પદ્માવત: અમદાવાદ તોફાનની ઉશ્કેરણી માટે જવાબદાર વીડિયો

Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસની વિવાદસ્પદ ફિલ્મ 'પદ્માવત' હવે રીલીઝ થઇ ગઇ છે, ત્યારે તેેની રિલીઝ પહેલા ઘણા વિવાદ થયા હતા. અમદાવાદના સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં આવેલા ચાર મોલમાં વિવિધ રાજપુત ગ્રુુપના યુવાનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને 100થી વઘારે વાહનોમાં આગ ચંપી કરવામાં આવી હતી. ત્યારે સેટેલાાઇટ પોલીસ મથકમાં એક અને વસ્ત્રાપુર પોલીસ મથકમાં ત્રણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ વધુ એક પાંચમી ફરિયાદ સાણંદ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ ફરિયાદ સાણંદમાં રહેતા યુવરાજસિંહ વાઘેલા નામના યુવક સામે નોંધવામાં આવી છે અને આરોપ મુુકવામાં આવ્યો છે કે તેણે ગત બુધવારે 24 તારીખે બનેલા તોફાનના થોડા કલાકો પહેલા સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો, તેણે ઉશ્કેરવાના હેતુથી આ વીડિયો ક્લિપ વાયરલ કરી હોવાનું કહેવાઇ રહ્યું છે.

Ahmedabad

જેમાં તેણે ઉશ્કેરણી કરી હતી કે, જો 'પદ્માવત' ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થશે તો રાજપુતોનું નાક કપાશે. આપણે આ ફિલ્મને રીલીઝ થવા દેવાની નથી. કારણ કે પદ્માવતી માતા પર તેણે ફિલ્મ બનાવી છે. આપણે અમદાવાદના મોલ અને થિયેટર જ તોડી નાખીએ, સળગાવી દઇએ એટલે ફિલ્મ રિલીઝ થશે જ નહીં. માટે તમામ રાજપુત યુવાનો કામે લાગી જાઓ અને સાથે મળીને બસ હવે સંજય લીલા ભણસાલીને બતાવી દો. પોલીસ, આર્મી અને કોઇનો ડર રાખશો નહીં, ભલે ગોળી ખાવી પડે. હું જાતે ખુલ્લી તલવાર લઇને થિયેટરમાં જઇને તો઼ડફોડ કરીશ. તેણે પોતાના વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે, તેણે સંજય લીલા ભણસાલીને મારવા માટે એક પિસ્તોલ રાખી છે અને તે ગમે ત્યારે તક મળતા તેમની હત્યા પણ કરી દેશે. તેણે આ વીડિયો વોટ્સએપ અને ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને તેના વીડિયોએ તોફાનીઓને ઉશ્કેરવામાં ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને ખુૂબ મોટાપાયે તોડફોડ થઇ હતી. આ અંગે સાણંદ પોલીસે ગુુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે તોડફોડના બનાવ બાદ યુવરાજસિંહ જાડેજા ફરાર છે અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલા કેસના આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.

English summary
Padmaavat row: Provocative video before Ahmedabad violence.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.