પંચાયત ચૂંટણી માટે રાજકોટમાં મતદાન

Subscribe to Oneindia News

સમગ્ર રાજ્યમાં 10,279 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન ચાલી રહ્યુ છે. આ ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યોની પસંદગી થશે. રાજ્યના 33 જિલ્લામાં આજે મતદાન મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

election

રાજકોટ જિલ્લાની કુલ 403 ગ્રામ પંચાયતોમાં હાલ ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. સૌથી વધુ રાજકોટ તાલુકાની 62 ગ્રામ પંચાયત માટે જ્યારે સૌથી ઓછી ધોરાજી તાલુકાની 23 ગ્રામ પંચાયત માટે મતદાન ચાલી રહ્યુ છે. ઠંડી હોવા છતાં લોકો વહેલી સવારથી જ મતદારો ઉત્સાહથી કતારમાં ઉભા રહી મતદાન કરી રહ્યા છે.

સમગ્ર જિલ્લામાં સરપંચની 393 અને સભ્યોની 3015 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે. જિલ્લામાં 1261 પોલિસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. વળી, 915 મતદાન મથકો પર કુલ 5677 નો પોલિંગ સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો છે. કુલ 2372 મતદાન પેટી પરથી 6 લાખ 60 હજાર મતદરો મતદાન કરશે.

English summary
panchayat election voting in rajkot
Please Wait while comments are loading...