For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ચાર હજારી’ બનશે નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

Narendra-Modi
અમદાવાદ, 17 સપ્ટેમ્બર : ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના શાસનના ચાર હજાર દિવસો પૂરા કરી રહ્યાં છે. મોદીના શાસનની સવારી ‘ચાર હજારી' થવા જઈ રહી છે.

મોદીએ 7મી ઑક્ટોબર, 2001ના રોજ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા હતાં. જ્યારે એ સત્તા ઉપર આવ્યા ત્યારે, કોઈએ વિચાર્યુ પણ નહોતું કે તેઓ ગાંધીનગરની ગાદી ઉપર સૌથી લાંબુ શાસન કરનાર ગુજરાતના મુખ્યમંત્રી સાબિત થશે.

મોદી અગાઉ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે સૌથી લાંબુ શાસન કરવાનો રેકૉર્ડ હતો. એટલું જ નહિં સોલંકી એકમાત્ર એવાં મુખ્યમંત્રી હતા, જેઓએ ચુંટણીથી ચુંટણી સુધી શાસન કર્યુ હતું. મોદીએ સૌપ્રથમ તો જૂન-2007માં સોલંકીના સૌથી લાંબા શાસનનો રેકૉર્ડ તોડ્યો, પછી તેમણે ડિસેમ્બર-2007ની સામાન્ય ચુંટણી સુધી સત્તા ટકાવી રાખી સોલંકીનો ચુંટણીથી ચુંટણી સુધી શાસન કરવાનો રેકૉર્ડ તોડ્યો.

આ પછી તો મોદીએ ક્યારેય પાછુ વળીને જોયું નથી. ડિસેમ્બર-2007માં મોદી વિધાનસભાની ચુંટણી જીતીને ફરીથી સત્તા ઉપર આવ્યાં અને હવે તેમના શાસનના આવતીકાલે 4 હજાર દિવસો પૂરા થવા જઈ રહ્યાં છે.

મોદીને આ ચાર હજાર દિવસોના શાસન દરમિયાન ચાર હજાર કરતાં વધુ શત્રુઓ, વિરોધીઓ અને પડકારોનો સામનો કરવો પડ્યો છે. છતાં મોદીનું શાસન અકબંધ રહ્યું છે.

મુખ્યમંત્રી હાલ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાએ નિકળ્યાં છે. સોમવાર તેમનું જન્મદિવસ હતું અને મંગળવારે 4 હજાર દિવસ પૂર્ણ કરવા નિમિત્તે મોદીએ પોતાના બ્લૉગ ઉપર પણ ઘણું બધું લખ્યું છે.

મોદીએ પોતાના બ્લૉગમાં લખ્યું છે કે તેઓ ૧૮ મી સપ્ટેમ્બરનાં રોજ હું ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે લોકોની સેવામાં ૪૦૦૦ દિવસની યાત્રા પૂર્ણ કરશે. ગુજરાતની સ્થાપના બાદ રાજ્યએ અગાઉ ક્યારેય પણ આટલી લાંબી રાજકીય સ્થિરતા જોઈ નથી. જો એક રાજકીય રીતે સ્થિર, પ્રગતિશીલ અને વાઈબ્રન્ટ સરકાર માત્ર એક દશકા જેટલા સમયમાં કેવા અદભુત પરિણામો આપી શકે એ જોવું હોય તો ગુજરાત એનું જીવંત ઉદાહરણ છે.

ગુજરાતની સફળતા કોઈ એકાદ વ્યક્તિ, કુટુંબ કે થોડા ઘણા લોકોનાં એકાદ જૂથને આભારી નથી. ગુજરાતની ૪૦૦૦ દિવસની સાફલ્યગાથાની પાછળ એક મજબુત ટીમ-સ્પિરિટ અને 'મૈ નહિ, હમ' ની ભાવના કારણભુત છે.

‘સૌનો સાથ, સૌનો વિકાસ' નાં ગુજરાતનાં મંત્રએ નવી રાજકીય સંસ્કૃતિનાં નિર્માણ માટેની ચેતના પૂરી પાડી છે.

ગુજરાતને વિકાસની નવી ઉંચાઈએ પહોંચાડવા પાછળ મારા છ કરોડ ગુજરાતી ભાઈ-બહેનોનો સહકાર અને યોગદાન અત્યંત મહત્વનું રહ્યું છે. આજનાં આ દિવસે હું ગુજરાતીઓનાં આ જુસ્સાને હ્રદયપૂર્વક નમન કરું છું.

મોદીએ જણાવ્યું, ‘હું ગુજરાત સરકારનાં ૬ લાખથી વધુ કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠા અને પ્રતિબધ્ધતાને પણ બિરદાવું છું, જેમના અથાક પ્રયત્નોને કારણે આપણું રાજ્ય વિકાસની નવી ઉંચાઈએ પહોંચ્યું છે અને હ્રદયમાં ગર્વ તથા મનમાં આશા લઈને ગુજરાતે વૈશ્વિક નકશા પર પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.'

તેમણે જણાવ્યું હતું કે ૪૦૦૦ દિવસની આ યાત્રામાં સ્થાપિત હિતો ધરાવતા કેટલાક તત્વો દ્વારા ફેલાવવામાં આવતા અતિશયોક્તિ ભરેલા જૂઠ્ઠાણાઓનો ભોગ પણ મારે બનવું પડ્યું છે અને આવા તત્વોને જ્યારે મારા તરફથી કોઇ પ્રતિક્રિયા નથી મળતી ત્યારે તેઓ વધારે બેબાકળા બની જાય છે. મારું હંમેશથી એવું માનવું રહ્યું છે કે જેટલાં વધારે પથ્થર તેઓ મારી સામે ફેંકશે, ગુજરાત અને તેના લોકોના વિકાસની એટલી જ ઉંચી સીડી હું તેમાંથી બનાવીશ.

અલબત્ત, નકારાત્મક માનસિકતા ધરાવતા તત્વો દ્વારા ફેલાવામાં આવતા જૂઠાણાની સામે બીજી બાજુ મને લોકો તરફથી ઘણી પ્રશંસા, નવા વિચારો અને જ્ઞાનરત્નો મળતાં રહ્યાં છે, જેને કારણે મારો ભરપૂર આંતરિક વિકાસ થયો છે. આજે, હું આપની સામે કેટલાંક પત્રો મૂકવા માગું છું, જેનાથી આ વાત આપોઆપ ખ્યાલ આવી જશે. જૂઠાણાઓની ભરમાર વચ્ચે સત્ય ઓળખવું ઘણું આસાન બની જશે.

આમાંથી બે પત્રો સર્વોચ્ચ અદાલતના જાણીતા ભુતપુર્વ ન્યાયાધિશ અને જાહેર જીવનના એક ગણમાન્ય વ્યક્તિ એવાં ૯૮ વર્ષીય જસ્ટીસ વી.આર. ક્રિશ્ન ઐયરે લખ્યાં છે. આ પત્રોમાં તેમની ઉષ્મા અને સ્નેહભાવ છલકાય છે. આ પત્રો મારા માટે એક ખજાના સમાન છે, જેને હું જીવનભર યાદ રાખીશ. મોદીએ એન. વિટ્ઠલ દ્વારા લખાયેલા પત્રને પણ બ્લૉગ ઉપર મુક્યું છે.

English summary
Gujarat Chief Minister Narendra Modi will become a char hajaari. He will be completing 4000 thusands days of governing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X