મુસ્તાક મીર હત્યા કેસના મુખ્ય આરોપીની ધરપકડ

Subscribe to Oneindia News

પોલીસે કુખ્યાત મુસ્તાક મીર હત્યા કેસના મુખ્યઆરોપીને ઝડપી પાડ્યો છે. મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે રોડ પર બલી ડાંગરના સાગરિત કુખ્યાત મુસ્તાક મીરની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે હિતુભા પોલીસથી નાસતો ફરતો હતો તેને પણ પોલીસે ઝડપી પાડી પોલીસે વધું તપાસ હાથ ધરી છે. કિંમતી જમીનમાં ખરીદ વેચાણમાં બંને સામેલ હતા. અને ત્રણેક વર્ષથી બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો જેનો આ કરુણ અંજામ આવ્યો હતો.

crime

મોરબી બસ સ્ટેન્ડ પાસે રોડ પર મુસ્તાક મીરની ૧૦ જેટલા રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેને લઇ મુસ્તાકના ભાઈ આરીફે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહીત 4 શખ્સો સામે ફરિયદ નોંધાઈ હતી. પોલીસે ચારે આરપીઓએ ઝડપી પાડ્યા છે. વાહન પર સવાર હિતેન્દ્રસિંહ ઝાલાએ મુસ્તાકને ગોળી મારી હત્યા કરી હતી. પોલીસે કચ્છ માળિયા હાઈવે પરથી આ કેસના મુખ્ય આરોપી હિતુભા ઝાલાની કાર સાથે ઝડપી લઈ ધરપકડ કરી લીધી છે. અને હત્યામાં વાપરેલ રિવોલ્વર સહીતના મુદામાલની ભાળ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથધરી છે ઘટનાક્રમ

  • તા. 4થી એપ્રિલની રાત્રે થઇ હતી મુસ્તાક મીરની હત્યા.
  • મોડી રાત્રે ચાર શખ્સો સામે નોંધાઈ હત્યાની ફરિયાદ.
  • તા ૮ના રોજ હત્યા સમયે મુખ્ય આરોપી હિતુભાને બાઈકમાં પાછળ બેસાડીને નીકળનાર મુળરાજસિંહ જાડેજાને પોલીસે ઝડપ્યો.
  • તા ૯ના રોજ મદદગારી કરનાર પલ્લવ રાવલની ધરપકડ કરવામાં આવી.
  • તા ૧૫ના રોજ હિતુભાના ભાઈ ધર્મેદ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી.
  • અને નાસતા ફરતા હિતુભાની આજે કચ્છ હાઈવે પરથી ધરપકડ.
English summary
Morbi : Mustak mir murder case one more accuseed arrested by police.
Please Wait while comments are loading...