For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 જુલાઇએ હાર્દિક પટેલ આવશે જેલની બહાર, પાસ કાઢશે મહારેલી

|
Google Oneindia Gujarati News

પાટીદારો માટે અનામતની માંગ કરી રહેલા પાસ નેતા હાર્દિક પટેલને કાલે વિસનગર કોર્ટ દ્વારા શરતી જામની આપવામાં આવ્યા હતા. જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે જલ્દી જ તેની જેલમુક્ત થઇ જશે. પણ કાયદાકીય કાવાદાવાઓને જોતા હાર્દિકને હજી પણ 3 દિવસ જેલમાં જ રોકવવું પડશે.

પાસ કોર કમિટીની બેઠકમા નક્કી કરવામા આવ્યુ હતુ કે હાર્દિકને 15 જૂલાઈના રોજ જેલ ની બહાર લવાશે. સાથે જ તેના સ્વાગત માં સુરતના યોગી ચોક સુધી મહારેલી કાઢવામા આવશે. અને ત્યાંથી પાસ સમર્થકો વિસનગર જશે. જોકે હાર્દિકે જેલ માંથી લખેલા છેલ્લા પત્રમા લખ્યુ હતુ કે ઉજવણીમા ફટાકડા ન ફોડવા. ત્યારે હાર્દિકના આગમનની તૈયારીથી લઇને હાર્દિકના જેલમાંથી લખેલા છેલ્લા પત્રમાં શું લખવામાં આવ્યું છે વાંચો અહીં....

હાર્દિકે જેલમાંથી લખ્યો છેલ્લો પત્ર

હાર્દિકે જેલમાંથી લખ્યો છેલ્લો પત્ર

હાર્દિકે લાજપોર જેલમાંથી બહાર આવતા પહેલા છેલ્લો પત્ર પાસ કન્વીનર તથા ધાર્મિક માલવિયા દ્વારા મોકલ્યો હતો અને તેમાં લખ્યું હતું કે હજી શહિદોને ન્યાય નથી મળ્યો. તેમજ હજુ આપણી લડત બાકી છે. સમાજમાં 10 લોકોની હત્યા થઈ હતી તેમજ 6 લોકોએ આત્મહત્યા કરી છે. ત્યારે એમને ન્યાય નથી મળ્યો.

ફટાકડા ફોડી ઉજવણી ના કરો: હાર્દિક

ફટાકડા ફોડી ઉજવણી ના કરો: હાર્દિક

વધુમાં આ પત્રમાં હાર્દિકે લખ્યું છે કે મારા જામીન ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે. તેથી ફટાકડા ફોડીને ઉજવણી ન કરવી.

રાજકારણની ગંદકી સાફ કરીશ: હાર્દિક

રાજકારણની ગંદકી સાફ કરીશ: હાર્દિક

આ ઉપરાંત તેણે છેલ્લા 9 મહિના દરમિયાન થયેલા અનુભવો વિષે લખતા કહ્યું હાર્દિકે કહ્યું કે આજ સુધી ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ નેતા જેલમાં નથી ફરક્યા, તેમજ 9 મહિનામાં એ પણ શીખ્યો છું કે રાજકારણની ગંદકી કેવી રીતે સાફ કરવી .આંદોલન અહિંસાથી ચલશે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય તેવો એક પણ પ્રયત્ન ભૂતકાળમાં થયો નથી અને થશે પણ નહીં.

સમાજને દગો નહીં કરું

સમાજને દગો નહીં કરું

સમાજ સાથે વિશ્વાસઘાત મેં કર્યો નથી અને હું સમાજ સાથે કોઈ દગો નહીં કરું. તેવી વાત પણ હાર્દિક પટેલે આ પત્રમાં ઉચ્ચારી હતી.

પાટીદારો બન્યા હર્ષધેલા

પાટીદારો બન્યા હર્ષધેલા

15મીએ જ્યારે હાર્દિક પટેલ 9 મહિનાની જેલની સજા કાપી બહાર આવશે ત્યારે તેના સ્વાગતની ભવ્ય તૈયારીઓ પાસ અને પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. સુરતમાં મહારેલી નીકળવાની સાથે જ વીરમગામમાં પણ વાજતા ગાજતાં હાર્દિક પટેલની ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

English summary
Patidar leader Hardik Patel gets conditional bail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X