નલિયા દુષ્કર્મ મામલો: મહિલા આયોગની ટીમ નલિયા પહોંચી

Posted By:
Subscribe to Oneindia News

નલિયા દુષ્કર્મ મામલે આજે મહિલા આયોગની ટીમ નલિયા પહોંચી હતી. અને મહિલા આયોગની ટીમે દુષ્કર્મની તમામ વિગતો મેળવીને આ અંગે તપાસ ક્યાં પહોંચી તેની તાજવીજ કરી હતી. વળી આયોગની ટીમ સાથે દુષ્કર્મ કેસની તપાસ માટે બનાવાયેલ સીટના બે પોલિસ અધિકારી પણ પહોંચ્યા હતા.

Read also: નલિયા સેક્સકાંડ: 3ની ધરપકડ, જાણો શું છે આ આખો મામલો

નોંધનીય છે કે કચ્છના નલિયા દુષ્કર્મ મામલો હવે વેગ પકડી રહ્યા છે. શુક્રવારે, મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા નાલિયામાં પીડિતા પર ગુજારવામાં આવેલ દુષ્કર્મ વાળી જગ્યાની લીધી મુલાકાત. સાથે જ તેમણે મુખ્ય સૂત્રધાર શાંતિલાલ સોલંકીની ગેસ એજન્સીના સ્ટાફ તથા પરિવારજનો સાથે વાતચીત કરી હતી. તથા આરોપીઓના સગા સંબંધીઓની પણ રજૂઆત સાંભળી હતી.

નશીલો પદાર્થ

નશીલો પદાર્થ

હાલ પ્રાપ્ત માહિતી મુજબ લગભગ 50 જેવી મહિલાઓ સાથે શ્રીમંત પરિવારોના શોખ પુરા કરવા માટે આ રીતે બ્લેકમેલ કરી અને નશીલો પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચરવામાં આવતું હતું. નોંધનીય છે કે પીડિતાને જે નશીલું પીણું પીવડાવવામાં આવ્યું હતું તે અંગે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.

વીડિયો ક્લીપ

વીડિયો ક્લીપ

અને ચોંકવનારી માહિતી તે પણ બહાર આવી છે કે દુષ્કર્મ આર્ચયા બાદ મહિલાઓની વીડિયો ક્લિપ પણ બનાવવામાં આવતી હતી જે શ્રીમંતાના ગ્રુપમાં ફરતી કરવામાં આવતી હતી. આ અંગે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. શું આવું કોઇ ગ્રુપ હતું જેમાં અન્ય મહિલાઓના વીડિયો શેયર થતા હતા તે અંગે તાજવીજ કરવામાં આવી રહી છે.

કાર્ડનો રાજ

કાર્ડનો રાજ

નોંધનીય છે કે પીડિતાએ પોતાની ફરિયાદમાં એક સોશ્યલ લેડી વાળું કોડવર્ડવાળા કાર્ડનો પણ ઉલ્લેખ કર્યો છે. જે અંગે ભાજપ પ્રમુખ તપાસની બાંહેધરી આપી છે. નોંધનીય છે કે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ કેસમાં તટસ્થ અને ત્વરીત તપાસ કરવાની વાત ઉચ્ચારી હતી.

કાર્ડ પર વિવાદ

કાર્ડ પર વિવાદ

નોંધનીય છે કે નલિયા કાંડ બાદ જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સામે પક્ષે ગૃહ રાજ્ય મંત્રી સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે આ કેસમાં તપાસ કમીટિ બનાવી અત્યાર સુધી 5 આરોપીને પકડવામાં આવ્યા છે. અને જે ભાજપી આઇકોર્ડની વાત કરવામાં આવી રહી છે તે ખોટા આઇકાર્ડ છે. તેમણે સ્પષ્ટતા કરી કે સોશ્યલ લેડી જેવા કોઇ કાર્ડ ભાજપ આપતી જ નથી

દુષ્કર્મ

દુષ્કર્મ

જો કે ભાજપ ભલે આ સમગ્ર ધટનાથી પાછા પાની કરવા ધમપછાડા કરી રહી હોય પણ હકીકત એ પણ છે કે ધણીવાર મહિલાઓનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા માટે કરવામાં આવ્યો છે. ભવરી દેવી જેવા કિસ્સાઓ જ્યારે બહાર આવે છે ત્યારે કંઇક આવા જ વિવાદ પણ તેમાંથી નીકળે છે. ત્યારે નલિયા દુષ્કર્મ પણ આવા જ કિસ્સો છે. અને પીડતાએ હિંમત દાખવી આ સેક્સ કાંડના પર્દાફાશ કર્યો અને અનેક મહિલાઓને આવા કાંડમાં ફસાતી રોકી તે વાત માટે ખરેખરમાં તેની હિંમતને દાદ આપવી જોઇએ

English summary
Naliya rape case: women commission reached Naliya for further inquiry. Read here all the latest update on this case
Please Wait while comments are loading...