કંડલા પોર્ટને ઇરાનના ચાબહાર બંદરગાહથી જોડીશું: PM મોદી

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાત પર છે. મોદીએ આજે તેમના આ પ્રવાસની શરૂઆત કંડલા પોર્ટથી કરી. અહીં પીએમ મોદીએ 996 કરોડના ખર્ચે બનેલા લોકાર્પણના કામોનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસેગે જનમેદનીને સંબોધતા મોદીએ કહ્યું કે વિકાસ માટે સારા પોર્ટ હોવા જરૂરી છે. કંડલા પોર્ટ આજે એશિયાના સૌથી મહત્વના બંદરોમાંથી એક છે. ત્યારે ભારતના સહયોગથી બની રહેલા ઇરાનના ચાબહાર પોર્ટને કંડલા પોર્ટ સાથે જોડવામાં આવશે.

modi

મોદીએ કહ્યું કે પોર્ટ સેક્ટરમાં કામ કરતા લોકો સમજે છે કે કંડલાની ઉપલબ્ધિ શું છે? કંડલા દુનિયાભરની નાણાંકીય બજારોમાં પોતાની મહત્વપૂર્ણ સ્થાન બનાવી રાખવામાં સમક્ષ રહ્યું છે. પાણી અંગે બોલતા કચ્છી પ્રજાને યાદ કરી પીએમ મોદીએ કહ્યું કે પાણીનું મહત્વ શું છે કચ્છી લોકો સારી રીતે સમજે છે. વિરાટ દરિયો, પહાડ, ગૌરવપૂર્ણ ઇતિહાસ અને પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ તે વાતનું પ્રમાણ છે કે કચ્છની પાસે દુનિયાને આપવા માટે ધણું છે.
વધુમાં કંડલા પોર્ટ અંગે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કંડલામાં 1 હજાર કરોડના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. જે કોઇ સામાન્ય વાત નથી. દેશનું સૌથી ઝડપથી આગળ વધતું રાજ્ય કચ્છ છે તેવું કહેતા લોકોએ તાળીઓથી તેમને વધાવ્યા હતા.

narendra modi

વધુમાં મોદીએ કહ્યું કે હજી આપણી પાસે 5 વર્ષ છે 2022માં આપણે દેશને નવી ઊંચાઇઓ પર લઇ જઇશું. અને તે માટે બધાનું યોગદાન જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મોદી અત્યાર સુધીમાં અનેક વાર કચ્છ આવી ચૂક્યા છે. ત્યારે મોદીના આવતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. તો સામે પક્ષે પીએમ મોદીએ પણ લોકોનું કારની બહાર ઊભા રહીને અભિવાદન જીલ્યું હતું. સાથે જ મોદી મંગળવારે આફ્રીકન ડેવલપમેન્ટ બેંકની જનરલ મીટીંગમાં પણ ભાગ લેશે.

narendra modi

મોદીનો કચ્છનો કાર્યક્રમ
આજે પીએમ મોદી ભચાઉ ખાતે પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ તે ગાંધીધામ ખાતે સ્માર્ટ સિટી અંતર્ગત પ્રોડેક્ટનું ડીજીટલ ઉદ્ધાટન કરી અમદાવાદ જવા તરફ રવાના થશે.

narendra modi
English summary
Prime Minister Narendra Modi on Monday landed in Kutch marking the start of his two-day Gujarat visit where he will join various programmes.
Please Wait while comments are loading...