For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં પ્રચાર માટે નકવીને મોદીનું રેડ સિગ્નલ!

|
Google Oneindia Gujarati News

Narendra modi
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: બીજેપીએ ચૂંટણી પ્રચાર કરનાર નેતાઓની સૂચિ તૈયાર કરી લીધી છે. જેની સાથે જ રાજકીય ગરમાગરમી વધી ગઇ છે. આ નેતાઓમાંથી બીજેપીના બે મોટા મુસ્લીમ નેતાઓના નામ સૂચિમાંથી ગાયબ છે.

એક ખાનગી ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર સૂચિમાં બીજેપીના નેતા શાહનવાઝ હુસેન અને મુખ્તાર અબ્બાસ નકવીનું નામ નથી. આવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદીના કારણે આ બંને નેતાઓને ગુજરાતમાં પ્રચાર કરવા નહીં દેવાય.

39 પ્રચારકોની સૂચિમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના પણ નામનો સમાવેશ થતો નથી. બિહારના ઉપમુખ્યમંત્રી ઘણીવાર મોદીની સામે ભાષણો કરી ચૂક્યા છે. સૂચિમાં માત્ર એક જ નેતાનું નામ સામેલ છે અને તે છે ગુજરાતમાં લઘુમતી મંચના અધ્યક્ષ મહેબૂબ અલી બાબા. ચૂંટણીપંચને સોપવામાં આવેલી પ્રચારકોની સૂચિમાં બીજેપી શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીયોના નામનો સમાવેશ થાય છે.

જ્યારે બીજેપી નેતા બલબીર પુંજને પૂછવામાં આવ્યું કે સૂચિમાં નકવી અને શાહનવાઝ હુસૈના નામનો સમાવેશ કેમ કરવામાં આવ્યો નથી? તો તેમણે જણાવ્યું કે આ કોઇ મોટી વાત નથી. ઘણાં નેતા પ્રચાર માટે ગુજરાત નથી જઇ રહ્યા તો એમાં કોઇ મોટી વાત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના કોમી રમખાણો બાદ મોદીની છબી મુસ્લીમ વિરોધી બની ગઇ હતી. જોકે તેને બદલવા હાલમાં જ તેમણે એક સદભાવના યાત્રા કરી હતી. જોકે તેમની આ યાત્રા પણ વિવાદોમાં ઘેરાયેલી રહી હતી.

English summary
narendra modi not allowed to shahnawaz hussain and mukhtar abbas naqvi for election propaganda in gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X