ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વડોદરામાં શરૂ થયો ગ્લોબલ સ્વિચ એક્સપો

વડોદરામાં શરૂ થયો ગ્લોબલ સ્વિચ એક્સપો

વડોદરામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્લોબલ સ્વિચ એક્સપો કાર્યક્રમનો શુભરંભ કર્યો હતો. પાંચ દિવસ ચાલનારા આ એક્સપોમાં ઉર્જા ક્ષેત્રે કામ કરતી કંપનીઓ પોતાના પ્રોડક્ટ રજૂ કરશે. નોંધનીય છે કે આ એક્સપોમાં ભાગ લેવા માટે 15 દેશોથી લગભગ 3500 જેટલા વીવીઆઇપી આવશે. અને અહીં અત્યાધુનિક આયોજન કરવા છતાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા આયોજકોને છેલ્લી ધડી સુધી ભારે દોડધામ કરવી પડી હતી.

ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં પોલિસે પાડી રેડ

ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં પોલિસે પાડી રેડ

અમદાવાદના નળ સરોવર રોડ પર આવેલ ફાર્મહાઉસમાં પોલિસે રેડ પાડીને દારૂની પાર્ટી કરી રહેલા 15 થી 17 લોકોને ઝડપી પાડ્યા છે. જેમાં યુવતીઓ પણ પકડાઇ છે. બુધવારે પોલિસે બાતમીના આધારે પાડેલી રેડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ પણ પકડી પાડ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

અપરએર સાઇકલોનિક સિસ્ટમથી અમદાવાદમાં ચોમાસું જામ્યું

અપરએર સાઇકલોનિક સિસ્ટમથી અમદાવાદમાં ચોમાસું જામ્યું

અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના પગલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમા ચોમાસાનો માહોલ જામ્યો છે. વરસાદને પગલે ગરબા રસિકો નિરાશ થયા છે. ગુરુવારે પણ સવારથી વરસાદ થોડો વિરામ લઇ વરસી રહ્યો છે. હળવાથી ભારે ઝાપટા પડતા નીચાણવાળા કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. નોંધનીય છે કે ગુરુવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમા શહેરમા 7.44 એમ એમ વરસાદ નોધાયો હતો. તો સીઝનનો કુલ વરસાદ 571.09 થયો છે. વરસાદને પગલે વાસણાબેરેજના ચાર ગેટ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે.

પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ

પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ

બુધવારે ડભોઈ તાલુકાના મોહંમદપુર ગામે બદલાયેલા વાતાવરણના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે પ્લાસ્ટિકના ગોડાઉનમાં વીજળી પડી હતી. તેમાં આશરે 4 વીઘા ખેતરમાં પથરાયેલ પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આ કારણે આગ લાગી હતી. આગને પગલે ફાયર બ્રિગેડના જવાનો દોડ્યા હતા. અને આગ બૂઝવવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ આગ એટલી ભીષણ હતી કે 6 કલાકથી પણ વધુ સમય આગ કાબૂમાં લાવવામાં લાગી ગયો હતો અને ધૂમાડાના ગોટગોટાથી આસપાસનો વિસ્તાર ધૂંધળો થઈ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X