For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''અડધા દાયકા બાદ ગાંધીનગરને મળ્યું હતું રાજધાનીનું ગૌરવ''

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 ઓગષ્ટ: એશિયા સૌથી હરિયાણા શહેરોમાં માનવામાં આવનાર ગાંધીનગર શનિવારે 49 વર્ષ પુરા કરીને 50મા વર્ષમાં પ્રવેશ કરશે. જો કે રાષ્ટ્રપિતાને સમર્પિત આ નગરનું નામ ગાંધીનગર અલગ ગુજરાત રાજ્યની સ્થાપના દોઢ મહિના પૂર્વે 16 માર્ચ, 1960ના રોજ રાખવામાં આવ્યું હતું, પરંતુ તેની વિધિવત ઇંટ વર્ષ 1965માં 2 ઓગષ્ટના રોજ હાલની જીઇબી કોલોની પાસે રાખવામાં આવી હતી. તે સમયે આ શહેરની વસ્તી મુશ્કેલીથી 14 હજાર હતી. ચારેય તરફ જંગલ હતું અને દૂર-દૂર સુધી વસ્તીનું નામોનિશાન ન હતું. આજે આ શહેર ચારેતરફ વિકસ્યું છે. આ સાથે જ વસ્તી વધીને 3,60,071 થઇ ગઇ છે.

<strong>આજે ગાંધીનગર થયું 50 વર્ષનું, જાણો ગાંધીનગરની શૂરવીરતા વિશે</strong>આજે ગાંધીનગર થયું 50 વર્ષનું, જાણો ગાંધીનગરની શૂરવીરતા વિશે

ગાંધીનગરની સ્થાપનાની ઇંટ મૂક્યાના પાંચ વર્ષ બાદ 1 મે 1970ના રોજ ગાંધીનગરને રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયું. આ નગરના વાસ્તુકાર લા કાર્બોજિયઇ હતા, જેમને ચંદીગઢનો નકશો બનાવ્યો હતો. રાજધાની બનતાંની સાથે આ શહેરે વિકાસનો અધ્યાય શરૂ કરી દિધો. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના નામ પર બનાવવામાં આવેલા જીવરાજ મહેતા ભવનને સચિવાલય બનાવવામાં આવ્યું.

હરિયાળા શહેર તરીકેની ઓળખ ગુમાવતું જતું ગાંધીનગર</a><a href=" title="હરિયાળા શહેર તરીકેની ઓળખ ગુમાવતું જતું ગાંધીનગર" />હરિયાળા શહેર તરીકેની ઓળખ ગુમાવતું જતું ગાંધીનગર

1 મે 1970ના રોજ ગાંધીનગરમાં પ્રથમ સચિવાલય અમદાવાદથી કે, જે અમદાવાદમાં હાલના પોલીટેકનીક મકાન (આંબાવાડી) થી હાલના ડો.જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના નામથી પરથી બનાવવામાં આવેલી બિલ્ડિંગમાં સ્થળાંતર થયું. તા.11 જુલાઇ, 85ના રોજ સચિવાલય તેનું પોતાનું પૂર્ણ સુવિધાવાળા બ્લોક નં.1થી 14 અને 1થી 9 માળમાં વહેંચાયેલા મંત્રીઓ માટે બ્લોક નં.1માં વિશિષ્ટ સુવિધાઓ સાથેના હાલના બિલ્ડીંગમાં સ્થળાંતરીત થયું અને હાલમાં વહીવટીય પાંખ તે મકાનમાંથી લોકહિતના અને જન કલ્યાણના અંગેના નિર્ણયો લે છે.

<strong>B'day Special: અહીં પગ મૂકતાં પહેલાં કક્કો શિખી લેજો, નહીંતર ગોથે ચડશો</strong>B'day Special: અહીં પગ મૂકતાં પહેલાં કક્કો શિખી લેજો, નહીંતર ગોથે ચડશો

આ સચિવાલયનું ખાત મુહુર્ત 1 જાન્યુઆરી, 1978માં કરવામાં આવ્યું હતું. સરકારી કામકાજનું લોકસંપર્ક ધરાવતું ત્રીજું ભવન છે. ઉદ્યોગભવન, જેનું ઉદ્ઘાટન તા.17-1-91ના રોજ કરવામાં આવ્યું છે. જે 19 બ્લોક સાથે એકમાળથી 7 અને 9 માળ ધરાવે છે જ્યાં ઉદ્યોગોને લગતી તમામ કચેરીઓ ઉપરાંત વિવિધ નિગમો એ પોતપોતાની જગ્યા ખરીદી કચેરીઓ બનાવી છે. ઉપરાંત ઇન્કમટેક્ષ કચેરી, સ્ટેટ બેંક, સૌરાષ્ટ્ર બેંક વગેરે કચેરીઓ આવેલી છે. રાજધાની બન્યા બાદ ગાંધીનગર શહેરનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. તેની જવાબદારી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને સોંપવામાં આવી. ગુડાનું નિર્માણ 13 જુલાઇ 1970ના રોજ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરની સ્થાપનાની ઇંટ

ગાંધીનગરની સ્થાપનાની ઇંટ

ગાંધીનગરની સ્થાપનાની ઇંટ મૂક્યાના પાંચ વર્ષ બાદ 1 મે 1970ના રોજ ગાંધીનગરને રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયું. આ નગરના વાસ્તુકાર લા કાર્બોજિયઇ હતા, જેમને ચંદીગઢનો નકશો બનાવ્યો હતો. રાજધાની બનતાંની સાથે આ શહેરે વિકાસનો અધ્યાય શરૂ કરી દિધો.

ચોતરફ જંગલ જ જંગલ

ચોતરફ જંગલ જ જંગલ

સ્થાપના સમયે આ શહેરની વસ્તી મુશ્કેલીથી 14 હજાર હતી. ચારેય તરફ જંગલ હતું અને દૂર-દૂર સુધી વસ્તીનું નામોનિશાન ન હતું. આજે આ શહેર ચારેતરફ વિકસ્યું છે. આ સાથે જ વસ્તી વધીને 3,60,071 થઇ ગઇ છે.

ડૉ.જીવરાજ મહેતા ભવન

ડૉ.જીવરાજ મહેતા ભવન

1 મે 1970ના રોજ ગાંધીનગરમાં પ્રથમ સચિવાલય અમદાવાદથી કે, જે અમદાવાદમાં હાલના પોલીટેકનીક મકાન (આંબાવાડી) થી હાલના ડૉ.જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના નામથી પરથી બનાવવામાં આવેલી બિલ્ડિંગમાં સ્થળાંતર થયું. તા.11 જુલાઇ, 85ના રોજ સચિવાલય તેનું પોતાનું પૂર્ણ સુવિધાવાળા બ્લોક નં.1થી 14 અને 1થી 9 માળમાં વહેંચાયેલા મંત્રીઓ માટે બ્લોક નં.1માં વિશિષ્ટ સુવિધાઓ સાથેના હાલના બિલ્ડીંગમાં સ્થળાંતરીત થયું અને હાલમાં વહીવટીય પાંખ તે મકાનમાંથી લોકહિતના અને જન કલ્યાણના અંગેના નિર્ણયો લે છે.

ગુડાનું નિર્માણ

ગુડાનું નિર્માણ

રાજધાની બન્યા બાદ ગાંધીનગર શહેરનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. તેની જવાબદારી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને સોંપવામાં આવી. ગુડાનું નિર્માણ 13 જુલાઇ 1970ના રોજ કરવામાં આવ્યું હતું.

પ્રકૃતિના ખોળામાં વસેલું ગાંધીનગર

પ્રકૃતિના ખોળામાં વસેલું ગાંધીનગર

શાંતિ અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરમાં પણ આવી અનૂભૂતિ થતી નથી, પરંતુ તેમના નામ પર સ્થાપવામાં આવેલું ગાંધીનગર પ્રકૃતિના ખોળામાં વસેલું છે. ગાંધીનગર શહેરમાં 3,60,071 લાખની માનવ વસ્તીની સામે શહેરમાં વૃક્ષોની સંખ્યા 8.90 લાખની છે. જ્યારે જીલ્લામાં આ પ્રમાણ 13.9 લાખની માનવ વસ્તી સામે 1.25 કરોડ વૃક્ષોનું છે. શહેરમાં નાગરીકોની સંખ્યા સામે વૃક્ષોની સંખ્યા ધ્યાને લેતા પ્રત્યેક નાગરીક દિઠ માત્ર 4 વૃક્ષો છે. ચારેબાજુ હરિયાળી જ હરિયાળી છવાયેલી છે. રસ્તાઓ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા છે.

આદર્શનગર તરીકે વિકસ્યું ગાંધીનગર

આદર્શનગર તરીકે વિકસ્યું ગાંધીનગર

આર્થિક રાજધાની અમદાવાદથી ઉત્તરની તરફ 25 કિલોમીટર દૂર સાબરમતી નદીના પશ્વિમ તટે આવેલ સરકારી રાજધાની ગાંધીનગર આરામદાયક રહેણાંક મકાનો, રસ્તાઓની બંને તરફ પુષ્પાચ્છાદિત વૃક્ષો, આયોજનબદ્ધ રસ્તાઓ અને સાદગીપૂર્ણ, આકર્ષક મકાનો સાથે એક આદર્શ નગરના રૂપમાં વિકસિત થયું છે. 177 ચો.કિ.મી.માં ફેલાયેલું ગાંધીનગર શહેર અમદાવાદથી 70 ફૂટ ઉંચાઇએ આવેલું છે.

સેક્ટરમાં વિભાજીત ગાંધીનગર

સેક્ટરમાં વિભાજીત ગાંધીનગર

ગાંધીનગરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, અને ક્રમાંક 1 થી 7ના ઉપરોક્ત રસ્તાઓને 90 અંશના કોણથી કાપતાં પૂર્વ થી પશ્વિમ તરફ જાય છે. ગાંધીનગર શહેર 30 સેક્ટરમાં વહેંચાયું છે.

આદર્શ નગરી બનાવવાનો પ્રયત્ન

આદર્શ નગરી બનાવવાનો પ્રયત્ન

સેક્ટરોમાં બજાર, સામૂહિક કેન્દ્ર, બગીચા, રમત-ગમતના મેદાન તથા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા કોલેજો પણ છે. શહેરમાં જીઇબી કોલોની પણ આવેલી છે. સંકલિત સામૂહિક જીવન માટે ગાંધીનગરને એક આદર્શ નગરી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

બાગ-બગીચાથી સુશોભિત નગર

બાગ-બગીચાથી સુશોભિત નગર

ગાંધીનગરની ઓળખસમા બાગ-બગીચા ગાંધીનગરની શોભામાં વધારો કરી રહ્યાં છે.

દરેક સર્કલ પર બગીચા

દરેક સર્કલ પર બગીચા

ગાંધીનગર શહેરના દરેક સર્કલ પર તમને એક બગીચો જોવા મળી જશે. ફોટા બતાવવામાં આવેલું સર્કલ ચ-3 છે. જ્યાં નાનો બગીચો ગાંધીનગરની શોભા વધારી રહ્યો છે.

ઘ-5 નો બગીચો

ઘ-5 નો બગીચો

ગાંધીનગર શહેરના ઘ-પ માર્ગ પર આ બગીચો શહેરની શોભા વધારી રહ્યો છે.

ઘ-4 નો બગીચો

ઘ-4 નો બગીચો

ગાંધીનગરના ઘ-4 માર્ગ બગીચો આવેલો જ્યાં રાત્રિના સમયે ખાણી-પીણી સ્ટોલ લાગે છે. તથા તહેવારો તેમજ નવરાશ પળો માણવા માટે લોકોની અહીં ભીડ જામે છે.

ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.12-3-1996ના ઠરાવથી ગાંધીનગર શહેર અને છ સંકલિત ગ્રામ્ય વિસ્તાર સાથે આજુબાજુના 39 ગામો સાથે આશરે 388 ચોરસ કીલોમીટર વિસ્તારના સુઆયોજીત વિકાસ માટે શહેરી વિકાસ અધિનિયમની કલમ-22(1), (2) તથા (4) અન્વયે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ સુધીનો શહેર અને ગામડાઓની જરૂરિયાતો ધ્યાને લઇ વિકાસ યોજનાનો મુસદ્દો પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.

<strong>Green City: કર્મચારી નગરીથી સોલાર સિટી તરફની દોટ</strong>Green City: કર્મચારી નગરીથી સોલાર સિટી તરફની દોટ

20 માર્ચ 1978ના રોજ વિધાનસભા ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો. નવી વિધાનસભા ભવન બનવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો. 1 જુલાઇ 1982ના રોજ નવી વિધાનસભા ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ શહેરમાં પગ મૂકતાંની સાથે અનોખી શાંતિનો અનુભવ થાય છે. શાંતિ અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરમાં પણ આવી અનૂભૂતિ થતી નથી, પરંતુ તેમના નામ પર સ્થાપવામાં આવેલું ગાંધીનગર પ્રકૃતિના ખોળામાં વસેલું છે. ગાંધીનગર શહેરમાં 3,60,071 લાખની માનવ વસ્તીની સામે શહેરમાં વૃક્ષોની સંખ્યા 8.90 લાખની છે. જ્યારે જીલ્લામાં આ પ્રમાણ 13.9 લાખની માનવ વસ્તી સામે 1.25
કરોડ વૃક્ષોનું છે. શહેરમાં નાગરીકોની સંખ્યા સામે વૃક્ષોની સંખ્યા ધ્યાને લેતા પ્રત્યેક નાગરીક દિઠ માત્ર 4 વૃક્ષો છે. ચારેબાજુ હરિયાળી જ હરિયાળી છવાયેલી છે. રસ્તાઓ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા છે.

આર્થિક રાજધાની અમદાવાદથી ઉત્તરની તરફ 25 કિલોમીટર દૂર સાબરમતી નદીના પશ્વિમ તટે આવેલ સરકારી રાજધાની ગાંધીનગર આરામદાયક રહેણાંક મકાનો, રસ્તાઓની બંને તરફ પુષ્પાચ્છાદિત વૃક્ષો, આયોજનબદ્ધ રસ્તાઓ અને સાદગીપૂર્ણ, આકર્ષક મકાનો સાથે એક આદર્શ નગરના રૂપમાં વિકસિત થયું છે. 177 ચો.કિ.મી.માં ફેલાયેલું ગાંધીનગર શહેર અમદાવાદથી 70 ફૂટ ઉંચાઇએ આવેલું છે.

ગાંધીનગર ને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, અને ક્રમાંક 1 થી 7ના ઉપરોક્ત રસ્તાઓને 90 અંશના કોણથી કાપતાં પૂર્વ થી પશ્વિમ તરફ જાય છે. ગાંધીનગર શહેર 30 સેક્ટરમાં વહેંચાયું છે. દરેક સેક્ટરમાં વિવિધ આવકવાળા અને વિવિધ સ્તરના કર્મચારીઓના આવાસો છે. ખાનગી પ્લોટો પણ ૫૦૦ ચો.મીટરથી ૯૦ ચોરસ મીટરના છે. જેથી ખાનગી આવાસોમાં પણ આ જ પ્રકારની વિવિધતા જળવાય. આથી સેક્ટરનું સાંસ્કૃત્તિક, સામાજીક અને આર્થિક જીવન જીવંત અને પ્રવૃત્તિશિલ બને તથા નાગરિકો પોતાના સેક્ટરની આગવી અસ્મિતા ઉભી કરી શકે.

સેક્ટરોમાં બજાર, સામૂહિક કેન્દ્ર, બગીચા, રમત-ગમતના મેદાન તથા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા કોલેજો પણ છે. શહેરમાં જીઇબી કોલોની પણ આવેલી છે. સંકલિત સામૂહિક જીવન માટે ગાંધીનગરને એક આદર્શ નગરી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

photo courtesy:gandhinagardiaries

English summary
Today is Gandhinagar 49th Birthday. It was on 2-8-1965, that first stone of this beautiful city was laid in current GEB Colony of Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X