ઇડરના ગઢના સંવર્ધન માટે ખનન માફિયાઓ સામે વિરોધમાં પરિક્રમા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યનો ઐતિહાસિક ધરોહર ઇડરિયો ગઢ કે જેને કોઈ જીતી શક્યું ના હતું. લગ્ન પ્રસંગે ગવાતું ગીત "અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે લાખેની લાડી લાયા રે આનંદ ભયો," આ ઇડર ગઢને ખનન માફિયાઓની નજર લાગી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા આડે ધડ માઇનસોની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇ દિવસ રાત ડુંગરો તૂટી રહ્યા છે. રોજેરોજ હજારો ટન પથ્થરો વેચાઈ રહ્યા છે. જેને લઇ ઐતિહાસિક વારસો એવા ગઢને જોખમ ઉભું થયું છે. જેને લઈ ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા અનેક રજૂઆતો કારવામા આવી હતી. સમાજના આગેવાનોએ આવેદનપત્ર પણ આપ્યું. ઇડર શહેર સજ્જડ બંધ રખાયું હતું. સરકારના પેટમાં પાણી નહિ હલતા 20 દિવસ સુધી ઇડરના નાગરિકો પ્રતીક ઉપવાસ પાર બેસયા હતા.

ider

ત્યાર બાદ ઇડર ગઢ સમિતિ તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વાર ઇડર ગઢની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સવારે ગઢની આરતી કરી સાધુ સંતોએ આગેવાનોની હાજરીમાં પરિક્રમા શરૂ કરી હતી. જેમો ખૂબ મોતી સંખ્યામાં ઇડર વાસીઓ જોડાયા હતા. ઈડર ગઢ ફરતે 12 કિમિ જેટલી પદયાત્રા કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં પણ સ્થાનિકોએ આ મુદ્દે બંધ પાલ્યો હતો. ઇડરના ગઢમાં બેફામ અને ગેરકાયદે થતી ખનન પ્રવૃતિના વિરોધમાં સાબરકાંઠાના ઇડરમાં બંધનુ એલાન અપાયુ હતું તે સમયે લોકોએ સજ્જડ બંધ પાળીને પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો અને ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા આ બંધનુ એલાન આપવામાં આવ્યું હતું..

નોંધનીય છે કે અનેક રજૂઆતો છતા ખાણ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા કોઇ કામગીરી ન થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છે. જેના કારણે બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ૫ણ ઇડરમાં ખાણ માલિકો અને લોકો વચ્ચે ઘર્ષણનો બનાવ પણ બન્યો હતો. ત્યારે ગેરકાયદેસર થતા ખનન સામે હવે લોકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. પ્રાચીન ધરોહરને બચાવવા માટે લોકો સ્વૈચ્છિક રીતે બંધના એલાનમાં જોડાયા હતા.

English summary
Parikrama in protest against mining mafia at Idar. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.