• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વેકેશનમાં ગુજરાત આવતા પહેલા એનઆરજી કરી લે આ કામ

|

આગામી જાન્યુઆરી 2015માં ગુજરાતમાં ભારતીય પ્રવાસી દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે તેનું આયોજન કરાયું છે. જેમાં વિશ્વભરમાં વસતા એનઆરઆઇ અહીં આવશે અને મહાત્મા મંદિરની વિશેષતાને પણ નિહાળશે. જે દરમિયાન રાજ્ય સરકારના એનઆરજીએફ દ્વારા ગુજરાત બહાર વસતા એનઆરજીને એક વિશેષ ઓળખ આપવા માટે ખાસ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેનું નામ ગુજરાત કાર્ડ રાખવામાં આવ્યું છે. આ કાર્ડ થકી તેમને અનેક પ્રકારના લાભ મળનારા છે.

ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પોતાના વતન સાથેનો નાતો જાળવી રાખે અને એ નાતો અતૂટ રહે એ હેતુસર આ પહેલ કરવામાં આવી છે. જે હેઠળ એનઆરજી કે જેઓ ગુજરાત કાર્ડ ધરાવતા હશે તેમને રાજ્યની મુલાકાત દરમિયાન યાદગાર અનુભવ થશે. તેમને વિવિધ વેન્યુમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવાની સુવિધા ઉભી કરાશે. તેમાં અનેક સેક્ટરને સમાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં તેમનો સમય ન બગડે તેની પણ ખાસ વ્યવસ્થા આ કાર્ડ હેઠળ ઉભી કરવામાં આવી છે. આ કાર્ડ કેવી રીતે મેળવવું અને આ કાર્ડ ધારકને કેવા કેવા ફાયદા મળી શકે છે તે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

કોણ કોણ કરી શકે અરજી

કોણ કોણ કરી શકે અરજી

ગુજરાત કાર્ડ માટેની એરજી એ લોકો કરી શકશે કે જેઓ ગુજરાતની બહાર રહે છે.(દેશના અન્ય રાજ્યમાં રહેતા હોય તે અને વિદેશમાં વસતા હોય તે). આ કાર્ડ તેમને તથા તેમના પરિવારના સભ્યોને આપવામાં આવશે.

ગુજરાત કાર્ડ માટે ક્યાં કરી શકો એપ્લાય

ગુજરાત કાર્ડ માટે ક્યાં કરી શકો એપ્લાય

ગુજરાત કાર્ડ માટેનું એપ્લિકેશન ફોર્મ તમે http://www.nri.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો. આ કાર્ડ માટેનું ફોર્મ એનઆરજી ફાઉન્ડેશન ઓફિસ, ગાંધીનગર(ગુજરાત), તમામ જિલ્લા કલેક્ટરની કચેરી(ગુજરાત રાજ્ય) અને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, આણંદ અને મહેસાણા એમ છ સ્થળે ઉભા કરવામાં આવેલા એનઆરજી સેન્ટરમાંથી મેળવી શકો છો. આ તમામ સ્થળેથી ગુજરાત કાર્ડ અંગેની માહિતી મળી શકે છે.

ગુજરાત કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

ગુજરાત કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, પાસપોર્ટની સર્ટિફાઇડ કોપી, ગુજરાત બહાર ભારતના અન્ય રાજ્યોમાં રહેતા એનઆરજીને રેશનકાર્ડ, ટેલિફોન બીલ, વોટર આઇડી કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બીલ, આધાર કાર્ડ, લાઇસન્સ આપવાના રહેશે, જ્યારે વિદેશમાં રહેતા એનઆરજીને પાસપોર્ટની એટેસ્ટેડ કોપીની સાથે તાજેતરનો ફોટો આપવાનો રહેશે. ગુજરાત કાર્ડ માટે કેશ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ(એનઆરજીએફ, ગાંધીનગર)ના નામે આપવાનો રહેશે, દેશમાંથી અરજી કરનારાઓને 225 રૂપિયા અને વિદેશમાં રહેતા એનઆરજીને 5 યુએસ ડોલર આપવાના રહેશે.

ગુજરાત કાર્ડના ફાયદાઓ

ગુજરાત કાર્ડના ફાયદાઓ

જે એનઆરજી પાસે ગુજરાત કાર્ડ હશે તેમને જ્વેલરી, હોટલ, હોસ્પિટાલિટી સેક્ટર, રેસ્ટોરાં, વિઝા પ્રોવાઇડર, ટૂર, ટ્રાવેલ્સ, બૂક્સ એન્ડ પીરિયોડિકલ્સ, હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર સેક્ટર, બેન્કિંગ, ફાઇનાન્સિયલ અને ઇન્સ્યોરન્સ સેક્ટર, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ સેક્ટર, અન્ય સંસ્થાઓ, રિઅલ એસ્ટેટ સેક્ટર વિગેરેમાં ડિસ્કાઉન્ટ મળે તેવી સુવિધા ઉભી કરવામાં આવશે. જેની સવિશેષ માહિતી http://www.nri.gujarat.gov.inમાં આપવામાં આવી છે.

ગુજરાત કાર્ડ હેઠળ સરકાર તરફથી મળનારા લાભો

ગુજરાત કાર્ડ હેઠળ સરકાર તરફથી મળનારા લાભો

ગુજરાતમાં આવતા એનઆરજીઓને કેટલીક વ્યક્તિગત બાબતો માટે સરકારી કેચરીઓમાં જવુ પડે છે, પરંતુ કેટલીકવાર તેમને સરકારી કચેરીઓ તરફથી જોઇએ તેવો સહકાર મળતો નથી અને સમય અવધિના કારણે તેના કામો અધુરા રહી જાય છે. તેવા સંજોગોમાં જે એનઆરજી પાસે ગુજરાત કાર્ડ હશે તેમને સરકારી કામોમાં અગ્રતા આપવામાં આવશે. તેથી વિના વિલંબે નિયમાનુસાર જરૂરી કાર્યવાહી પૂર્ણ થઇ જશે. જેની સૂચના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કચેરીઓને આપવામાં આવી છે.

English summary
NRGF issues the Gujarat Card, a distinctive identity connecting every NRG with their motherland news in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more