનું અભિનંદન કરું છું અને આગ્રહ કરું છું કે આપણે સાથે મળીને સરદાર સાહેબના સેક્યુલરિઝમને આગળ વધારે.

અમારા દેશમાં આંબેડકરના ઘણા સ્મારકો છે. દલિત પીડિતો, શોશિત અને વંચિતો માટે ભગવાનરૂપ છે. મિત્રો એમનું જીવન આપણને પ્રેરણા આપે છે. માટે આપણે આપણી વિરાસતને વહેંચવા નહીં દઇએ. આપણા સૌનું દિલ દેશ માટે હોવું જોઇએ દેશના મહાપુરુષ માટે હોવું જોઇએ. દેશમાં અમે એકતાનું મંત્ર પહોંચાડવા માંગીએ છીએ. માના દૂધમાં ક્યારે દરાર ના હોઇ શકે મિત્રો. જાતિવાદ, ભાષાવાદના ઝઘડા ના હોવા જોઇએ. ભારતમાતાના સન્માન ખાતર આપણે એક થવાની જરૂર છે.

ઘણા લોકોએ આજે સરદાર સાહેબનો અવાજ સાંભળ્યો હતો. તેમના રોમટા ઉભા થઇ ગયા હશે. અમે સૌથી પહેલા મહાત્મા મંદિર બનાવ્યું અને તેનું આજે પણ કામ ચાલી રહ્યું છે. ત્યારે તો કોઇએ એમ ના કહ્યું કે ગાંધીજી તો ભાજપમાં ન્હોતા તમે કેમ તેમનું મંદિર બનાવો છો. હવે જ્યારે અમે સરદાર સાહેબની પ્રતિમા બનાવી રહ્યા છીએ ત્યારે તેમને મજબૂરીમાં તેમની જાહેરાતો આપવી પડી રહી છે. મિત્રો આપણે મહાપુરુષોને ભૂલાવી કેવી રીતે શકીએ.

આ મૂર્તિ કેવી બનશે એના માટે અમે દુનિયાભરના એક્સપર્ટને લગાવાના છીએ, તેમાં કઇ ધાતુઓ ઊમેરાશે તે એક્સપર્ટ નક્કી કરશે. આ મૂર્તિ માટે અમે દરેક ગામ પાસેથી ખેતીકામના નકામા ઓઝાર માંગ્યા છે. સરદાર પટેલ ખેડૂત હતા તેમણે લોકોને જોડવાનું કામ કર્યું હતું. માટે અમે લોકોને જોડીને આ માંગણી કરી છે. લોકો આના માટે કેવા ગંદા ગંદા શબ્દો વાપરે છે, ગંદા લોકોના ગંદા વિચારો જ હોઇ શકે મિત્રો.

મિત્રો આના માટે લોખંડની ધાતુ આપનાર ગામની નાની તસવીર લેવાશે અને સરપંચની તસવીર સાથે ગામના નાનકડા ઇતિહાસને અત્રેના મ્યૂઝિયમમાં ડિઝિટલરૂપે મૂકવામાં આવશે. અમે હિન્દુસ્તાનના આદિવાસી કલ્યાણના રિસર્ચનું કામ પણ અહીંથી થશે. આવનાર દિવસોમાં કેવી ટેકનોલોજી અને વિજ્ઞાનની જરૂર છે તેવું એક રિસર્ચ સેન્ટર પણ અમે આની સાથે જોડવા માંગીએ છીએ.

કચ્છના મિત્રોએ મને ચાંદીથી તોલ્યો અને સરદારની પ્રતિમાના કાર્ય માટે અર્પીત કરી, કહ્યું કે જો સરદાર સાહેબે આ સપનું ના જોયું હોત તો અમને પાણી ના મળ્યું હોત. અમે સરદાર સાહેબના કરજદાર છીએ. માટે આ ચાંદી તેમની પ્રતિમા માટે વાપરો. મોદીએ જણાવ્યું કે હું મુંબઇ ગયો ત્યાં પણ હિરાના વેપારીઓએ મને ચાંદી આ કાર્ય માટે આપી. મિત્રો મારે આ કામ માટે લોકભાગીદારી જોઇએ છે.

કેટલાંક લોકો મોદીને સમાપ્ત કરવાની સોપારી ઊઠાવી છે. હાલમાં બંધા જ લોકો મને સાંભળી રહ્યા છે વડાપ્રધાનની ટીમ પણ મને સાંભળી રહી છે. સરોવરના ડેમમાં દરવાજા લગાવવાની વાત ઘણા વખતથી ઉભી છે. જેટલી વખત મળે છે કે એટલી વખત તેઓ આ કામને ટાળતા આવ્યા છે. અમે કહ્યું અમને દરવાજા તો લગાવવા તો દો બંધ કરવાની પરવાનગી પછી વિચારશું. ગુજરાત, મધ્યપ્રદેશમાં ભાજપ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે. ત્રણેય સરકારોએ પૂનર્વસનનું કામ પૂરુ કરી દીધું છે. છંતા દરવાજાઓ માટે પરમિશન નથી મળી રહી, અરે હું અહીંથી વડાપ્રધાનને કહેવા માંગીશ કે તમે અહીં દરવાજા બનાવવાની પરવાનગી આપો હું અહીં મોટી તખ્તી મૂકાવીશ કે આ મહાન કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. આવા પૂન્યના કામમાં કોઇ રાજનીતિ ના થવી જોઇએ મિત્રો.

હું આશા રાખું છું કે ગુજરાતના પશુઓ, ખેડૂતો અને લોકોની અવાજ દેશના વડાપ્રધાન સુધી પહોંચશે. દળથી મોટો દેશ હોય છે એ વાત તેમના કાને પડશે. હું તેમને કહું છું કે તમે આવીને અહીં રિબીન કાપો, તમે કહેશો તો હું નહીં આવું, પણ આ કામ તમે આટલું પૂરુ કરવા દો.

મિત્રો એકતાના પ્રતિક સરદાર પટેલની આજે આપણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા જઇ રહ્યા છીએ ત્યારે તેના માટે એકતાનો સંદેશ છે-

ભાષા અનેક ભાવ એક

રાજ્ય અનેક રાષ્ટ્ર એક

પંથ અનેક લક્ષ્ય એક

રંગ અનેક તિરંગા એક

સમાજ અનેક ભારત એક

રિવાજ અનેક સંસ્કાર એક

યોજના અનેક મકશદ એક

કાર્ય અનેક સંકલ્પ એક

રાહ અનેક મંજિલ એક

પહેનાવા અનેક પ્રતિભા એક

ચહેરા અનેક મુસ્કાન એક

ભાઇઓ અને બહેનો ભારતીય સંદેશ છે કે વિવિધતામાં એકતા. સરદાર સાહેબનું સ્મારક એકતાનું તીર્થધામ બની રહેશે. 15 ડિસેમ્બરના રોજ સરદાર સાહેબની પુણ્યતિથિ રન ફોર યુનિટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે યુવાનો એકતા માટે દોડે. સરદાર સાહેબની યુનિટિના સપનાને સાકાર કરવાના સંકલ્પ સાથે આદરણીય અડવાણીજીને નમન કરું છું. જય હિન્દ...

English summary
Narendra Modi to lay foundation stone of ‘Statue of Unity’ today, birth anniversary of Sardar Patel. LK Advani ji to attend the programme.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more