રાજ્યભરમાં કોંગ્રેસ અને આપ દ્વારા નલિયા દુષ્કર્મકાંડનો વિરોધ

Subscribe to Oneindia News

નલિયાકાંડ મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા માનવ સાંકળ બનાવી જ્યાં આ વિરોધ કરવામાં આવ્યો છે તો આમ આદમી પાર્ટી દ્વારા સીએમ વિજય રૂપાણીના ઘરનો ધેરાવો કરવામાં આવ્યો હતો. નલિયા કાંડમાં ભાજપ કચ્છના નેતાઓની ધરપકડ થઇ છે તે બાદ અમદાવાદના ઇન્કમટેક્ષ ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયો હતો અને મુખ્ય મંત્રી અને વડાપ્રધાન હાય હાયના સુત્રોચાર કર્યા હતા કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ પાસે લગાવામાં આવેલ વડા પ્રધાનનો પોસ્ટર ફાડ્યો હતો અને પોલીસ દ્વારા ભરતસિંહની અટકાયત કરવામાં આવતા મામલો બીચકયો હતો પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી.

congress

બીજી બાજુ રાજકોટમાં કોંગ્રેસે ભાજપના પુતળા બાળ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવા આવી હતી. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. તો સુરતમાં ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા શાંતિથી માનવ સાંકળ બનાવી હાથમાં પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો

congress

તો રવિવારે નલિયા સામુહિક બળાત્કાર મામલે AAP ના કાર્યકરો સીએમ નિવાસસ્થાનનો ઘેરાવ કરે પહેલા પોલીસે કરી અટકાયત. પોલીસે આમ આદમી પાર્ટીના 200 થી વધુ મહિલા અને પુરુષ કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત આપ પાર્ટીના મહિલા વિંગના પ્રમુખ વંદનાબેન પટેલની આગેવાનીમાં સીએમ નિવાસ સ્થાનનો ઘેરાવો કરે તેમની પહેલા અટકાયત કરવામાં આવી હતી. જોકે, પોલીસે આપના કાર્યકરોની સીએમ હાઉસ પહોંચે તે પહેલાં અક્ષરધામ મંદિર પાસેથી અટકાયત કરી અને વંદનાબેન પટેલની ચ-0 સર્કલથી અટકાયત કરી હતી. પોલીસ પકડી ન લે તે માટે કાર્યકરોએ છૂપાતા ફરતાં હતા. જો કે સાંજે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

aap
English summary
Naliya Rape case: Both Congress and AAP protesting on it.Read here more on it.
Please Wait while comments are loading...