For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.22 અને 23 મેના રોજ ગુજરાત પ્રવાસે

તા.22 અને 23 મે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, તેમનો સંપૂર્ણ કાર્યક્રમ જાણો.

By Oneindia
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 22 અને 23 મેના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તા. 22 મેના રોજ તેઓ કંડલા ખાતે વિવિધ 996 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ ભચાઉ ખાતે નર્મદા નદીના ટપર ડેમમાં નર્મદાના નીરના વધામણાં કરશે. નરેન્દ્ર મોદી કચ્છથી મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. અમદાવાદ એરપોર્ટ ખાતે વિવિધ સમાજના વર્ગો દ્વારા સ્વાગત કરવામાં આવશે. તા. 23 મેના રોજ તેઓ આફ્રીકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકના ઉદ્‌ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ આ બેઠકમાં જોડાશે.

modi gujarat visit

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની 1,000 દિવસની સિદ્ધિઓનું વર્ણન 100 ફુટ લંબાઈ અને 4 ફુટ પહોળાઈની સાઈઝના હોર્ડિંગ્સ લગાડીને કરવામાં આવશે. 1,000 જેટલા બાંધકામ ક્ષેત્રના શ્રમીકો દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની શ્રમીકોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓના પ્લે કાર્ડ થકી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. પંડિત દીનદયાળ જન્મશતાબ્દી વર્ષને અનુલક્ષીને ધ્વજ-પતાકા લહેરાવાશે.

modi gujarat visit

ગુજરાત ભાજપ સંગઠન તેમજ કાર્યકર્તાઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે તૈયારી તૈયારીઓ કરી રહ્યાં છે. ભચાઉ શહેરને રોશનીથી સુશોભિત કરવામાં આવશે. શહેરના દરેક સર્કલ પર રંગરોગાન તેમજ શહેરના વિવિધ સ્થળોએ ભાજપાના હોર્ડીંગ્સ અને ધ્વજ-પતાકા લગાડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છની મુલાકાતના સંદર્ભમાં ભચાઉ શહેરના તમામ મહાદેવના મંદિરમાં મહાઆરતી તથા ઘંટનાદ અને નર્મદા મૈયાના જળથી મહાભિષેક યોજાઈ રહ્યો છે.

narendra modi

ભાજપ યુવા મોરચા દ્વારા આજે તા. 21 મેના રોજ ગાંધીધામ રોટરી સર્કલ પાસે "એક શામ, શહિદો કે નામ"ને અનુલક્ષીને સંગીત સંધ્યાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. છેલ્લા અઠવાડિયાથી વિવિધ શહેરોમાં મહાસફાઈ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

{promotion-urls}

English summary
Narendra Modi to visit Gujarat during 22nd and 23rd May, know PM's schedule here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X