ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાત ATSએ એક શંકાસ્પદની ધરપકડ કરી

ગુજરાત ATSએ એક શંકાસ્પદની ધરપકડ કરી

દેશભરમાં આતંકી હુમલાની શક્યતાને પગલે હાઇ એલર્ટ જાહેર કરાયું છે. આજે ગુજરાત એટીએસે મોહમ્મદ આરીફ નામના શંકાસ્પદની ધરપકડ કરી છે. 2002માં કોલકાતાના અમેરિકન સેન્ટર પર થયેલા હુમલામાં આરીફની સંડોવણી ખુલી છે.

મહિલા સંમેલનને હાર્દિક સંબોધશે વીડિયો કોન્ફરન્સથી

મહિલા સંમેલનને હાર્દિક સંબોધશે વીડિયો કોન્ફરન્સથી

આજે હિંમતનગરમાં પાસ દ્વારા પાટીદાર મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્રએ 500 મહિલાઓની ઉપસ્થિતિ માટે સંમેલનને મંજૂરી આપી દીધી છે. આ મહિલા સંમેલનમાં હાર્દિક પટેલ વીડિયો કોન્ફરન્સથી સંબોધશે.

વડોદરાઃ દારૂની હેરાફેરી કરતા ત્રણની ધરપકડ

વડોદરાઃ દારૂની હેરાફેરી કરતા ત્રણની ધરપકડ

પીસીબી પોલીસે તવેરા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સની ધરપકડ કરી છે. વિક્કી ગોસાઇ અને રાજેશ કહાર સહિત ત્રણ બૂટલેગરની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ માટે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.

ગુજરાતમાં 4100 કરોડની બિનહિસાબી આવકની કબૂલાત

ગુજરાતમાં 4100 કરોડની બિનહિસાબી આવકની કબૂલાત

ડિસ્ક્લોઝર સ્કીમ અંતર્ગત 3200 કરદાતાઓએ બિનહિસાબી આવકની કબૂલાત કરી છે. આમ આઈડીએસમાં ભાગ લેનારાઓએ મળીને સરેરાશ 1થી 1.5 કરોડની કબૂલાત કરી હોવાનું બહાર આવી રહ્યું છે. નાના બિલ્ડરોએ સ્કીમનો થોડોઘણો લાભ લીધો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.

રૂપાણીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી

રૂપાણીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે. સીએમ રૂપાણીએ પોરબંદરમાં કીર્તિ મંદિર અને ગાંધીના જન્મસ્થળની મુલાકાત લીધઈ હતી. પ્રાર્થના સભામાં મુખ્ય પ્રધાને ગાંધીજીના આદર્શો સત્ય અહિંસા વિષે કરી વાત કરી હતી.

English summary
October 02 top local news gujarat bullet news
Please Wait while comments are loading...