For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ડેપ્યુટી સીએમના પુત્રને ‘ભારે નશામાં’ હોવાથી કતાર એરવેઝની ફ્લાઈટમાંથી ઉતારી દેવાયો

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્રને સોમવારે વહેલી સવારે ગ્રીસ જતી કતાર એરવેઝની ફ્લાઈટમાં બેસવાથી સત્તાવાળાઓએ અટકાવ્યો હતો. તે એરપોર્ટ પર "ભારે નશામાં ધૂત" હાલતમાં પહોંચ્યો હતો અને એરલાઈનના સ્ટાફ સાથે મગજમારી ક

|
Google Oneindia Gujarati News

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્રને સોમવારે વહેલી સવારે ગ્રીસ જતી કતાર એરવેઝની ફ્લાઈટમાં બેસવાથી સત્તાવાળાઓએ અટકાવ્યો હતો. તે એરપોર્ટ પર "ભારે નશામાં ધૂત" હાલતમાં પહોંચ્યો હતો અને એરલાઈનના સ્ટાફ સાથે મગજમારી કરી હતી. સત્તાવાર સૂત્રોએ આઈએએનએસને જણાવ્યું હતું કે જૈમિન પટેલ તથા તેમની પત્ની ઝલક અને તેમની પુત્રી વૈશ્વીને કતાર એરવેઝની ફ્લાઈટમાં સવાર થતા અટકાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છેકે આ ફ્લાઇટ સવારે 4 વાગ્યે ઉપડવાની હતી.

Jaimin Patel

જમીનનો વેપાર કરતા જૈમિન પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પીધેલી હાલતને કારણે તેઓ ચાલી પણ શકતા ન હતા. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે જૈમિને નશાની હાલતને કારણે તેણે વ્હીલચેરમાં ઈમિગ્રેશન અને અન્ય ચેકઇન ક્લિયર કર્યા હતા.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દારૂ પિધેલી હાલતમાં હોવાના કારણે જૈમિન પટેલને ફ્લાઈટમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા. તેણે એરવેઝના સ્ટાફ સાથે પણ મગજમારી પણ કરી હતી. દરમિયાન, નીતિન પટેલે ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ તેમને બદનામ કરવાનું કાવતરું હતું. "મારો પુત્ર, તેની પત્ની અને પુત્રી વેકેશન માટે જતા હતા. તેની તબિયત સારી ન હતી." "તેની પત્નીએ ઘરે ફોન કર્યો અને પછી ઘરે પાછા ફરવાનું અને મુસાફરી ન કરવાનુ કહ્યું હતુ.

English summary
Nitin Patel's son Jaimin was taken off the flight as he was 'drunk'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X