ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશન: 'પદ્માવત' રજૂ નહીં થાય

Subscribe to Oneindia News

હિંદી ફિલ્મ 'પદ્માવત'ના વિરોધમાં રાજપૂત સમાજ જંગે ચઢ્યો હોય તેવી પરિસ્થિતિ છે ત્યારે મંગળવારની રાત્રે ફિલ્મ રજૂ થતા પહેલા જ અમદાવાદમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. એવામાં મલ્ટિપ્લેક્સના માલિકોએ એક પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત મલ્ટિપ્લેકસ એસોસિએશનના પ્રમુખ મનુ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોઈ નક્કર સમાધાન નથી આવતું ત્યાં સુધી કોઈ પણ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ 'પદ્માવત' રીલીઝ કરવામાં આવશે નહીં. તેમણે સરકાર અને પોલીસ વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સુરક્ષા મળી રહી છે,  પરંતુ જો કોઈ ટિકિટ લઇને અંદર જાય અને પછી ધમાલ કરે તો અમારે શું કરવું? ઉપરાંત અન્ય રજૂ થનારી ફિલ્મસને પણ નુકસાન થઈ શકે છે, તેથી અમે ફિલ્મ રજૂ નહીં કરીએ.

Gujarat

આ પરથી હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, રાજ્યના કોઇ મલ્ટિપ્લેક્સ થિયેટરમાં ફિલ્મ 'પદ્માવત' રિલીઝ નહીં થાય. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જયારે આટલા બધા વિવાદો હતા તો સેન્સર બોર્ડે જ આ ફિલ્મ માટે પરવાનગી આપવી જોઈતી નહોતી. હવે અમને થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે? જે લોકોએ મહામહેનતે વાહનો વસાવ્યા હતા તેવા લોકોને આ આગચંપીની ઘટનામાં અતિશય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ઘટનામાં હિમાલય મોલની બહારના 34, પીવીઆરમાં 10 અને આલ્ફા વનમાં કુલ 5 વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

English summary
Padmaavat will not be released in multiplex theaters of Gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.