For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ લખી કવિતા : પતંગ... મારી માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ

|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 15 જાન્યુઆરી : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણ એટલે કે 14મી જાન્યુઆરીએ 'પતંગ' વિષય પર એક કવિતા લખી છે. આ કવિતામાં નરેન્દ્ર મોદીએ પતંગ અને માનવ જીવનની તુલના કરી છે. તેમણે કવિતામાં લખ્યું છે કે જીવનની આંટીધૂંટીઓમાં પતંગની ઉડાન જેવો અનુભવ કેવી રીતે કામ લાગે છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ 13 જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી રિવરફ્ર્નટ પર વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું. ત્યારે બાદ તેમણે પંતગ ઉડાવી હતી અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પતંગોનો નજારો પણ માણ્યો હતો.

નરેન્દ્ર મોદી લિખિત કવિતા આ મુજબ છે...

પતંગ...

મારી માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ

મારું સૂર્ય તરફનું પ્રયાણ.

પતંગ...

મારું ભવોભવનું વૈભવ,

મારો જ દોર મારા હાથમાં...

પદચિહ્નો આ પૃથ્વી પર,

ને આકાશમાં,

જાણે કોઇ વિહંગમ દ્રશ્ય.

મારો પતંગ...

અનેક પતંગો વચ્ચે પણ મારો પતંગ અટવાતો નથી...

કોઈ વૃક્ષની ડાળીઓમાં ક્યાંય ભેરવાતો નથી...

પતંગ...

જાણે કે મારો ગાયત્રી મંત્ર,

શ્રીમંત હોય કે રંક હોય

બધાને 'કપાયેલા પતંગ' ભેગા કરવાનો આનંદ હોય છે.

ખૂબ અનોખો આનંદ હોય છે.

કપાયેલા પતંગ પાસે...

આકાશનો અનુભવ છે.

હવાની ગતિ અને દિશાનું જ્ઞાન છે...

સ્વયં એક વાર ઊંચે ગયો છે અને ત્યાં થોડું રોકાયો છેય

એ બાબતનું પ્રત્યક્ષ પ્રમાણ છે.

પતંગ...

મારું સૂર્ય તરફનું પ્રયાણ...

પતંગનો જીવ તેની દોરમાં છે.

પતંગનો આરાધ્ય (શિવ) વ્યોમ (આકાશ)માં...

પતંગનો દોર મારા હાથમાં...

મારો દોર શિવજીના હાથમાં...

જીવનરૂપી પતંગ માટે (પવન માટે)

શિવજી બેઠા છે હિમઘાટ

પતંગનાં સપનાં (જીવનનાં સપનાં),

માનવ મનથી ઊંચા...

પતંગ ઊંડે છે શિવજીની આસપાસ,

મનુષ્ય પોતાના જીવનમાં બેઠા બેઠા...

તેને (દોર) ઉકેલવામાં વ્યસ્ત રહે છે.

English summary
Narendra Modi penned poem on similarities between kite and human life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X