નરેન્દ્ર મોદી 3D ટેક્નોલોજીથી 4 ડિસેમ્બરે 52 સભા સંબોધશે

3D ટેકનોલોજીના માધ્યમથી ચૂંટણી પ્રચારના આગામી કાર્યક્રમોની વિગતો આપતા જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે 4 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ગુજરાતમાં એક સાથે 52 સ્થાનો પર 3D ટેકનોલોજીના માધ્યમથી જાહેર સભાઓને સંબોધશે.
ગુજરાતની 52 વિધાનસભા બેઠકો પર એક સાથે 3Dની આધુનિક ટેકનોલોજીના માધ્યમથી લાખ્ખો પ્રજાજનોને ગુજરાતમાં ભાજપાની સરકારને પુનઃ સ્થાપતિ કરવા અને મોંઘવારી અને ભ્રષ્ટાચારનો ભોરિંગ સર્જનાર ર્કોંગ્રેસને જાકારો આપવા હાકલ કરશે.
તેઓએ અંતમાં જણાવ્યું છે કે 3D ટેકનોલોજીના માધ્યમથી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 29 નવેમ્બરના રોજ 26 સ્થાનો પર એક સાથે સભાઓ સંબોધી હતી. 26 સ્થાનો પર બે લાખથી વધારે જનતા-જનાર્દને સભાઓમાં હાજરી આપી હતી. 3D ટેકનોલોજીના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રેકોર્ડિગ કરેલા પ્રવચનો સાથેના "થ્રીડી વિકાસ રથ" સમગ્ર રાજયમાં જિલ્લે-જિલ્લે ભ્રમણ કરી રહ્યા છે અને અસંખ્ય સ્થાનો પર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો પહોંચાડી રહ્યા છે.












Click it and Unblock the Notifications
