Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

દિવાળી પહેલા અમદાવાદમાં પકડાયા ચેનસ્નેચર

દિવાળી પહેલા અમદાવાદમાં પકડાયા ચેનસ્નેચર

અમદાવાદની વાડજ પોલિસે, પોલિસ પેટ્રોલિંગ વખતે નવજીવન પ્રેસ રેલ્વે પાસેથી બે ચેનસ્નેચરને પકડી પાડ્યા છે. અને તેમની પાસેથી ચોરેલી સોનાની 5 ચેન પણ પકડી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયો 63માં પદવીદાન સમારંભ

ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયો 63માં પદવીદાન સમારંભ

ગુજરાત વિદ્યાપીઠમાં આજે 63માં પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના હસ્તે વિદ્યાર્થીઓને પદવીદાન આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટે વિદ્યાર્થીઓને વિદ્યારૂપી મૂડીને જાળવી રાખવાની શીખ આપતા કહ્યું હતું કે જે ગરીબીમાંથી મુક્તિ અપાવે તે વિદ્યા!

ચાઇનીઝ માલને લઇને વિરોધ વધ્યો, GCCIની મીટિંગમાં પણ પ્રતિબંધ

ચાઇનીઝ માલને લઇને વિરોધ વધ્યો, GCCIની મીટિંગમાં પણ પ્રતિબંધ

ચેમ્બર ઓફ કોમર્સની આજની મિટીંગમાં 60 જેટલા વેપારીઓના પ્રતિનિધીઓએ ચાઈનાના માલને પ્રતિબંધિત કરવાં પર સહમતિ દર્શાવી છે. આ બબાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક બેઠક મળી હતી. અમદાવાદ ખાતે આવેલી ગુજરાત ચેમ્બર ઓફ કોર્મર્સ દ્વારા ભારતીય ગ્રાહકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કુલ 61 બિલીયન ડોલરની ચાઈનીઝ વસ્તુની આયાત થાય છે. જેમાં 18 ટકા આયાત ગુજરાતમાં થાય છે.

પત્નીએ પતિના ફોનમાં જ્યારે જોયા તેની રંગરેલિયાના ફોટા

પત્નીએ પતિના ફોનમાં જ્યારે જોયા તેની રંગરેલિયાના ફોટા

વડોદરામાં પત્નીએ પતિનો મોબાઇલ જોઈને પતિના અન્ય સાથેના સંબંધોનો ભાંડો ફોડ્યો હતો. યુવતીને શંકા હતી કે તેના પતિનું કોઈની સાથે અફેર છે. અને તેણે પતિ કેતનનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ગર્લફ્રેન્ડ સાથેની અતરંગ પળોના ફોટો મળી આવ્યા હતા. યુવતીએ પતિનું મેમરી કાર્ડ લઈને તેમાંથી વિગતો જાણી પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવતીની હત્યા કરી ભાગ્યો, ગણતરીના સમયમાં ઝડપાયો

યુવતીની હત્યા કરી ભાગ્યો, ગણતરીના સમયમાં ઝડપાયો

ગાંધીધામમાં એક વ્યક્તિએ તેની પ્રેમિકાના ઘરમાં ઘૂસીને પ્રેમિકાને છરીના ઘા મારીને હત્યા કરી હતી. આરોપી નામે મિથુન વાલજી રોશીયા (ઉ.-26) યુવતી ઘરમાં એકલી હતી ત્યારે આવ્યો હતો અને આક્રોશમાં આવીને યુવતીને છરીના ઘા મારી દીધા હતા. જોકે આરોપી મિથુન હત્યા કર્યા બાદ પોલીસે તેણે બનાવ બન્યા બાદ ગણતરીની ક્ષણોમાં ઝડપી લીધો હતો. આરોપી પાસેથી હત્યા કરી હતી તે છરી પણ મળી આવી હતી.

હાઇકોર્ટે રોગચાળા મુદ્દે રાજ્ય સરકાર, કોર્પોરેશન અને રેલ્વેને નોટિસ ફટકારી

હાઇકોર્ટે રોગચાળા મુદ્દે રાજ્ય સરકાર, કોર્પોરેશન અને રેલ્વેને નોટિસ ફટકારી

ગુજરાતમાં ચોમાસા બાદ વકરતા જતા રોગચાળા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેના પગલે હાઈકોર્ટે રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પશ્વિમ રેલવેને નોટિસ ફટકારી હતી અને તેનો જવાબ 20 ઓકટોબર સુધીમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. રાજ્યમાં રોજબરોજ ચિકનગુનિયા, ડેન્ગ્યુના કારણે અનેક લોકોના મોત થઈ રહ્યા છે અને બીજી તરફ મલેરિયા, ઝેરી મલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના દર્દીઓના આંકડા પણ વધી રહ્યાં છે.તેવી પરિસ્થિતમાં રાજ્યમાં સફાઈનો અભાવ છે આથી આ નોટિસ આપવામાં આવી છે.

ક્લેક્ટરી કચેરી ખાતે ઝેર પીધેલા દલિત પૈકી એકનું મોત

ક્લેક્ટરી કચેરી ખાતે ઝેર પીધેલા દલિત પૈકી એકનું મોત

જૂનાગઢ ક્લેક્ટર કચેરી ખાતે ગૌચરની જમીનના મુદ્દે માંગરોળના સાંધા ગામના 3 દલિતોમાંથી ઝેર ગગટાવ્યું હતું. તેમાંથી એક દલિતનુ સારવાર દરમિયાન મોત થયું હતું. ઝેર પીધા બાદ ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન એકનું મોત થયું છે દલિત વ્યક્તિના મોત બાદ પરિસ્થિતિ વણસે નહી તે માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપવાસીઓ પાસે પહોંચી ગયા હતા. અને જમીન વિવાદના ઉકેલની ખાતરી આપતા દલિતો સાંધા ગામ જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે ગૌચર જમીન મુદ્દે છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢ કલેકટર કચેરી સામે દલિતો ઉપવાસ ઉપર બેઠા હતા.

કન્સ્ટ્રક્શન સાઇટમાં ભેખડ ધસતા 3 મજૂર દટાયા

કન્સ્ટ્રક્શન સાઇટમાં ભેખડ ધસતા 3 મજૂર દટાયા

અમદાવાદના કાંકરિયા કિડ્સ સિટીની સામે આવેલી રાજહર્ષ નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા 3 મજૂરો દટાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને કાટમાળમાં દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પછી કન્સ્ટ્રક્શન સાઈટ પર બિલ્ડરની અનેક બેદરકારી સામે આવી હતી. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરોની સુરક્ષા માટે કોઇ પણ સુરક્ષાના પગલાની બાબતો ધ્યાનમાં લેવામાં ન આવી હોવાની બાબતો પણ સામે આવી છે.

ચાઇનીઝ ફટાકડા પર સુરતમાં લગાવ્યો પ્રતિબંધ

ચાઇનીઝ ફટાકડા પર સુરતમાં લગાવ્યો પ્રતિબંધ

સુરતના રેન્જ આઇ.જી એ દક્ષિણ ગુજરાતમાં ચાઇનીઝ ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ તેમણે સુરત વિસ્તારમાં ચાઇનીઝ બ્રાન્ડના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે.

ખેડા જિલ્લા 4 પર ભાજપ તો 1 પર કોંગ્રેસ જીત્યું

ખેડા જિલ્લા 4 પર ભાજપ તો 1 પર કોંગ્રેસ જીત્યું

ખેડા જીલ્લા આયોજન સમિતીની ચૂંટણીમાં નગરપાલિકાની 5 બેઠકોનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં 4 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ વિજયી બન્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X