For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના ગાંધીનગર ખાતેના સંકુલમાં યોજાયેલા 5મા પદવીદાન સમારંભ

નાઈપર, અમદાવાદના 5મા કોન્વોકેશનમાં 3 વિદ્યાર્થીઓને પીએચ.ડી અને 54 વિદ્યાર્થીઓને એમ.એસ.(ફાર્મા) ડીગ્રી અપાઈ

By Lekhaka
|
Google Oneindia Gujarati News

અમદાવાદના ગાંધીનગર ખાતેના સંકુલમાં યોજાયેલા 5મા પદવીદાન સમારંભમાં 3 વિદ્યાર્થીને પીએચ.ડી અને 54 વિદ્યાર્થીને એમ.એસ.(ફાર્મા) ડીગ્રી એનાયત કરાઈ છે. નાઈપર અમદાવાદમાંથી કુલ 316 વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે અને હાલમાં 141 વિદ્યાર્થી એમ.એસ.(ફાર્મા) ડીગ્રી માટે વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. કુલ 29 વિદ્યાર્થીઓએ પીએચ.ડીનો અભ્યાસ ચાલુ રાખ્યો છે અને 2011ની બેચમાંથી 2 વિદ્યાર્થીઓએ તેમનો ડોકટરલ અભ્યાસક્રમ પૂરો કરી દીધો છે. નાઈપરનું વિઝન ફાર્માસ્યુટિકલ અનેબાયોમેડિકલ સાયન્સીસનાક્ષેત્રે શિક્ષણ,સંશોધન, પ્રોફેશનલ તથા ઉદ્યોગ સાહસિકતાલક્ષી તાલીમમાં દેશ-વિદેશમાં માન્ય પ્રીમિયર સેન્ટર ઓફ એક્સેલન્સ બનવાનું છે.

ph seminar

પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન આઈઆઈએસઈઆર, તિરૂપતિ ના ડિરેક્ટર ડો. કે.એન ગણેશે જણાવ્યું હતું કે " ભારતમાં 600થી વધુ યુનિવર્સિટીઓ અને 30,000થી વધુ કોલેજો હોવા છતાંહજુ પણ સક્ષમ શિક્ષણ મેળવવા ઈચ્છતા યુવાનોને પૂરતી અને ગુણવત્તાયુક્ત તાલીમ મળતી નથી આ ઉપરાંત કરોડોની સંખ્યાનો એમાં ઉમેરો થઈ રહ્યો છે. આ માટે જૂના અભ્યાસક્રમો, શિક્ષણની મર્યાદિતઅને નબળી માળખાગત સુવિધાઓ, કોલેજોના શિક્ષકોમાં સંશોધનની મર્યાદિત પ્રવૃત્તિ, તથા મર્યાદિત સ્ટાફને કારણે ટર્શિયરીશિક્ષણમાં નબળી ગુણવત્તા જોવા મળે છે. દેશમાં નવી પેઢી દ્વારા આર્થિક વૃધ્ધિ હાંસલ થાય તે માટે આપણે વિજ્ઞાનના શિક્ષણ અને સંશોધન પર ભાર મૂકવાની જરૂર છે. આવા પરિવર્તન માટે અંડરગ્રેજ્યુએટ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે."

નાઈપર, અમદાવાદ આગામી દિવસોમાંવધુ મોટું અને વધુ બહેતર બનવા માટે પ્રયત્નશીલ છે. તાજેતરમાં નાઈપર, અમદાવાદે અમેરિકાનીહાર્વર્ડ મેડિકલ સ્કૂલ, જ્હોન્સ હોપકિન્સમેડિકલ સ્કૂલ, એમઆઈટી,મિલર સ્કૂલ ઓફ મેડિસિન્સ, યુનિવર્સિટી ઓફ વોશીંગ્ટન અને આયર્લેન્ડની યુનિવર્સિટી ઓફગેલ્વે સાથે સંશોધન સહયોગ કર્યો છે. નાઈપર, અમદાવાદના ડિરેકટર પ્રો. કિરણ કાલિયાએ જણાવ્યું હતું કે "દેશ-વિદેશનાં પ્લેટફોર્મ સાથે ઈનોવેશન, રૂપાંતર અનેસહયોગનાસ્તંભો પર વિશ્વ સ્તરની સંસ્થાઓનું નિર્માણ થતું હોય છે. નાઈપર, અમદાવાદની મજલનો પ્રારંભ પર્ડમાં સીડીંગ ઈન્સ્ટિટ્યુટ તરીકે થયો હતો. એ વખતે તે મેન્ટર ઈન્સ્ટિટ્યુટ હતું. આજે આ તબક્કે હું અમારી સંસ્થાને વર્તમાન સ્વરૂપમાં આકાર આપવા બદલ નાઈપર, અમદાવાદ પરિવારના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમે વર્ષ 2007 અને 2011માં 3 સ્પેશ્યાલાઈઝેશન સાથે સંસ્થાની શરૂઆત કરી હતી. આજે તેની સંખ્યા વધીને 7 થઈ છે, જેમાં બાયોટેકનોલોજી, નેચરલ પ્રોડકટસ, ફાર્માસ્યુટિક્સ, ફાર્માસ્યુટિકલ એનાલિસીસ,મેડિસિનલકેમિસ્ટ્રી,ફાર્મેકોલોજીઅને ટોક્સીકોલોજીઅને મેડિકલડિવાઈસિસનો સમાવેશ થાય છે. અમે દેશના ફાર્માસ્યુટિકલ હબ ગણાતા અમદાવાદ શહેરમાં હોવા માટે અમને નસીબદાર સમજીએ છીએ."

નાઈપર, અમદાવાદ દ્વારા તાજેતરમાં નોબેલ પ્રાઈઝ વિજેતા પ્રો.એન્ડ્રુ સ્કેલી સાથે અમારા એક ફેકલ્ટીના સભ્ય સાથે કામ કરવાનો કરાર કર્યો છે. હાલમાં નાઈપર, અમદાવાદે ઝાયડસ કેડીલા જેવી દેશમાંપ્રતિષ્ઠિત સ્થાન ધરાવતી કંપની સાથે ફેકલ્ટી વિઝીટ અને સંશોધન પ્રોજેકટસ માટે સમજૂતિના કરાર કર્યા છે. નાઈપર, અમદાવાદે સહજાનંદ બાયોટેક અને જહોનસન એન્ડ જ્હોનસન સાથે અભ્યાસક્રમના અપગ્રેડેશન માટે તથા ભવિષ્યમાં નિયમનલક્ષી સુધારા કરવા માટે ટ્રોયકા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનાચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે "પોતાનો એકેડેમિક પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ હું તમને સૌને અભિનંદન પાઠવું છું. આજથીદોઢદાયકાપહેલાં ભારતના ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સને દુનિયાના મોટાભાગના દેશોમાંઉતરતીકક્ષાના ગણવામાં આવતાં હતાં.આથી આપણી મોટાભાગની નિકાસ નોન-રેગ્યુલેટેડમાર્કેટમાં હતી. આજે ભારત વિશ્વની ફાર્મસી બની ચૂક્યું છે." જીપેટ ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓ નાઈપર, અમદાવાદમાં નાઈપર જોઈન્ટ એન્ટ્રન્સએક્ઝામિનેશન મારફતે પ્રવેશ મેળવી શકશે. નાઈપર, અમદાવાદના વિદ્યાર્થીઓને, તેમના રોકાણ દરમ્યાન સ્વતંત્ર વિચારક અને સંશોધક બનવા માટે અને તેમનું આંત્રપ્રિન્યોર તરીકેનું સાહસ આગળ ધપાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે

English summary
NIPER Convocation Programme held at Ahmedabad. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X