મુક્તેશ્વર મઠમાં ફાયરિંગ મામલે જયશ્રીગીરી સામે વધુ એક ફરિયાદ

Posted By:
Subscribe to Oneindia News

બનાસકાંઠાના મુક્તેશ્વર મઠનાં સાધ્વી જયશ્રીગીરીના એક પછી એક કરતૂતો બહાર આવતાં ગાળિયો કસાઇ રહ્યો છે. જેમાં તાજેતરમાં મઠમાં યોજાયેલા ડાયરામાં ખાનગી ફાયરિંગ મામલે વીડિયોને દસ્તાવેજી પુરાવો માની વડગામ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે. આ કેસમાં સાધ્વી જયશ્રીગીરી પર IPC ની કલમ 336, 188, 14 અને આમર્સ એકટની કલમ 27 અને 30 મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે સાધ્વી પર બનાસકાંઠા જિલ્લામાં કુલ 7 અને રાજ્યમાં કુલ 9 ફરિયાદ નોંધાઇ છે.

sadvi

તો વળી પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં સાધ્વી સહિત પાંચ શખસો સામે ઊંચા વ્યાજે નાણાં વસૂલાતની ફરિયાદ મુંબઇના એક વ્યક્તિએ 4 દિવસ અગાઉ નોંધાવી હતી. તેમાં સાધ્વીના ડ્રાઇવર ચિરાગ રાવલની સોમવારે પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે વડગામ પોલીસ મથકે વધુ એક ખાનગી ફાયરીંગનો જાણવા જોગ ફરિયાદ નોંધાઇ છે. જેની વિગતો એવી છે કે, મુક્તેશ્વર મઠમાં ડિસેમ્બર 2016માં કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં ખાનગી ફાયરીંગ થયું હતું. આ વીડીયોને દસ્તોવેજી પુરાવો માની વડગામ પોલીસે સોમવારે તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ પાલનપુરના મૂળ રહેવાસી અને વર્તમાન સમયે મુંબઇ સ્થાયી થયેલા શશીકાન્ત અંબાલાલ જોષી (ઉ.વ.51) એ ચાર દિવસ અગાઉ પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. તેમાં સાધ્વી જયશ્રીગીરી તેના સાગરિતો ગાંધીનગરનો ધર્મેન્દ્રસિંહ ચાવડા, અમદાવાદનો દક્ષ પરમાર, ગાંધીનગરનો કાળુ ઉર્ફે બાબુ, પાલનપુરનો ચિરાગ અને બાદલ દેસાઇની મદદગીરીથી ઊંચા વ્યાજે નાણાંની વસુલાત તેમજ ર્સ્કોપીયો પડાવી લીધી હોવાના કેસમાં પોલીસે એકની ધરપકડ કરી છે. આ ગુનામાં પશ્ચિમ પોલીસે સોમવારે સહ આરોપી ચિરાગ રાવલની ધરપકડ કરી આજે એટલે કે મંગળવારે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવશે.

English summary
One more case on Sadhvi jayshree giri. Read here more.
Please Wait while comments are loading...