For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાઃ ડભોઇ નજીક બે જૂથો વચ્ચે અથડામણ, એકનું મોત

|
Google Oneindia Gujarati News

વડોદરા, 15 જાન્યુઆરીઃ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કળદરા ગામે એકજ કોમના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ગામમાં તણાવભર્યું વાતાવરણ સર્જાતા પોલીસ તેનાત કરવામાં આવી છે.

મળેલી માહિતી અનુસાર, ખેતરમાં ખાતર નાંખવા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. ધીરે-ધીરે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક સમયે સ્થિતિ વણસી ગઇ હતી. જો કે, વાતાવરણ વધું ડહોળાય તે પહેલા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યા હતા. જો કે, એ પહેલા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત નીપજ્યું હતું.

મોતના સમાચાર મળતાં જ વાતાવરણ ફરી ગરમાયું હતું. પરંતુ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી અન્ય કોઇ બનાવ ના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુન્હો નોંધ્યો છે. પોસ્ટમાર્ટમ બાદ જ નક્કી કરાશે કે કયો ગુન્હો લગાવો તેમ જાણવા મળ્યું છે.

ડભોઇ નજીક બે જૂથો વચ્ચે અથડામણ

ડભોઇ નજીક બે જૂથો વચ્ચે અથડામણ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કળદરા ગામે એકજ કોમના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

English summary
clash between two group at kaladra village of dabhoi taluka of vadodara, during this clash one died and two other are injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X