For Quick Alerts
For Daily Alerts
કચ્છ પાસેથી પાકિસ્તાની નાગરીક ઝડપાયો
ભુજ, 22 નવેમ્બર:મુંબઇ હુમલાના આરોપી અને પાકિસ્તાનના ફરિદકોટના રહેવાસી અજમલ કસાબને ફાંસી આપ્યાના બીજા જ દિવસે ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી એક પાકિસ્તાની ઝડપાતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. પકડાયેલા પાકિસ્તાનીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
માહિતી અનુસાર બીએસએફના જવાનો દ્વારા પાકિસ્તાની નાગરીકતા ધરાવતા એક વ્યક્તિને ગેરકાયદે રીતે ભારતમાં આવતા ઝડપી પાડવામાં આવ્યો છે. તે બોર્ડરના પિલ્લર નબર 1125 નજીકથી પકડાયો હતો. તેમ બીએસએફના અધિકારીઓએ જણાવ્યું છે. જો કે, તેની કેવી રીતે પકડવામાં આવ્યો અને તેનું નામ શું છે તે અંગે હજુ સુધી અધિકારીઓ દ્વારા કંઇ જણાવાયું નથી.
પકડાયેલા પાકિસ્તાનનીનો કબજો પોલીસને સોંપવામા આવ્યો છે અને ત્યાંથી કચ્છના નારા પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યો છે. તેની પાસેથી પાકિસ્તાની નાણું પણ મળી આવ્યું છે. હવે તેને ભૂજ સ્થિત જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે મોકલવામાં આવશે. જ્યાં રાજ્ય અને કેન્દ્રિય ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવશે.
નોંધનીય છે કે, ગેરકાયદે ગુજરાતના કચ્છમાં આવેલી ભારતીય સરહદમાં આવવા પાછળનું કારણ જાણી શકાયું નથી.