• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NRI રામજીભાઇ 2009થી જાતે કરે છે પોતાના ગામની સફાઇ

By Kumardushyant
|

કર્નલ કુમારદુષ્યંત, ગાંધીનગર: નરેન્દ્ર મોદીએ 2જી ઓક્ટોબરના રોજ સૌથી પહેલાં દિલ્હીની વાલ્મિકી કોલોનીમાં ઝાડુ લગાવીને સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ ઝાડુ લગાવ્યું. નરેન્દ્ર મોદીએ કાશીના અસ્સી ઘાટ પર પાવડો ફેરવી સફાઇ અભિયાન આગળ વધાર્યું.

તમે વિચારતા હશો કે આ તો બધા લોકોને ખબર છે તેમાં નવું શું છે. પરંતુ તમને ખબર છે કોણ છે તે વ્યક્તિ જેના દ્વારા વડાપ્રધાનને સ્વચ્છ ભારત મિશનની પ્રેરણા મળી. ગઇકાલે પ્રવાસી ભારતીય દરમિયાન તે વ્યક્તિ જણાવ્યું હતું તેમના અંગે વાત કરતાં-કરતાં તે નામ ભૂલી ગયા. પરંતુ ત્યારબાદ વનઇન્ડિયા દ્વારા તે વ્યક્તિને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે નામ સુરેશભાઇ દેસાઇ છે અને તેઓ સુરતના કામરેજ તાલુકાના દિગસ ગામના વતની છે.

સુરેશભાઇ દેસાઇ અમેરિકામાં પરિવાર સાથે વસવાટ કરે છે. તેઓએ ભારત આવ્યા બાદ દરરોજ સવારે 7થી8 એક કલાક સફાઇ ઝુંબેશની કામગીરી હાથ ધરી હતી. જોકે શરૂઆતમાં તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. અને તેઓ લોકો તેમને કહેતા કે આ આપણું કામ છે પરંતુ તેમને પોતાનું સાફ-સફાઇનું કામ ચાલુ રાખ્યું. ધીમે ધીમે તેમની સાથે આખુ ગામ તેમની સાથે સફાઇમાં જોડાવવા લાગ્યું. આ તમે નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસે આપેલા પોતાના ભાષણમાં કહી હતી. પરંતુ આજે અમે તેમના બીજા એવા એક એનઆઇઆર વિશે જણાવીશું તે પણ આ પ્રકારે વર્ષોથી પોતાના ગામમાં સફાઇ ઝૂંબેશ ચલાવી રહ્યાં છે.

આવો તસવીરોના માધ્યમથી જાણીએ કોણ છે રામજીભાઇ પટેલ? કેવા અનોખા છે NRI

1970માં સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયા હતા

1970માં સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયા હતા

ઉત્તર ગુજરાતના ઉંઝાના રહેવાસી રામજીભાઇ 1970માં સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા હતા. 71 વર્ષીય રામજીભાઇ પટેલ અમેરિકાના લોંસ એન્જલસમાં પરિવાર સાથે સ્થાયી થયેલા છે. તેઓ એક ગરીબ પરિવારમાં જન્મેલા છે એ વાતને આજ તારીખે પણ તેઓ ભૂલ્યા નથી. તેઓ બાળપણ સંસ્કારોના કારણે આજેપણ સામાજિક કાર્યોમાં જોડાયેલા રહે છે.

738 અંત્યેષ્ઠિ સંસ્કાર

738 અંત્યેષ્ઠિ સંસ્કાર

રામજીભાઇ 1984માં કેલિફોર્નિયા ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ રહી ચૂક્યાં છે. રામજીભાઇએ ફેબ્રુઆરી 2014 સુધી 738 અંત્યેષ્ઠિ સંસ્કાર (Funeral)માં મદદ કરી છે. તેઓ જરૂરિયાતમંદોની મદદ કરી માનવતાની મશાલ બની ચૂક્યાં છે.

વડીલો માટેની ઇન્ડિયન અમેરિકન સીનીયર હેરિટેજ નામની શરૂઆત

વડીલો માટેની ઇન્ડિયન અમેરિકન સીનીયર હેરિટેજ નામની શરૂઆત

2005માં રામજીભાઇએ વડીલો માટેની ઇન્ડિયન અમેરિકન સીનીયર હેરિટેજ નામની શરૂઆત કરનાર પાયાના સભ્ય હતા. તેઓ એકલ વિદ્યાલય સાથે સંકળાયેલા છે અને જ્યારે તે ભારત આવે છે કે ત્યારે જરૂર એકલ વિદ્યાલયની મુલાકાત લે છે. યોગ અને ધ્યાન તેમના જીવનનું અભિન્ન અંગ છે. તેઓ આજેપણ 71 વર્ષની વયે દરરોજ યોગના આસનો કરે છે અને અમેરિકાના યુવાનોને શિખવાડે પણ છે.

યોગ અને ધ્યાન જીવનનું અભિન્ન અંગ

યોગ અને ધ્યાન જીવનનું અભિન્ન અંગ

યોગ અને ધ્યાન તેમના જીવનનું અભિન્ન અંગ છે. તેઓ આજેપણ 71 વર્ષની વયે દરરોજ યોગના આસનો કરે છે અને અમેરિકાના યુવાનોને શિખવાડે પણ છે.

2009માં શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન

2009માં શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન

રામજીભાઇ 2009માં જ્યારે અમેરિકાથી આવ્યા ત્યારે સફાઇના સાધનો લઇને આવ્યા હતા. તેઓ બાળપણથી સ્વચ્છતા પ્રત્યે જાગૃત હતા. 2009માં જ્યારે તેઓ પોતાના માદરે વતન ઉંઝા આવ્યા ત્યારે એકલા હાથે સફાઇ ઝૂંબેશ શરૂ કર્યું.

લોકો ઉડાવતા હતા મજાક

લોકો ઉડાવતા હતા મજાક

દરરોજ સવારે 6થી 1 ગામની શેરીઓ અને માર્ગો સાફ કરતા હતા. કોઇ એક માણસ છેક અમેરિકા, હજારો કિલોમીટર દૂર સાત સમંદર પારથી ગુજરાતમાં સફાઇ કરવા આવે તો જાણીને નવાઇ તો લાગે. જ્યારે તેમને સફાઇ અભિયાન શરૂ કર્યું તો લોકો તેમની ઠેકડી ઉડાવતા હતા. લોકો કહેતા કે અમેરિકા એક ગાંડો માણસ આવ્યો છે અને અહીં રસ્તાઓ પર સાફ-સફાઇ કરે છે.

વર્ષમાં 2થી 3 વખત આવે છે સ્વદેશ

વર્ષમાં 2થી 3 વખત આવે છે સ્વદેશ

જ્યારે તેઓ સાફ-સફાઇ કરતા ત્યારે લોકો તેમને કહેતાં કે આ કામ તો હરિજનનું છે તો તે કહેતા કે તો હું પણ હરિજન છું. આ મારી જન્મભૂમિ છે સ્વચ્છતા રાખવી મારી ફરજ છે. રામજીભાઇ વર્ષમાં 2થી 3 વખત સ્વદેશ આવે છે.

English summary
This 71-year-young NRI could never have thought that his attempt to promote cleanliness in his native village Unjha in North Gujarat could catch the fancy of the entire nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more