હું ભાજપમાં નહી જોડાવ, પણ પાસમાંથી રાજીનામું આપું છું: દિનેશ બાંભણિયા

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાના પ્રથમ ચરણના મતદાનને શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. અને તે પહેલા ગુજરાતના રાજકારણમાં છેલ્લા સમયમાં મોટા મોટા બોમ્બ એક પછી એક ફૂટી રહ્યા છે. પાટીદાર નેતા અને હાર્દિક પટેલનો ડાબો હાથ મનાતા દિનેશ બાંભણિયાએ શુક્રવારે એક પ્રેસવાર્તા કરીને પાસમાંથી આપ્યું રાજીનામું. તેણે આ પ્રેસવાર્તામાં કહ્યું હતું કે તેણે હંમેશા સમાજ માટે કામ કર્યું છે. નોંધનીય છે કે હાર્દિક સમેત દિનેશ પર પણ રાજદ્રોહનો કેસ લાગેલો છે. ત્યારે. ચૂંટણી પહેલા હાર્દિક પટેલને લાગ્યો મોટો ફટકો.

dinesh

વધુમાં આ પ્રેસવાર્તામાં દિનેશે જણાવ્યું કે કોંગ્રેસ સાથે વાત કર્યા બાદ મને તે વાત સમજાઇ ગઇ છે કે કોંગ્રેસ ક્યારેય પાટીદારીને અનામત આપવા માંગતી નથી. 4 તારીખે મેનિફેસ્ટમાં ફેરફાર કરાયો છે. અત્યારે અમારા ફોન કોઈ ઉપાડતું નથી. વધુમાં હાર્દિકની સીડી પર દિનેશ બાંભણિયાએ કહ્યું કે જે રીતે સીડીઓ બહાર આવી રહી છે લાગી રહ્યું છે કે આ આંદોલન બીજી જ દિશામાં જઇ રહ્યું છે. જે મારા સિદ્ધાંતોથી અલગ છે. તેણે કહ્યું કે હું સમાજ માટે કામ કરતો હતો અને કરતો આવ્યો છું. મારા સિદ્ધાંતોથી અલગ વાત આગળ વધતા હું આજે પાસમાંથી રાજીનામું આપું છું તેમ દિનેશ જણાવ્યું હતું. સાથે જ ભાજપમાં ના જોડાવાની વાત પણ કરી હતી.

English summary
Patidar Leader Dinesh Bambhaniya Resign form PAAS. Read here why.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.