ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

દમણમાં માથે તલવાર રાખી 6 લોકોનું મહિલા સાથે સામુહિક દુષ્કર્મ

દમણમાં માથે તલવાર રાખી 6 લોકોનું મહિલા સાથે સામુહિક દુષ્કર્મ

નાની દમણ કચીગામ ખાતે મંગળવારની રાત્રે રૂમમાં એકલી સૂતેલી મહિલા સાથે ઘરમાં ઘુસી આવેલા 6 જેટલા અજાણ્યા ઇસમોએ માતે તલવાર મુકી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓ ઘરમાં લૂંટ પણ ચલાવી સોના ચાંદીનાં દાગીના તથા રોકડા રૂપિયા લઈ ઘરનો દરવાજો બહારથી બંધ કરીને નાસી ગયા હતા.

અમદાવાદમાં મિત્રએ લગ્નની ના પાડતા યુવકે એસિડ ફેંકવાની ધમકી આપી

અમદાવાદમાં મિત્રએ લગ્નની ના પાડતા યુવકે એસિડ ફેંકવાની ધમકી આપી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતીને તેના જ યુવક મિત્રએ એસિડ ફેંકવાની ધમકી આપી છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પહેલાં તો યુવતીના ફોટો પાડી લીધા પછી તેને જાહેર કરવાની ધમકી આપી. યુવકે એસિડ ફેંકવાની ધમકી આપી હતી. આ મુદ્દે યુવતી 181 મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી.

સુરત એરપોર્ટ પર મિસ ફાયરથી SRP જવાનને પગમાં વાગી ગોળી

સુરત એરપોર્ટ પર મિસ ફાયરથી SRP જવાનને પગમાં વાગી ગોળી

ડુમસ એરપોર્ટ પર ફરજ બજાવતા એસઆરપી જવાન પોતાની જ રાઇફલના મિસ ફાયરથી ઈજાગ્રસ્ત થયો હોવાનો બનાવ બન્યો હતો. બુધવારની રાત્રે ડ્યુટી એક્સ્ચેન્જ કરતી વેળાએ પોતાના સાથી જવાનને રાઇફલનો કબજો આપતી વખતે અચાનક રાઇફલમાંથી ફાયર થતાં ભાગદોડ મચી ગઇ હતી.

દુબઇમાં દિવાળી ટુરના નામે 200 અમદાવાદીઓ સાથે છેતરપિંડી

દુબઇમાં દિવાળી ટુરના નામે 200 અમદાવાદીઓ સાથે છેતરપિંડી

દિવાળીમાં સિંગાપુર, દુબઈ, બેંગ્કોક અને મલેશિયાની ટૂરના નામે 200 લોકો સાથે છેતરપિંડી આચરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં FIR મુજબ, સિયા હોલીડે'ઝ નામના ટૂર ઓપરેટર 40 લોકો સાથે 14.40 લાખની છેતરપિંડી કરી ટાયટેનિયમ સિટી સેન્ટરમાં આવેલી ઓફિસ બંધ કરીને પલાયન થઈ ગયો છે.

AAPના પ્રભારી યાદવને જામીન મળી ગયા

AAPના પ્રભારી યાદવને જામીન મળી ગયા

આમ આદમી પાર્ટીએ ગુજરાતના પ્રભારી ગુલાબસિંઘ યાદવની સુરતની રેલી પહેલા રાતોરાત ધરપકડ કરાઇ તેની પાછળ ભાજપના ટોચના નેતાઓની સંડોવણી હોવાનો આક્ષેપ કરાયો છે. કોર્ટ દ્વારા યાદવના રિમાન્ડ ન અપાયા અને તેમને જામીન પર મુક્ત કરી દેવાનો હુકમ કર્યો છે. પોલીસની પણ સખત ઝાટકણી કાઢી છે.

રાજકોટઃ પટેલ પરિવારનો સામૂહિક આપઘાત

રાજકોટઃ પટેલ પરિવારનો સામૂહિક આપઘાત

કાલાવડ રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા પટેલ પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો. દંપતિ, પુત્ર અને પુત્રીને ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, પપ્પા બે સોનાના ચેન છે એક દાન કરજો. આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પત્નીએ દારૂડીયા પતિને પતાવી દીધો

પત્નીએ દારૂડીયા પતિને પતાવી દીધો

વાપીના ચણોદ ગામે દારૂડીયા પતિથી કંટાળેલી પત્નીએ પતિની હત્યા કરી નાખી. શકુન્તલા રાજેન્દ્ર સાકેતે ઉંઘમાં જ પતિને ગળે બ્લેડ મારી દીધી હતી. દરરોજ દારૂ પીને ઘરે આવતા રાજેન્દ્રથી શકુન્તલા કંટાળી ગઇ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

English summary
October 20 top local news gujarat bullet news
Please Wait while comments are loading...